અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહંત શ્રી નૃત્ય ગોપાલ દાસજી રાજ્યપાલની મુલાકાતે રાજભવન પધાર્યા

અયોધ્યામાં શ્રીરામ મંદિરના નિર્માણ માટે ગઠિત સંસ્થાન શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના અધ્યક્ષ પૂજ્ય મહંત શ્રી નૃત્ય ગોપાલ દાસજી આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની મુલાકાતે રાજભવન પધાર્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પૂજ્ય મહંત શ્રી નૃત્ય ગોપાલ દાસજીનું ઉષ્માભર્યું સ્વાગત કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
અયોધ્યાના સૌથી મોટા મંદિર મણિરામ દાસજીની છાવણીના અધ્યક્ષ તથા રામ જન્મભૂમિ ન્યાસના પ્રમુખ પૂજ્ય મહંત શ્રી નૃત્ય ગોપાલ દાસજી શ્રીકૃષ્ણ જન્મસ્થાન સેવા સંસ્થાનના પણ પ્રમુખ છે.
૮૬ વર્ષના પૂજ્ય મહંતશ્રી નૃત્ય ગોપાલ દાસજી મહારાજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીને શુભાશિષ અને શુભકામનાઓ પાઠવ્યા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મહાન શુભકાર્ય માટે પ્રસન્નતાપૂર્વક અહોભાવ વ્યક્ત કર્યો હતો.