Western Times News

Gujarati News

ભાજપ-શિંદે જૂથ વચ્ચે તરજાેડ શરૂઃ કોને શું તેના પર ચર્ચાનો દોર

મુંબઈ, મહારાષ્ટ્રમાં રાજકીય રાજરમતમાં એક વખત ફજેતી થયા બાદ હવે બીજેપી સંપૂર્ણપણે સતર્કતા દાખવીને આગળ વધી રહી છે. ગઈકાલે સુપ્રિમ કોર્ટે બે અરજીઓના સંદર્ભમાં બળવાખોર ધારાસભ્યો પર ૧૧મી જુલાઈ સુધી કોઈ ર્નિણય ન લેવા આદેશ કર્યો છે એટલેકે હવે શિંદે સમૂહ ૧૧મી જુલાઈ સુધી સુરક્ષિત છે અને સામે પક્ષે અનેક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ સમય બીજેપી માટે ગોલ્ડન ચાન્સ સાબિત થઈ શકે છે કે તેઓ શિંદે સમૂહ સાથે વાટાઘાટો કરી શકે.

જાેકે સુપ્રિમના આદેશના બીજા જ દિવસે એક મોટા અહેવાલ બહાર આવી રહ્યાં છે કે બીજેપી અને શિંદે સમૂહ વચ્ચે જાેડતોડ શરૂ થઈ ગઈ છે અને કોને કેટલા પદ મળશે તેની પણ પ્રારંભિક ચર્ચાઓ આરંભાઈ છે.
સૂત્રોએ આપેલ માહિતી અનુસાર શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ઉદ્ધવ ઠાકરેથી અલગ થઈને ભારતીય જનતા પાર્ટી સાથે સરકાર બનાવી શકે છે. આ અંગે આંતરિક રીતે ચર્ચા ચાલી રહી છે.

અત્યારે શિંદે અને ભાજપ સમૂહ બંને પક્ષો સહમત થઈ શકે અને સરકાર બની શકે તે અંગેની શરતો પર ચર્ચા કરી રહ્યાં છે પરંતુ આ ઉથલપાથલ અને આશંકિત બીજેપી સરકાર અંગે સૌથી મોટો સવાલ એ છે કે શું એકનાથ શિંદે ડેપ્યુટી સીએમ પદ માટે ભાજપ પર દબાણ બનાવશે ?
આ સિવાય એકનાથ શિંદેએ ૧૨ વાગે બળવાખોર ધારાસભ્યો સાથે બેઠક પણ બોલાવી છે. આ બેઠક ગુવાહાટીની બળવાખોર ધારાસભ્યો રોકાયા છે તે જ હોટલ રેડિસન બ્લુ હોટલમાં યોજાશે.

શિવસેનાથી અલગ થયેલ શિંદે કઈ સ્થિતિમાં ભાજપ સાથે બેસીને સરકાર રચી શકે છે તે અંગેનો પહેલો અને મોટો સવાલ એ છે કે શું એકનાથ શિંદે પોતાના માટે ડેપ્યુટી સીએમ પદ માંગશે ? તેમને કયું મંત્રાલય મળશે તે અંગે સૌથી પહેલી ચર્ચાઓ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ જાે બળવાખોર ધારાસભ્યો ભાજપ સાથે મળીને સરકાર બનાવે છે તો શિંદે જૂથના ૮ ધારાસભ્યોને કેબિનેટ મંત્રી અને ૫ને એમઓએસનો દરજ્જાે મળી શકે છે.

તે જ સમયે ૨૯ કેબિનેટ મંત્રીઓ ભાજપના હશે. એકનાથ શિંદે ઈચ્છે છે કે બળવાખોર જૂથ સાથે આવેલા અપક્ષ ધારાસભ્યોને તેમના ક્વોટામાંથી ભાજપ દ્વારા મંત્રી બનાવવામાં આવે. સીએમઅને ડેપ્યુટી સીએમની કમઠાણ સાથે સૌથી મોટી અડચણ એ પણ આવી છે કે શિંદે સમૂહના મંત્રીઓ તેમની પાસે અઘાડી સરકારમાં રહેલ મંત્રાલયો જ પરત ઈચ્છે છે. આ માંગ પાછળનું એક કારણ છે કે છેલ્લા એક મહિનામાં આ બળવાખોર મંત્રીઓએ લીધેલા મહત્વના ર્નિણયો પર ઉદ્ધવ સરકારે રોક લગાવી દીધી છે.

ગઈકાલે જ આ મંત્રીઓ પાસેથી પોર્ટફોલિયો છીનવીને અન્ય ધારાસભ્યોને સોંપવામાં આવ્યા છે.
સૂત્રોએ આપેલ માહિતી અનુસાર બીજેપી સાથે સરકાર બનશે તો શિંદે સમૂહના ૮ સ્ન્છને કેબિનેટ મંત્રી અને ૫ને રાજ્ય મંત્રીનો હવાલો મળી શકે છે.

સંભવિત મંત્રીઓની યાદીમાં એકનાથ શિંદે, દાદા ભુસે, ગુલાબરાવ પાટીલ, સંદીપન ભુમરે, ઉદય સામંત, શંભુરાજ દેસાઇ, અબ્દુલ સત્તાર, રાજેન્દ્ર પાટીલ યેદ્રાઓકર, બચ્ચુ કડુ (પ્રહાર જનશક્તિ)
આ સિવાય બીજેપી-શિંદે સમૂહની સરકારમાં દીપક કેસરકર, પ્રકાશ આબિડકર, સંજય રાયમુલકર, સંજય શિરસાથ અંગે પણ ચર્ચા થવી સંભવ છે.SS2KP


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.