Western Times News

Gujarati News

મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામોના 22 દિવસ પછી મંત્રીમંડળનું વિસ્તરણ થયું

ફડણવીસ સરકારમાં ૧૯ ભાજપ, ૧૧ શિવસેના (એકનાથ શિંદે જૂથ) અને ૯ એનસીપી (અજિત પવાર જૂથ) ક્વોટામાંથી મંત્રીઓનો સમાવેશ

ફડણવીસ સરકારના મંત્રીમંડળનું પહેલું વિસ્તરણ, ૩૯ ધારાસભ્યએ લીધા શપથ

(એજન્સી)મુંબઈ, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોના ૨૩મા દિવસે રવિવારે નાગપુરમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયું હતું. ફડણવીસ સરકારમાં ૩૩ કેબિનેટ અને ૬ રાજ્ય મંત્રીઓએ શપથ લીધા. સીએમ અને ૨ ડેપ્યુટી સીએમ સહિત આ સંખ્યા વધીને ૪૨ થઈ ગઈ છે. કેબિનેટમાં કુલ ૪૩ મંત્રીઓ શપથ લઈ શકે છે. એક સીટ ખાલી રાખવામાં આવી છે.

ફડણવીસ સરકારમાં ૧૯ ભાજપ, ૧૧ શિવસેના (એકનાથ શિંદે જૂથ) અને ૯ એનસીપી (અજિત પવાર જૂથ) ક્વોટામાંથી મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ૪ મહિલા અને ૧ મુસ્લિમ ચહેરાને સ્થાન મળ્યું છે. કેબિનેટમાં સૌથી યુવા મંત્રી એનસીપીના અદિતિ તટકરે (ઉં.વ.૩૬) છે અને સૌથી વૃદ્ધ મંત્રી ભાજપના ગણેશ નાઈક (ઉં.વ.૭૪) છે.

ભાજપના પંકજ ભોયર સૌથી વધુ શિક્ષિત મંત્રી છે. શિવસેનાના ભરત ગોગાવલે સૌથી ઓછા ભણેલા (૮ પાસ) મંત્રી છે. કેબિનેટમાં ૩૦-૪૦ વર્ષની વયના બે મંત્રીઓ, ૪૦-૫૦ વર્ષની વયના ૧૨ મંત્રીઓ, ૫૦-૬૦ વર્ષની વયના ૧૨ અને ૬૦ વર્ષથી ઉપરના ૧૩ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદર્ભના સહ-સંયોજક અને શિવસેના (શિંદે જૂથ)ના નાયબ નેતા નરેન્દ્ર ભોંડેકરે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું કારણ કે તેમને નવા મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા ન હતા.

તેઓ ભંડારાથી ધારાસભ્ય તરીકે જીત્યા હતા. કેબિનેટ વિસ્તરણ પહેલા અજિત પવારની હાજરીમાં નાગપુરમાં એનસીપીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અજિત પવારે મંત્રી પદને લઈને મોટું નિવેદન આપ્યું હતું. એનસીપી પ્રમુખ અજિત પવારે કહ્યું કે આજે શપથ લેનાર મંત્રીનો કાર્યકાળ અઢી વર્ષનો રહેશે. પવારે કહ્યું કે કેબિનેટ વિસ્તરણ પહેલા મહાગઠબંધનના તમામ સભ્યો આ અંગે સહમત થયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, શિંદે જૂથમાંથી સંજય શિરસાઠ, ચંદ્રકાંત પાટીલ, જયકુમાર રાવલ અને ભાજપમાંથી નીતિશ રાણેને પણ મંત્રી તરીકે શપથ લેવા માટે બોલાવવામાં આવ્યા છે. માધુરી મિસાલ, પંકજા મુંડે, મેઘના બોર્ડીકર અને શિવેન્દ્ર સિંહ રાજે ભોસલેને પણ નાગપુર બોલાવવામાં આવ્યા છે. એનસીપી તરફથી સના મલિક અને નરહરી ઝિરવાલને પણ ફોન આવ્યો છે.

ભાજપે પણ કેટલાક નવા ચહેરાઓને તક આપવાનું નક્કી કર્યું છે. જો કે, તે તેની ૨૦ બેઠકોના ક્વોટામાં કેટલીક બેઠકો ખાલી રાખી શકે છે. અહીં શિવસેનાએ ૫ જૂના અને ૭ નવા ચહેરાઓને તક આપી છે. કેબિનેટમાં સમાવિષ્ટ મંત્રીઓની અંતિમ યાદી થોડા સમયમાં રાજ્યપાલને સોંપવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.