મહારાષ્ટ્રના વર્ધાની સ્ટિલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, ૪૪ મજૂરો ઇજાગ્રસ્ત
વર્ધા, વર્ધાની ઉત્તમ ગાલવા ફેક્ટ્રીમાં ભીષણ બ્લાસ્ટમાં ૪૪ મજૂરો ઘાયલ થઈ ગયા છે. અન્ય ૬ની હાલત ઘણી જ નાજુક કહેવામાં આવી રહી છે. ઘાયલોને સેવાગ્રામ તેમજ સાવંગી મેઘે હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. #Maharashtra: 44 workers injured in Uttam Galva Steel Plant in Wardha district while removing the ash from the furnace of the plant.
આ સ્ટીલ પ્લાન્ટ વર્ધા વિસ્તારમાં છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની ગાડીઓ અને અધિકારીઓ છે. બ્લાસ્ટની પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. ફેક્ટરીની અન્ય કોઈ બીજા મજૂરો ફસાયા તો નથી તેની તપાસ કરવામાં આવી રહી છે.
વર્ધાની ઉત્તમ ગાલવા ફેક્ટરીમાં આ ઘટના ૧૦ઃ૩૦ વાગ્યે બની છે. બ્લાસ્ટની પાછળના કારણની અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. આસપાસના મજૂરોએ જણાવ્યું કે, ફેક્ટરીમાં બૉયલરના સળગતા કોલસા ઉડીને કર્મચારીઓ પર આવી પડ્યા હતા, જેના કારણે અચાનક બ્લાસ્ટ થયો. ઘટનામાં ૬ મજૂરો એવા છે જે ૪૦ ટકાથી વધારે સળગ્યા છે. ઘાયલોને નજીકની હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.