વિશ્વશાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ ઓસારામાં નવરાત્રી નિમિતે ભક્તોનું ઉમટ્યું ઘોડાપુર

(પ્રતિનિધિ) ભરૂચ, શક્તિ ઉપાસનાનો પર્વ એટલે નવરાત્રીનો પર્વ. હાલમાં નવરાત્રી ચાલી રહી છે.ત્યારે મંગળવારના દિવસે ભરૂચ તાલુકાના ઓસારા ગામમાં આવેલ વિશ્વશાંતિ મહાકાળી મંદિરે દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા.
વિશ્વશાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ ઓસારા અનેક ભાવિક ભક્તોનું શ્રદ્ધા,આસ્થા અને વિશ્વાસનું સ્થળ છે.આ મંદિર તા.૦૩-૧૦-૧૯૭૬ને આસો સુદ દસમને રવિવારના રોજ સવારે ૭.૩૦ કલાકે પૂજ્ય મહાકાળી માતાજીનું પાવાગઢ થી આગમન થયું હતું.
આ મંદિરના પાયામાં પૂજ્ય માનસિંગ ભાઈ (માન ગુરુ) તથા તેમના સમગ્ર કુટુંબીજનોની આકરી તપશ્ચર્યા,અડગ શ્રદ્ધા,ર્નિમલ ભક્તિ અને આચાર વિચારની એકતારૂપ જાેવા મળે છે તેમના હેતુઓ મહાન ઉદ્દેશોને વરેલા છે જેવા કે માનવ કલ્યાણ તથા વિશ્વશાંતિ વિશ્વમાંથી આસુરી તત્વોનો નાશ થાય એટલા માટે તાપ કરવું એ મુખ્ય હેતુ છે આ મંદિર માં પૈસા મુકવા દેવામાં આવતા નથી,આ મંદિરમાં એક અખંડ ‘શાંતિ દીપ’ પ્રગટેલો રાખવામાં આવે છે.
આસો નવરાત્ર આ મંદિરમાં ધામધૂમ થી ઉજવાય છે તેમજ સાદી બાવન દિવસના વ્રત પણ કરવામાં આવે છે.જે શ્રાવણ સુદ ચૌદસ થી આસો સુદ આથમ સુધી કરવામાં આવે છે.જેમાં ઉપવાસ,મૌન ,જાપ વગેરે અહીંના ભક્તો કરે છે.પૂજ્ય માન ગુરુ દ્વારા માતાજીની કુમકુમ બાવની ની રચના કરવામાં આવી છે જેમાં ૫૨ રેખા થી રચિત કુમકુમ બાવની લોકો ગાઈને માતાજીની આરાધના કરે છે.
આ મંદિરની પ્રાણ પ્રતિસ્થા દિન જેઠ સુદ દશમના રોજ સવારના ૧૧.૪૫ કલાકે થયેલ છે આ પર્વ દર વર્ષે જેઠ સુદ દસમના રોજ ઉજવવામાં આવે છે.માતાજીનું મૂળ સ્થાનક જે વર્ષમાં એકજ દિવસ ખુલ્લું મુકવામાં આવે છે તેનો સમય છે સવારે ૧૧.૧૫ થી બપોરે ૩-૧૫ સુધી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ ઓસરનું સંચાલન અને વ્યવસ્થા પૂજ્ય માન ગુરુ ના અનુગામી પૂજ્ય કૌશિકભાઈ માનસિંગભાઈ ઈડોદરા કરી રહ્યા છે.
આ મંદિરે ગુજરાત તેમજ અન્ય રાજ્યો માંથી પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે.પાવાગઢ જેટલું જ આસ્થા અને મહત્વ ધરાવતું આ મંદિર છે અહીંયા મહાકાળી માતાજીના વીર એટલે બાબરવીરનું પણ મંદિર આવેલ છે જે મહિનાના છેલ્લા રવિવારે ભક્તો માટે ખુલ્લું રહે છે.