માફિયા મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું
બાંદા, માફિયા મુખ્તાર અંસારીનું મોત નીપજ્યું છે. મુખ્તાર અંસારીને બાંદા મેડિકલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. ૯ ડોકટરોની ટીમ મોનીટરીંગ કરી રહી હતી. મુખ્તાર અંસારીને બાંદા મેડિકલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાંદા મેડિકલ કોલેજ દ્વારા મેડિકલ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે. મુખ્તાર અંસારીના મોતનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવાયું છે.
મુખ્તાર અંસારી સામે ૬૫થી વધુ કેસ નોંધાયા હતા. પ્રથમ સજા ૨૧ સપ્ટેમ્બર ૨૦૦૨ના રોજ થઈ હતી. ૨ કેસમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ૧૭ મહિનામાં ૮ વખત સજા થઈ હતી. આ દરમિયાન મઉ, ગાઝીપુર અને બાંદામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
બાંદા મેડિકલ કોલેજની બહાર મોટી સંખ્યામાં અર્ધ લશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા છે. ડીજીપી હેડક્વાર્ટર દ્વારા તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે.
માફિયા મુખ્તારના પરિવારના સભ્યો બાંદા માટે રવાના થઈ ગયા છે. મુખ્તારનો નાનો પુત્ર ઓમર અંસારી બાંદા જવા રવાના થઈ ગયો છે. મુખ્તારના મોટા પુત્ર અબ્બાસ અન્સારીની પત્ની અને અફઝલ અંસારી થોડા સમય પહેલા ગાઝીપુરથી બાંદા જવા નીકળ્યા હતા. હાઈકોર્ટમાં મુખ્તાર અંસારીની રજૂઆત કરનાર એડવોકેટ અજય શ્રીવાસ્તવ પણ બાંદા જવા રવાના થયા છે.
મુખ્તારના મુહમ્દાબાદમાં પૈતૃક ઘર પર લોકો એકઠા થવા લાગ્યા છે. મુખ્તારના ઘરની આસપાસ પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. ગાઝીપુર, મઉ, આઝમગઢ પોલીસને હાઈ એલર્ટ પર રહેવાની સૂચના આપવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર અફવા ફેલાવતી, ભડકાઉ અથવા વાંધાજનક પોસ્ટ સામે પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. મુખ્તારના મોત બાદ મઉ, બાંદા અને ગાઝીપુરમાં કલમ ૧૪૪ લગાવી દેવામાં આવી છે.SS1MS