મહાદેવ ગેમિંગ એપના માલિક રવિ ઉપ્પલ દુબઈથી ઝડપાયો
(એજન્સી)નવી દિલ્હી, મહાદેવ ગેમિંગ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે તેના અન્ય બે સાગરિતોની પણ ધરપકડ કરવામાં આવી છે.ભારત દ્વારા રવિ ઉપ્પલ સામે રેડકોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી.
ભારતીય તપાસ એજન્સી હાલ દુબઈની સુરક્ષા એજન્સી સાથે સંપર્કમાં છે. રવિ ઉપ્પલ મહાદેવ એપના મુખ્ય આરોપીઓમાંનો એક છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરીને તડીપાર કરવામાં આવશે.આરોપી સૌરભ ચંદ્રાકરને પકડવાના પ્રયાસો ચાલુ છે. તેઓ મહાદેવ એપના બીજા પ્રમોટર છે. એક નિવેદનમાં, બંનેએ મહાદેવ એપ અને સટ્ટાબાજીના કૌભાંડમાં સંડોવણીનો ઇનકાર કર્યો છે.