મધ્યપ્રદેશ પોલીસે હથિયાર સપ્લાય કરનારને ગુજરાત પોલીસને સોંપ્યોઃ મોટા માથાઓની સંડોવણી?
મધ્યપ્રદેશ પોલીસે જગતસિંઘને તપાસ માટે ગુજરાત પોલીસને સોંપ્યો-ગુજરાતમાં મોટા પાયે હથિયાર સપ્લાય કરનાર જગતસિંઘને ગુજરાત લવાયો
ગુજરાતના મોટા માથાઓની સંડોવણી ખુલ્લી પડશે, અમદાવાદ, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ હથીયાર આપ્યા
(એજન્સી)અમદાવાદ, થોડા સમય પહેલા જ ગુજરાત એટીએસનીી ટીમે રાજકોટ અને આજુબાજુના વિસ્તારમાંથી એકસોથી વધુ રિવોલ્વર અને પીસ્ટલ સાથે પ૦ માણસોને ઝડપી લીધીા હતા.
આ લોકો સ્થાનીક વિસ્તારમાં પોતાની ગેગ તૈયાર કરે તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયા મોટા ભાગના હથીયાર મધ્યપ્રદેશથી આવવતા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. હવે પોલીસને આ હથીયાર સપ્લાય કરનાર જગતસિંઘ પણ મળી ગયો છે. જેને પગલે તેની તપાસમાં ચોકાવનારી વિગતો સામે આવશે.
મધ્યપ્રદેશ પોલીસે તેને સંખ્યાબંધ હથીયાર સાથે ઝડપી લીધો હતો. જેને હવે ગુજરાત પોલીસ તપાસ માટે લાવી છે. છેલ્લા ઘણા મહીનાથી ગુજરાતમાં પણ ગન કલ્ચર ડેવલપ થઈ રહયું છે. અમદાવાદથી રાજકોટ વચ્ચે આવતાં પ્રદેશ અને રાજકોટ આજુબાજુના વિસ્તારમાં ચોકકસ ગેગ દ્વારા મોટા પાયે હથીયારની ખરીદી કરવામાં આવવી હતી. છે.
તેઓ લોકોને ડરાવી ધમકાવી પોતાના કામ કઢાવી રહયા છે. તમામ વિસ્તારના માથાભારે તત્વો એક બીજા સાથે સંકળાયેલા તત્વો એક બીજા સાથે કામ કરાવી લેતા હતા. તેમનું ટાર્ગેટ ઓર્ગેનાઈઝેડ ગેગ બનાવી આતંક મચાવવાનું હતું પરંતુ તે પહેલાં જ એટીએસની ટીમે તેમને ઝડપી લીધા અને હથીયારો કબજે કરી લીધા.
આ લોકોની પુછપરછમાં એક વાત કોમન આવતી હતી કે હથીયાર મધ્યપ્રદેશથી જ આવતા હતા. ગુજરાત પોલીસે આ દિશામાં પણ તપાસ કરી હતી. ત્યારે જ તેમને માહિતી મળી કે જગતસિંહ નામનો હથીયારનો સપ્લાયર જ ગુજરાતમાં મોટા પાયે ગેરકાયદે હથીયાર મોકલ્યગો હતો.
ગુજરાત પોલીસે જગતસિંઘની શોધમાં જ હતી ત્યારે જ મધ્યપ્રદેશ પોલીસે તેને ઝડપી લીધો હતો.તે ઝડપાયો ત્યારે તેના પાસેથી ઘણા હથીયાર મળી આવ્યા હતા. મધ્યપ્રદેશ પોલીસે તેની પુછપરછ કર્યા બાદ ગુજરાત પોલીસ તપાસ માટે તેને લાવી છે. હવે તેણે ગુજરાતમાં કોને હથીયાર આપ્યા હતા. તેના કેરીયર અને હથીયાર ખરીદનાર કોણ હતું તેની તપાસ કરાઈ રહી છે. જે રીતે ગુજરાતમાંથી ગેરકાયદેસર હથીયાર મળી રહયા છે.