મહારાષ્ટ્રના 12 ગામોને હવે ગુજરાતમાં જોડાઈ જવું છે
મહારાષ્ટ્રના ગામોએ વિકાસ માટે ગુજરાતમાં જાેડાઈ જવા આવેદન આપ્યુ-સુરગાણા સીમા સંઘર્ષ સમિતિએ નાસિક કલેકટર અને મંત્રી સાથે બેઠક કરી
અમારા ગામડા પછાત રહી ગયા. આમ કહીને તેમણે પોતાના ગામડાને ગુજરાત સાથે જાેડવા સરકારને વિનંતી કરી હતી.
સુરત, મહારાષ્ટ્ર સરકાર પર ૭પ વર્ષો સુધી આધારીતે રહેવા છતાં તેમના ગામો વિકાસની દ્રષ્ટીએે પછાત રહી ગયાનો દાવો કરીને પોતાના ગામડાને ગુજરાત રાજ્યમાં ભેળવી દેવાની માંગ કરતું આવેદન પત્ર રાજ્ય સરહદે આવેલા મહારાષ્ટ્રના સુરગાણા તાલુકાના ૧ર ગામના રહેવાસીઓએ નવસારી જીલ્લાના વાંસદાના મામલતદારને મંગળવારે સોંપ્યુ હતુ.
ગુજરાતમાં વિલીન થવાની માંગ સાથે આ ગ્રામવાસીઓએ સુરગાણા સીમા સંઘર્ષ સમિતિની રચના કરી તાજેતરમાં જ નાસિક જીલ્લા કલેકટર ગંગાધરણ ડી અને મહારાષ્ટ્રના મંત્ર દાદાજી ભૂસેેે સાથે એક બેઠક પણ કરી હતી. આ પ્રતિનિધિઓએે રસ્તા, વીજળી, પાીણ, શિક્ષણ સહિતની પોતાની માંગોની રજુઆત કરી હતી.
આ સમિતિની રજુઆત હતી કે મહારાષ્ટ્રમાંથી ગુજરાતની રચના કરાઈ ત્યારે સુરગાણાના અનેક ગામો ડાંગ જીલ્લા સાથે વિલીન થયા હતા. જ્યારે અન્ય બાકી રહી ગયા હતા. ૬૦ ગામોનો વિકાસ થયો પણ અમારા ગામડા પછાત રહી ગયા.
આમ કહીને તેમણે પોતાના ગામડાને ગુજરાત સાથે જાેડવા સરકારને વિનંતી કરી હતી.
આ સમિતિના અધ્યક્ષ ચિંંતામન ગાવિતે કહ્યુ હતુ કે આ ૧ર ગામની એકંદરે બે લાખ જેટલી આદિવાસીઓની વસ્તી છે. જે ચોમાસા દરમ્યાન ખેતી પર નભે છે. એ સિવાય એમના ગામોમાં પાણી, કોલેજ, રોજગાર, રસ્તા, બસ કે આરોગ્ય જેવી કોઈ સેવા નથી.
તેમના ગામોમાં પર્યટનની વિકાસ થઈ શકે એમ જણાવી ગાવિતે ઉમેર્યુ હતુ કે તાકીદને તબીબી સેવાઓ માટે તેમના ગામો ડાંગ અને નવસારી જેવા જીલ્લાઓ પર આધારીત છે. અમારે તમામ સુવિધાઓ જાેઈએ છે અને અમે ગુજરાત સરકારને વિનંતી કરતુ મેમોરેન્ડમ આપ્યુ છે કે અમારા ૧ર ગામોને રાજ્યમાં સમાવી લે. તેમના કહ્યા અનુસાર મહારાષ્ટ્ર સરકારે પણ તેમને આશ્વાસન આપ્યુ છે.અને આગળ પગલાં લેતા પહેલાં તેઓ સરકારને સમય આપશે.