Western Times News

Gujarati News

મધ્યપ્રદેશ ટુરીઝમ દ્વારા અમદાવાદમાં રોડ શો યોજાયો

અમદાવાદ, મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડ દ્વારા રાજ્યની પ્રવાસન ક્ષમતા પ્રદર્શિત કરવા અને રાજ્યમાં વધુને વધુ પ્રવાસીઓને આકર્ષવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં ટ્રાવેલ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રોડ શોમાં રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિ, કલા, વન્યજીવન અને મુખ્ય પ્રવાસન સ્થળોને વ્યાપકપણે પ્રમોટ કરવામાં આવ્યા હતા. ગુજરાતના ટ્રાવેલ એજન્ટ્‌સ અને ટુર ઓપરેટરો મળી નવા પ્રવાસન ઉત્પાદનો અને સેવાઓના વિકાસ, માર્કેટિંગ વ્યૂહરચના અને પરસ્પર સહકાર માટેની તકો અંગે ચર્ચા કરી.

પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગના અગ્ર સચિવ અને મધ્યપ્રદેશ ટૂરિઝમ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી શિવ શેખર શુક્લાએ જણાવ્યું હતું કે માનનીય મુખ્યમંત્રી ડો. મોહન યાદવના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં પ્રવાસનને વિકસાવવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો, સ્થાનિક રોજગાર સર્જન, પર્યાવરણ સંરક્ષણ તેમજ પ્રચાર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં યોજાયેલા રોડ શોમાં મધ્યપ્રદેશની વિવિધતાઓને સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. આમાં રાજ્યના સાંસ્કૃતિક વારસા, પરંપરાગત કલા સ્વરૂપો અને અહીંના વન્યજીવ અભયારણ્યોની વિશેષતાઓ પર વિશેષ ધ્યાન આપ્યું હતું. મુખ્ય પ્રવાસન સ્થળો જેમ કે ખજુરાહોના ઐતિહાસિક મંદિરો, સાંચીના સ્તૂપ, પચમઢીનું પ્રાકૃતિક સૌંદર્ય અને કાન્હા અને બાંધવગઢના પ્રખ્યાત ટાઈગર રિઝર્વનો પણ વ્યાપકપણે પ્રચાર કરવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.