આમિરને ‘મહારાજ’ની એક્ટ્રેસ શાલિની પાંડે ઓળખી શકી નહીં
મુંબઈ, આમિર ખાનના દિકરા જુનૈદ ખાને એક્ટ્રેસ શાલિની પાંડે સાથે ‘મહારાજ’ ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મથી જુનૈદે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું છે.
શાલિનીને પણ આ ફિલ્મથી વધારે લોકપ્રિયતા મળી હતી. ત્યારે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેણે આમિર ખાન સાથેની મુલાકાતનો એક રમુજી કિસ્સો જણાવ્યો હતો. શાલિનીએ જણાવ્યું હતું કે આ ફિલ્મમાં કામ કરતાં કરતાં તેને જુનૈદ સાથે સારી દોસ્તી થઈ ગઈ હતી.
ફિલ્મ રિલીઝ પછીની ઘટનાઓ અંગે વાત કરતાં શાલિનીએ કહ્યું હતું કે આમિર ખાને એ ધ્યાન રાખ્યું હતું કે તે મહારાજની સક્સેસ પાર્ટીમાં હાજરી આપવાનું ચૂકે નહીં. તેમાં પણ જ્યારે શાલિની આમિરને ઓળખી શકી નહીં, ત્યારે આ ઘટના થોડી રમુજી બની ગઈ હતી.
શાલિનીએ આ અંગે કહ્યું,“અમારે ફિલ્મની સક્સેસ પાર્ટીમાં જવાનું હતું, હું અને જુનૈદ દોસ્ત બની ગયા હતા. તો તેમણે(આમિર) મને પૂછ્યું કે “તું પાર્ટીમાં આવે છે ને?” મને થયું , “આ કોણ છે?” એમણે કહ્યું, “જુનૈદના ડૅડ”. તો પણ હું ઓળખી શકી નહીં અને મેં પૂછ્યું, “જુનૈદના ડૅડ કોણ?” પછી મને સમજાયું, અને એમણે કહ્યું, “આમિર ખાન”.
”શાલિનીએ કબૂલ્યું કે તે આમિરને ઓળખી શકી નહીં તેથી તે ખૂબ શરમજનક સ્થિતિમાં મુકાઈ હતી, પરંતુ આમિરે આ વાતને ઘણી હળવાશથી લીધી હતી. તેણે કહ્યું,“મેં કહ્યું, સોરી સર” તો એ હસવા લાગ્યા અને કહ્યું, “ના..ના બિલકુલ, હું તારો અંકલ છું..હું જુનૈદનો ડૅડ.” એક ક્ષણ માટે, હું બિલકુલ ભુલી જ ગઈ હતી કે જુનૈદના પપ્પા કોણ છે. અચાનક મને ખ્યાલ આવ્યો, કે આ આમિર ખાન છે.”SS1MS