Western Times News

Gujarati News

લાકડા વિણવા ગયેલી મહિલાને ૨૦ લાખનો હીરો મળ્યો

Panna-Woman-diamond

મધ્યપ્રદેશના પન્ના જિલ્લાની મહિલાનું નસીબ ચમકી ગયું-હીરાની હરાજી થશે, હરાજીમાંથી હીરાની જે રકમ મળશે તેમાંથી ટેક્સ બાદ કરતા બાકીની રકમ મહિલાને અપાશે

પન્ના,  મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં લોકોનું નસીબ બદલાતા વાર નથી લાગતી. ત્યાં ચાલતા ચાલતા જતાં પણ કેટલીક વખત હીરો મળી આવ્યો હોવાની ઘટનાઓ નોંધાઈ છે. આવી જ એક ઘટના ત્યાંની એક ગરીબ મહિલા સાથે બની છે.
આ ગરીબ મહિલા લાકડા વીણવા માટે જંગલમાં જઈ રહી હતી.

ત્યારે તેને રસ્તામાંથી ૪.૩૯ કેરેટનો હીરો નીચે જમીન પર પડેલો મળી આવ્યો. આ હીરાની કિંમત લાખો રૂપિયામાં છે. હીરો મળી આવતા આ મહિલાનું નસીબ ચમકી ગયું છે. જે હીરા કાર્યાલયમાં જમા કરાવાયો છે. આ હીરાની અંદાજિત કિંમત ૨૦ લાખ રૂપિયા છે. હીરા કાર્યાલયના અધિકારીએ આ જાણકારી આપી છે. હીરા ઈન્સ્પેક્ટર અનુપમ સિંહે જણાવ્યું કે, પન્નામાં એક મહિલાનું નસીબ ચમકી ગયું છે.

લાકડા વીણવા જંગલમાં ગયેલી મહિલાને ૪.૩૯ કેરેટનો કિંમતી હીરો મળી આવ્યો. આ મહિલાનું નામ ગેંદાબાઈ હોવાનું જાણવા મળે છે. તેમજ મહિલાએ આ હીરો કાર્યાલયમાં જમા કરાવ્યો હોવાનું જાણવા મળે છે.

જે ગરીબ મહિલાને આ હીરો મળી આવ્યો છે તેણે કહ્યું કે હીરાના આ પૈસામાંથી હું એક ઘર બનાવીશ અને બાળકોના લગ્ન કરાવીશ. કારણકે, લાકડા વીણવા ગયેલી આ મહિલાએ ક્યારેય સપનામાં નહીં વિચાર્યું હોય કે હીરો મળી આવતા તે લાખો રૂપિયા કમાશે.

બુધવારે જ્યારે આ મહિલા લાકડા વીણવા ગઈ હતી ત્યારે તેને રસ્તામાંથી એક ચમકતો પથ્થર મળી આવ્યો. તેણે ઘરે આવીને પતિને આ ચમકતો પથ્થર દેખાડ્યો. તેઓ આ પથ્થરને ઓળખી શક્યા નહીં. ત્યારબાદ જ્યારે તેઓ આ ચમકતો પથ્થર લઈને હીરા કાર્યાલય પહોંચ્યા ત્યારે તેઓને જણાવાયું કે આ હીરો છે.

આ હીરો અત્યારે કાર્યાલયમાં જમા કરાવાયો છે. જેની હરાજી થશે. હરાજીમાંથી હીરાની જે રકમ મળશે તેમાંથી ટેક્સ બાદ કરતા બાકીની રકમ આ ગરીબ મહિલાને અપાશે. હીરો મળ્યા પછી આ ગરીબ મહિલાનું નસીબ ચમકી ગયું છે. આ ગરીબ મહિલા મજૂરી કરી અને લાકડા વેચીને ઘરખર્ચ ચલાવતી હતી. આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી તેઓના સંતાનોનો અભ્યાસ પણ થઈ શક્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.