Western Times News

Gujarati News

કુંભમેળામાં જતા મુસાફરોના ધસારાને પહોંચી વળવા સાબરમતી, ભાવનગર, ઉધના અને વલસાડથી પ્રયાગરાજ વચ્ચે વન-વે સ્પેશિયલ ટ્રેનો

મહાકુંભ મેળાના અવસર પર પશ્ચિમ રેલવે ચાલાવશે વન-વે સ્પેશિયલ ટ્રેનો

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા તથા મહાકુંભ મેળા-2025 ના દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે સાબરમતી–પ્રયાગરાજ, ભાવનગર ટર્મિનસ–પ્રયાગરાજ, ઉધના-પ્રયાગરાજ  અને વલસાડ – પ્રયાગરાજસ્ટેશનો વચ્ચે સ્પેશિયલ ભાડા પર 6 વન-વે સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. Prayagraj Mahakumbh Mela

1.    ટ્રેન નંબર 09489 સાબરમતી – પ્રયાગરાજ વન વે સ્પેશિયલ

ટ્રેન નંબર 09489 સાબરમતી – પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન ગુરુવાર 2 જાન્યુઆરી, 2025ના રોજ  સાબરમતીથી 11.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.00 કલાકે પ્રયાગરાજ પહોંચશે.

આ ટ્રેન મુસાફરી દરમિયાન મહેસાણાપાલનપુરઆબુ રોડમારવાડબ્યાવરઅજમેરજયપુરબાંદીકુઇભરતપુરઆગ્રાફોર્ટટુંડલાઇટાવાગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

2.    ટ્રેન નંબર 09227 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ વન વે સ્પેશિયલ

ટ્રેન નંબર 09227 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્પેશિયલ બુધવાર 1 જાન્યુઆરી, 2025 ના રોજ ભાવનગર ટર્મિનસથી 14.50 કલાકે ઉપડશે અને બીજા દિવસે 23.30 કલાકે પ્રયાગરાજ પહોંચશે.

આ ટ્રેન મુસાફરી દરમિયાન ભાવનગર પરાધોળાબોટાદસુરેન્દ્રનગર ગેટચાંદલોડિયાકલોલમહેસાણાપાલનપુરઆબુ રોડમારવાડબ્યાવરઅજમેરજયપુરગાંધીનગર જયપુરદૌસાબાંદીકુઇભરતપુરઅછનેરાઆગ્રાફોર્ટટુંડલા ઈટાવાગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

3.    ટ્રેન નંબર 09225 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ વન વે સ્પેશિયલ

ટ્રેન નંબર 09225 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્પેશિયલ બુધવાર 1 જાન્યુઆરી, 2025 ના રોજ  ભાવનગર ટર્મિનસ થી 20.20 કલાકે ઉપડશે અને શુક્રવારે 05.00 કલાકે પ્રયાગરાજ પહોંચશે.

આ ટ્રેન મુસાફરી દરમિયાન ભાવનગર પરાધોળાબોટાદસુરેન્દ્રનગર ગેટવિરમગામચાંદલોડિયાકલોલમહેસાણાપાલનપુરઆબુ રોડમારવાડબ્યાવરઅજમેરજયપુરગાંધીનગર જયપુરદૌસાબાંદીકુઇભરતપુરઅછનેરાઆગ્રાફોર્ટ ટુંડલાઇટાવાગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશન પર રોકાશે.આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

4.    ટ્રેન નંબર 09229 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ વન વે સ્પેશિયલ

ટ્રેન નંબર 09229 ભાવનગર ટર્મિનસ – પ્રયાગરાજ સ્પેશિયલ ગુરુવાર, 2 જાન્યુઆરી, 2025 ના રોજ ભાવનગર ટર્મિનસથી 20.20 કલાકે ઉપડશે અને શનિવારે 05.00 કલાકે પ્રયાગરાજ પહોંચશે.

આ ટ્રેન મુસાફરી દરમિયાન ભાવનગર પરાધોળાબોટાદસુરેન્દ્રનગર ગેટવિરમગામચાંદલોડિયાકલોલમહેસાણાપાલનપુરઆબુ રોડમારવાડબ્યાવરઅજમેરજયપુરગાંધીનગર જયપુરદૌસાબાંદીકુઇભરતપુરઅછનેરાઆગ્રાફોર્ટટુંડલાઇટાવાગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

5.    ટ્રેન નંબર 09005 ઉધના – પ્રયાગરાજ વન વે સ્પેશિયલ

ટ્રેન નંબર 09005 ઉધના – પ્રયાગરાજ સ્પેશિયલ ઉધનાથી મંગળવાર  31 ડિસેમ્બર, 2024 ના રોજ 06.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.10 કલાકે પ્રયાગરાજ પહોંચશે.

આ ટ્રેન મુસાફરી દરમિયાન ભરૂચવડોદરાગોધરાદાહોદરતલામનાગદાઉજ્જૈનશુજાલપુરસંત હિરદારામ નગરવિદિશાબીનાલલિતપુરવીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસીઉરઈગોવિંદપુરી અને ફતેહપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

6.    ટ્રેન નંબર 09009 વલસાડ – પ્રયાગરાજ વન વે સ્પેશિયલ

ટ્રેન નંબર 09009 વલસાડ – પ્રયાગરાજ સ્પેશિયલ વલસાડથી બુધવાર, 1 જાન્યુઆરી, 2025 ના રોજ 08.40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 10.25 કલાકે પ્રયાગરાજ પહોંચશે.

આ ટ્રેન મુસાફરી દરમિયાન નવસારીભેસ્તાનનંદુરબારભુસાવલખંડવાઈટારસીજબલપુરકટનીમૈહરસતના અને માણિકપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.