મહાકુંભમેળાના અવસર પર વન-વે સ્પેશિયલ ટ્રેન ભાવનગર, સાબરમતી અને મુંબઈથી દોડશે
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે સાબરમતી-લખનઉ, ભાવનગર ટર્મિનસ-લખનઉ અને મુંબઈ સેન્ટ્રલ-લખનઉ વચ્ચે વિશેષ ભાડા પર ત્રણ વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
1. ટ્રેન નંબર 09469 સાબરમતી – લખનઉ વન-વે સ્પેશિયલ
ટ્રેન નંબર 09469 સાબરમતી – લખનઉ સ્પેશિયલ સોમવાર, 06 જાન્યુઆરી, 2025ના રોજ સાબરમતી થી 11.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે લખનઉ પહોંચશે.
આ ટ્રેન માર્ગ માં મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર થોભશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.
2. ટ્રેન નંબર 09235 ભાવનગર ટર્મિનસ – લખનઉ વન-વે સ્પેશિયલ
ટ્રેન નંબર: 09235 ભાવનગર ટર્મિનસ-લખનઉ સ્પેશિયલ બુધવાર, 08 જાન્યુઆરી, 2025 ના રોજ ભાવનગર ટર્મિનસ 20:20 કલાકે ઉપડશે અને શુક્રવારે 04:00 કલાકે લખનઉ પહોંચશે.
આ ટ્રેન માર્ગ માં ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, કલોલ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઈટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર થોભશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ ના કોચ હશે.
3. ટ્રેન નંબર 09011 મુંબઈ સેન્ટ્રલ – લખનઉ વન-વે સ્પેશિયલ
ટ્રેન નંબર 09011 મુંબઈ સેન્ટ્રલ – લખનઉ સ્પેશિયલ સોમવાર, 06 જાન્યુઆરી, 2025 ના રોજ મુંબઈ સેન્ટ્રલ થી 11:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 13:00 કલાકે લખનઉ પહોંચશે.
આ ટ્રેન માર્ગમાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, ઉધના, ભરૂચ, વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, શુજાલપુર, સિહોર, સંત હિરદારામ નગર, બીના, વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસી અને કાનપુર સેન્ટ્રલ સ્ટેશનો પર થોભશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.
ટ્રેન નંબર 09469, 09235 અને 09011 માટે બુકિંગ 05 જાન્યુઆરી, 2025 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.