બોપલના મહંતના અપહરણના સાત આરોપીઓ ઝડપાઈ ગયા
અમદાવાદ, જમીનના ભાવ આસમાને પહોંચતા ભૂમાફિયાઓનો ત્રાસ વધી ગયો છે. જેથી સરકારે પણ નવો કાયદો અમલી બનાવ્યો છે. તેવામાં જ ઘુમા ગામની કરોડોની જમીન મામલે મહંતનુ અપહરણ કરવામાં આવ્યુ અને પોલીસે ગણતરીના કલાકોમાં ૭ આરોપીની ધરપકડ કરી છે. જેમાં જમીન દલાલ, રૂપિયા રોકાણ કરનાર સહિત ૭ આરોપીને પોલીસે ઝડપ્યા છે. જાેકે અન્ય ફરાર ૩ આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. (Mahant Kripacharan Goswami of Ghuma Kabir Ashram has been abducted case. Complaint of abduction at Bopal police station, 7 arrested)
મહત્વનુ છે કે આરોપી પોલીસની ઓળખ આપી મહંતનુ અપહરણ કરવામા આવ્યુ હતું.ઘુમા ગામમાં આવેલા કબીર મંદિરમાં ૪૪ વર્ષથી મહંત પદે કૃપાલ ચરણ ગોસ્વામી છે. જે મહંતની દેખરેખ ધુમા ગામના લોકો રાખી રહ્યા છે. પણ ઘુમા ગામના સ્થાનિકોનુ કહેવુ છે કે, છેલ્લા પાંચ વર્ષથી ભુમાફિયાઓ મંદિરની કરોડો રૂપિયાની જમીન પડાવી પાડવા મહંતને ખોટી રીતે હેરાન કરી ધાકધમકીઓ આપી રહ્યા છે. એટલું જ નહીં મહંતની જમીન સસ્તા ભાવે વેચવાનું કહી સોશિયલ મીડિયા પર લખાણ લખી વાયરલ કરી રહ્યા છે.
જાેકે અગાઉ જમીન ખોટા ડોક્યુમેન્ટ બનાવવા મામલે મહંત દ્વારા બે જેટલી ફરિયાદો કરવામાં આવી છે. તેવામાં ગત સાંજે મહંતનુ ૩ લોકો પોલીસની ઓળખ આપી ગાડીમાં અપહરણ કર્યુ હતું. જે મામલે બોપલ પોલીસે ગુનો નોંધી ૭ આરોપીની ધરપકડ કરી છે. આશરે ૨૦૦૦ કરોડની જમીનના માલિક અને કબીર મંદિરના ગાદીપતિનુ અપહરણ થતા ગ્રામ્ય પોલીસ દોડતી થઈ હતી. સીસીટીવી તપાસ કરતા અપહરણ ની ઘટના પ્રકાશમા આવી હતી.
જેની તપાસ કરતા અપહરણના ૪ કલાક બાદ મંહત હેમખેમ પોલીસ મથકે પહોચ્યા ત્યાં પહોચી મહંતે એક ગાડીનો નંબર પોલીસને જણાવ્યો હતો. નંબરનો તપાસ કરતા જમીન દલાલ અને આરોપી જિગ્નેશ શાહ સુધી પોલીસ પહોંચી હતી. તેની પુછપરછમાં સામે આવ્યુ કે જંયતિભાઈ ગોહિલે રૂપિયા રોકી અને રઘુવિર જાડેજાના નામે બનાવટી બનાખત કરાવ્યું હતું.
જેનો દસ્તાવેજ કરવા માટે જિગ્નેશે મહંતને લઈ આવવા માટે ઈશાન પટેલના માધ્યમથી અજય પાટીલ, દેવેન્દ્ર ચોરસિયા અને નીકુલ નાયક કે જે તમામ ફરાર છે. તેઓએ અપહરણ કર્યુ હતુ. ઉપરાંત અન્ય બે આરોપી કે જેમની સંડોવણી સામે આવતા પોલીસે રૂડાભાઈ ભરવાડ અને મનોજ ભરવાડની ધરપકડ કરી છે. મહંતનુ અપહરણ કરી ૪ કલાક ગોંધી રાખનાર આરોપીઓ મહંતને કલ્હાર બંગોલમાં કેવલ પટેલના ઘરે લઈ ગયા હતા. જેની પોલીસે પુછપરછ હાત ધરી છે.SSS