Western Times News

Gujarati News

મહાકુંભમાં 15 હજાર કરોડના ખર્ચ સામે ૩ લાખ કરોડ રૂપિયાનો ફાયદો

મહાકુંભમાં ૫૦ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ લઈને ગયા

પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશનમાં આયોજિત મહાકુંભમાં યોગી સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ થયો. જ્યારે વિપક્ષ મહાકુંભના આયોજનને લઈને સરકાર પર સતત સવાલો કરી રહી છે. જેમાં વિપક્ષે આક્ષેપ કર્યા કે, સરકાર મહાકુંભની બ્રાન્ડિંગ કરી રહી છે, ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભમાં થયેલા ખર્ચને લઈને ગણિત સમજાવ્યું હતું.

જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘પ્રયાગરાજે મહાકુંભમાં ૧ મહિનામાં ૫૦ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ડૂબકી લગાવી. જ્યારે ૫૦-૫૫ કરોડ શ્રદ્ધાળુઓના આગમનથી યુપીના અર્થતંત્રને ૩ લાખ કરોડ રૂપિયાનો ફાયદો થશે. મહાકુંભના નામે આપવામાં આવેલા બજેટથી માત્ર મહાકુંભ જ નહીં પરંતુ પ્રયાગરાજનું પણ સૌંદર્ય વધ્યું છે. ૧૫ હજાર કરોડ રૂપિયાના ખર્ચમાંથી ૩ લાખ કરોડ રૂપિયાનો નફો થયો.’

લખનઉ ફ્લાઈ ઓવર લોકાર્પણના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘હું સૌથી પહેલા અટલજીના સપનાનું લખનઉ બનાવવા માટે રાજનાથ સિંહનું સ્વાગત કરુ છું. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીનું લખનઉવાસીઓ તરફથી સ્વાગત કરુ છું. આજે શુક્રવારે ૧ હજાર કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના શિલાન્યાસ/ઉદ્‌ઘાટન થયુ છે. નવા ભારતનો એક નવુ ઉત્તર પ્રદેશ બની રહ્યું છે.

મુખ્યમંત્રી યોગીએ જણાવ્યું કે, ‘મહાકુંભમાં ૫૦ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવ્યા અને એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ લઈને ગયા. જ્યારે લખનઉમાં તમામ કાર્યો ખૂબ ઝડપથી થઈ રહ્યા છે. જેમાં એરો સિટીની સાથે લખનઉને છૈં શહેર તરીકે વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા ૮ વર્ષથી સંરક્ષણ ક્ષેત્રની જમીન ખૂબ જ સરળતાથી ઉપલબ્ધ છે.

હવે સંરક્ષણ મંત્રીના સહયોગથી અમે અક્ષયવટના પણ દર્શન કરી શકીએ છીએ.’પરિવહન ક્ષેત્રની કામગીરીને લઈને મુખ્યમંત્રીએ કહ્યું કે, ‘પ્રયાગરાજમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ રોડ માર્ગે આવ્યા. રેલવે અને એરપોર્ટ પર સારી વ્યવસ્થા કરવામાં આવી. જેમાં ઉત્તમ રોડ વ્યવસ્થાનો શ્રેય નિતિને ગડકરીને જાય છે. દેશમાં ૧૧૦ કરોડે હિન્દુઓમાંથી ૫૦ કરોડે મહાકુંભમાં ડૂબકી લગાવી.

મહાકુંભ સાથે સંકળાયેલા દરેક પ્રસ્તાને ગડકરીએ સ્વીકૃત કર્યા. હું આ અવસર પર બંને કેન્દ્રીય મંત્રીનું સ્વાગત કરુ છું. અમારા મંત્રીમંડળે ૨૨મી તારીખે મહાકુંભમાં પણ ડૂબકી લગાવી હતી. શાસ્ત્રીય બ્રિજની બાજુમાં બીજો બ્રિજ બનાવવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.’

તેમણે કહ્યું કે, ‘૫૦-૫૫ કરોડ શ્રદ્ધાળુઓના આગમનથી યુપીની અર્થવ્યવસ્થાને ૩ લાખ કરોડ રૂપિયાનો ફાયદો થશે. મહાકુંભના નામે આપવામાં આવેલા બજેટથી માત્ર મહાકુંભનું જ નહીં પણ પ્રયાગરાજનું પણ સુંદરીકરણ થયું. ૧૫ હજાર કરોડ રૂપિયાના ખર્ચમાંથી ૩ લાખ કરોડ રૂપિયાનો નફો થયો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.