ગામની છોકરીઓના ફોટા અને વીડિયો બનાવી અપલોડ કરશો તો ૧૦ હજારનો દંડ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2023/02/Village.jpg)
ઈન્દોર, મોબાઈલનો દુરુપયોગના કિસ્સા દરરોજે સામે આવતા હોય છે. ટેકનોલોજીમાં આવેલા આ બદલાવથી જિંદગી ચોક્કસથી સરળ અને સુવિધાભરી થઈ છે, પણ તેના માઠા પરિણામો પણ સામે આવી રહ્યા છે. ત્યારે આવા સમયે દુનિયાભરમાં તેને લઈને માથાકૂટ ચાલી રહી છે, તેનું નિવારણ શું છે? આ તમામની વચ્ચે દેશના સૌથી પછાત અને આદિવાસી વિસ્તારે લોકોને રસ્તો બતાવ્યો છે.
અહીં હવે મોબાઈલ ફોન પર કોઈ પણ યુવતીનો ફોટો અથવા વીડિયો બનાવીને અપલોડ કરશો, તો ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.
પરિવર્તન લાવવાનો આ ર્નિણય મધ્ય પ્રદેશના આલીરાજપુર જિલ્લામાં લેવામાં આવ્યો છે. અહીં સોંડવા વિકાસખંડના રેશિયા ગામમાં આદિવાસીઓની પરંપરાગત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સૌથી વધારે ચિંતા મોબાઈલ ફોનનો દુરુપયોગ અને છોકરીઓની તસ્વીરને લઈને ચિંતા વ્યક્ત કરી છે. ગ્રામ સભામાં છોકરીઓને થતી મુશ્કેલીઓને જાેતા અત્યંત સુંદર ર્નિણય લીધો છે.
જે અંતર્ગત હવે મોબાઈલથી છોકરીઓના ફોટો પાડવા અથવા વીડિયો બનાવીને અપલોડ કરવા પર ૧૦ હજાર રૂપિયાનો દંડ ચુકવવો પડશે. ગ્રામસભામાં આ ર્નિણય પણ લેવાયો છે કે, લગ્નમાં વીડિયો બનાવવા માટે ફક્ત એક જ વ્યક્તિ રહેશે.
આ ઉપરાંત કોઈ અન્ય વ્યક્તિ વીડિયો બનાવશે નહીં. સાથે જ ડીજે, વિદેશી દારુના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. તેની જગ્યાએ મહુડો અથવા તાડી અને પરંપરાગત વાદ્ય યંત્રોને વધારે મહત્વ આપવામાં આવશે. જાે આવું નહીં કરો તો, ૨૦ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે.SS1MS