મહાકુંભમાં બે દિવસમાં ૫ કરોડથી વધુ ભક્તોએ કર્યું સ્નાન: ૪૦ કરોડથી વધુ ભક્તો ભાગ લેશે તેવી અપેક્ષા
13 દિવસ ચાલનારા પ્રયાગરાજ મહાકુંભમાં અંદાજીત ૪૦ કરોડથી વધુ ભક્તો ભાગ લેશે તેવી અપેક્ષા
(એજન્સી) પ્રયાગરાજ, ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ થી સંગમ પર મહાકુંભનો પ્રારંભ થયો છે. આ વખતે મહાકુંભમાં અનેક વિશ્વ રેકોર્ડ બનવાના છે. આવી સ્થિતિમાં, મહાકુંભમાં મકરસંક્રાંતિના સ્નાન ઉત્સવ પર એક નવો રેકોર્ડ બન્યો છે. ‘મહાકુંભ નગર’ વિશ્વનો સૌથી મોટો જિલ્લો બની ગયો છે. આટલી મોટી ભીડ દુનિયામાં ક્યાંય એક દિવસમાં એકઠી થઈ નથી. જોકે, આ મહાકુંભમાં જ આ વિશ્વ રેકોર્ડ ટૂંક સમયમાં તૂટી જશે અને એક નવો વિશ્વ રેકોર્ડ બનશે.
સંગમની ભૂમિ પર આયોજિત મહા કુંભ મેળો વિશ્વનો સૌથી મોટો ધાર્મિક અને આધ્યાÂત્મક મેળાવડો છે. આ વર્ષે મહાકુંભમાં ૪૦ કરોડથી વધુ ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા છે. ૪૫ દિવસ સુધી ચાલનારા મહા કુંભ મેળા દરમિયાન ૪૦ કરોડની વસ્તી સંગમની ભૂમી પર આવશે. જ્યારે ૪૦ કરોડની વસ્તી વિશ્વના બે દેશો સિવાય બીજા કોઈ દેશમાં જોવા મળતી નથી. એટલા માટે યોગી સરકારે મહાકુંભ મેળા માટે દિવ્ય અને ભવ્ય તૈયારીઓ કરી છે.
યોગી સરકાર ૨૦૨૫ના મહાકુંભમાં ઘણા નવા રેકોર્ડ બનાવવાની પણ તૈયારી કરી રહી છે. પરંતુ મહાકુંભના બીજા સ્નાન મહોત્સવ અને અખાડાના પ્રથમ શાહી સ્નાન એટલે કે અમૃત સ્નાન, મકરસંક્રાંતિના અવસરે, ૩ કરોડ ૫૦ લાખ ભક્તોએ શ્રદ્ધાની ડૂબકી લગાવી છે.
આ સાથે, ‘મહાકુંભ નગર’ વિશ્વનો સૌથી મોટો જિલ્લો બની ગયો છે. જણાવી દઈએ કે, આટલી મોટી ભીડ દુનિયામાં ક્યાંય એક દિવસમાં એકઠી થઈ નથી. સોમવારે, પોષ પૂર્ણિમાના પ્રથમ સ્નાન દિવસે, ૧.૬૫ કરોડ લોકોએ સંગમમાં ડૂબકી લગાવી હતી. અત્યાર સુધીમાં, ૫ કરોડથી વધુ ભક્તોએ પોષ પૂર્ણિમા અને મકરસંક્રાંતિ બંને સ્નાન તહેવારો પર ધાર્મિક સ્નાન કર્યું છે.
જ્યારે આ પછી આવતા મૌની અમાવસ્યાના ત્રીજા સ્નાન મહોત્સવ અને બીજા અમૃત સ્નાન મહોત્સવમાં ૮ થી ૧૦ કરોડ દેશી અને વિદેશી ભક્તો આવવાનો અંદાજ છે. આવી સ્થિતિમાં, આ મહાકુંભ દરમિયાન, ફરી એકવાર મહાકુંભ નગર દેશ અને વિશ્વનો સૌથી મોટો જિલ્લો બનવાનો રેકોર્ડ તૂટી જશે. એટલે કે ૧૪ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પર બનેલો વિશ્વ રેકોર્ડ ફક્ત ૧૫ દિવસ માટે જ રહેશે. ૨૯ જાન્યુઆરીએ આ રેકોર્ડ તૂટ્યા પછી, આ મહાકુંભ એક નવો વિશ્વ રેકોર્ડ બનાવશે. જેના કારણે દેશ અને દુનિયામાં એક દિવસમાં એક જિલ્લામાં સૌથી વધુ લોકો આવવાનો નવો રેકોર્ડ બનશે.
નોંધનીય છે કે, મહાકુંભના આયોજન અંગે રાજ્ય સરકારે એક જાહેરનામું બહાર પાડીને મહાકુંભ નગરને ૭૬મો જિલ્લો બનાવવામાં આવ્યો છે. આ જિલ્લામાં કુંભ મેળા અધિકારી વિજય કિરણ આનંદને જિલ્લા અધિકારી અને રાજેશ દ્વિવેદીને એસએસપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે, અધિકારી વૈભવ કૃષ્ણને મેળામાં ડ્ઢૈંય્ બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત મોટી સંખ્યામાં પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સરકારના નિર્દેશ પર ડીએમ પ્રયાગરાજ રવિન્દ્ર કુમાર માંધાડ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામામાં, મહાકુંભ મેળા જિલ્લાની સમગ્ર પરેડ અને ચાર તાલુકા સદર, સોરાવ, ફુલપુર અને કરચણાના ૬૭ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહાકુંભ મેળા જિલ્લાના અધિક કલેક્ટર, મેળા અધિકારી વિજય કિરણ આનંદને તમામ શ્રેણીના કેસોમાં કલેક્ટરની તમામ સત્તાઓનો ઉપયોગ કરવાની સત્તા આપવામાં આવી છે.