મહાદેવ ગેમિંગ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈથી ધરપકડ
૧૫ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ
તેની સાથે તેના અન્ય બે સાગરિતોની ધરપકડ: ભારત દ્વારા રવિ ઉપ્પલ સામે રેડકોર્નર નોટિસ જાહેર કરાઈ હતી
નવી દિલ્હી, મહાદેવ ગેમિંગ એપના માલિક રવિ ઉપ્પલની દુબઈમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે તેના અન્ય બે સાગરિતોની પણ ધરપકડ કરવામાં આવી છે.ભારત દ્વારા રવિ ઉપ્પલ સામે રેડકોર્નર નોટિસ જાહેર કરવામાં આવી હતી. ભારતીય તપાસ એજન્સી હાલ દુબઈની સુરક્ષા એજન્સી સાથે સંપર્કમાં છે.
રવિ ઉપ્પલ મહાદેવ એપના મુખ્ય આરોપીઓમાંનો એક છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરીને તડીપાર કરવામાં આવશે.આરોપી સૌરભ ચંદ્રાકરને પકડવાના પ્રયાસો ચાલુ છે. તેઓ મહાદેવ એપના બીજા પ્રમોટર છે. એક નિવેદનમાં, બંનેએ મહાદેવ એપ અને સટ્ટાબાજીના કૌભાંડમાં સંડોવણીનો ઇનકાર કર્યો છે. તેણે આની જવાબદારી શુભમ સોની પર નાખી. EDએ UAE સ્થિત ભારતીય દૂતાવાસમાંથી શુભમ સોનીનું નિવેદન લીધું છે.
મુંબઈ પોલીસે લગભગ ૧૫ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડીના કેસમાં મહાદેવ બેટિંગ એપના પ્રમોટર સહિત ૩૨ લોકો સામે કેસ નોંધ્યો હતો. માટુંગા પોલીસના એક અધિકારીના જણાવ્યા અનુસાર, એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને મુખ્ય આરોપી રવિ ઉપ્પલ, શુભમ સોની અને અન્ય સામે ૨૦૧૯થી છેતરપિંડી કરવાના આરોપસર FIR નોંધવામાં આવી હતી.
આ પહેલા છત્તીસગઢ પોલીસે સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. ED દ્વારા તેમની સામે મની લોન્ડરિંગનો કેસ પણ નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં સાયબર ક્રાઈમ સંબંધિત કલમો પણ લગાવી છે. આ કેસની તપાસ પોલીસની આર્થિક ગુના શાખાને (ઈર્ંઉ) ટ્રાન્સફર કરવામાં આવે તેવી શક્યતા છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે મહાદેવ એપ સહિત ૨૨ તેના જેવી જ
એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. આ એપ્લિકેશન અને તેની સાથે જોડાયેલા લોકો EDના રડાર પર છે. આ કેસમાં ED દ્વારા છત્તીસગઢમાંથી બે પોલીસકર્મીઓની પણ ધરપકડ પણ કરવામાં આવી છે. માટુંગાના સામાજિક કાર્યકર્તા પ્રકાશ બાંકરે ફરિયાદ નોંધાવ્યા બાદ કુર્લા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ અનુસાર ગયા અઠવાડિયે મુંબઈમાં મહાદેવ સટ્ટાબાજીની એપ અંગે FIR દાખલ કરવામાં આવી હતી.
માટુંગાના સામાજિક કાર્યકર પ્રકાશ બંકરની ફરિયાદ પર કેસ નોંધવામાં આવ્યો છે. પ્રકાશ બાંકરે કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી, જે બાદ કોર્ટે માટુંગા પોલીસને કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. પ્રકાશ બાંકરે દાવો કર્યો છે કે લોકો સાથે લગભગ ૧૫ હજાર કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આરોપીઓ પ્લેયર એપ દ્વારા જુગાર અને અન્ય રમતો રમતા હતા. તેના દ્વારા કરોડો રૂપિયાની કમાણી થઈ હતી. માટુંગા પોલીસે અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.ss1