જાપાનના કુરિલ ટાપુઓમાં ૬.૩ની તીવ્રતાના ભૂકંપ
ટોકિયો, જાપાનમાં કુરિલ ટાપુઓમાં ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા ૬.૩ની માપવામાં આવી હતી. ભૂકંપને કારણે લોકો પોતાના ઘરની બહાર દોડી ગયા હતા. હાલ જાનમાલ કે નુકસાનના થયાના કોઈ અહેવાલ નથી.
જાપાનમાં કુરિલ ટાપુઓમાં ૬.૩ની તીવ્રતાના ભૂકંપના જાેરદાર આંચકા અનુભવાયા હતા, જેના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને ઘરની બહાર દોડી ગયા હતા. આ ભૂકંપના કારણે જાનમાલ કે નુકસાનના કોઈ સમાચાર નથી, પરંતુ લોકો ગભરાયેલા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર છેલ્લા ૩ દિવસમાં ત્રીજી વખત આજે ભૂકંપથી ધરા ધ્રુજી છે. બે દિવસ પહેલા પણ બપોરે ૧૨ વાગ્યે જાપાનના ઇઝુ ટાપુઓમાં ભૂકંપ આવ્યો હતો, જ્યારે ગઈકાલે જાપાનના હોક્કાઇડો ક્ષેત્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આજે ત્રીજા દિવસે કુરિલ ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
જાપાનની જિયોફિઝિક્સ એજન્સીના જણાવ્યા અનુસાર ૨૬ ડિસેમ્બરે જાપાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૯ હતી અને ઊંડાઈ ૪૩૧.૩ કિલોમીટર હતી, જ્યારે ગઈકાલે આવેલા ભૂકંપની તીવ્રતા ૫ની હતી અને તેની ઊંડાઈ ૬૫.૫ કિલોમીટર હતી. SS2SS