મધ્યપ્રદેશના રીવામાં બસ અકસ્માતમાં જીવ ગુમાવનાર માટે પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરાઈ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના રીવામાં એક દુ:ખદ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવવા પર દુઃખ વ્યક્ત કર્યું છે. પ્રધાનમંત્રીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂ આપવામાં આવશે અને ઘાયલોને 50,000 રૂ.ની એક્સ-ગ્રેશિયા આપવાની પણ જાહેરાત કરી હતી. આવશે. પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર રાજ્ય સરકારની દેખરેખ હેઠળ પીડિતોને તમામ શક્ય મદદ પૂરી પડાઈ રહી છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું; “મધ્યપ્રદેશના રીવા ખાતે નેશનલ હાઈવે પર થયેલો અકસ્માત હૃદયદ્રાવક છે. આમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ સાથે, હું તમામ ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને શક્ય તમામ મદદ કરવામાં વ્યસ્ત છે.
“પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશમાં દુ:ખદ બસ અકસ્માતમાં દરેક મૃતકના પરિવારજનો માટે PMNRF તરફથી 2 લાખ ઘાયલોને રૂ. 50,000 રૂ.ની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.”
વહેલી સવારે રીવામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં બસ અને ટ્રક સહિત ત્રણ વાહનો એકબીજા સાથે અથડાયા હતા, જેમાં ૧૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. બસ અને ટ્રક વચ્ચેની આ ટક્કર એટલી જોરદાર હતી કે બસમાં સવાર ૧૨ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જયારે ૨ લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે બ્રેક ન લાગવાના કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ અનેક લોકો બસમાં ફસાઈ ગયા હતા. , જોકે પોલીસ-પ્રશાસનની તત્પરતાના કારણે તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ઘણા લોકો એવા છે જેમના હાથ-પગ કપાઈ ગયા છે. હાલ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્રીજા વાહન વિશે હજુ સુધી માહિતી સામે આવી નથી. બસ-ટ્રક સ્થળ પર છે, પરંતુ ત્રીજું વાહન કયું હતું તે ધ્યાને આવ્યું નથી.