Western Times News

Gujarati News

મહારાષ્ટ્ર 20 નવેમ્બરે મતદાનઃ ૫૨૭૮૯ સ્થળોએ ૧૦૦૧૮૬ મતદાન મથકો- કુલ મતદારો – ૯.૬૩ કરોડ

મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણીની જાહેરાત -ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ઝારખંડમાં બે તબક્કામાં મતદાન થશે પ્રથમ તબક્કાનું મતદાન ૧૩મી નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન ૨૦મી નવેમ્બરે થશે

(એજન્સી)મહારાષ્ટ્ર, મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે, કેન્દ્રીય ચૂંટણી પંચે બન્ને રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે બપોરે પ્રેસ કાન્ફરન્સ કરીને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટેની તારીખોની જાહેરાત કરી દીધી છે. આ વખતે મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે, આગામી મહિને ૨૦મી નવેમ્બરે મતદાન યોજાશે અને ૨૩મી નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે.

મુખ્ય ચૂંટણી પંચે પ્રેસ કાન્ફરન્સમાં તાજેતરમાં યોજાયેલી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ઊંચા મતદાન માટે મતદારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમને કહ્યું કે જમ્મુ-કાશ્મીરના જનાદેશે નવી આશાનો સંચાર કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં પુનઃમતદાનની જરૂર ના પડી, મતદારોએ લોકતંત્રને વધુ મજબૂત બનાવ્યું છે. જમ્મુ-કાશ્મીરની જનતાએ નાપાક ઈરાદાઓ નિષ્ફળ બનાવ્યા છે.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં મતદાન થશે. ૨૦મી નવેમ્બરે મતદાન થશે અને તેનું પરિણામ ૨૩મી નવેમ્બરે આવશે.ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ઝારખંડમાં બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન ૧૩મી નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન ૨૦મી નવેમ્બરે થશે.મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ભારત દરેક ચૂંટણીમાં નવો ઈતિહાસ રચી રહ્યું છે.

મહારાષ્ટ્રમાં ૫૨૭૮૯ સ્થળોએ ૧૦૦૧૮૬ મતદાન મથકો, કુલ મતદારો – ૯.૬૩ કરોડ. ઝારખંડમાં ૮૧ બેઠકો, ૨.૬ કરોડ મતદારો, પ્રથમ વખત મતદારો – ૧૧.૮ લાખ. ૨૦૨૮૧ સ્થળોએ ૨૯૫૬૨ મતદાન મથકો.મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, “મહારાષ્ટ્રમાં કુલ મતદારોની સંખ્યા ૯.૬૩ કરોડ છે, જેમાંથી ૪.૯૭ કરોડ પુરૂષ અને ૪.૬૬ કરોડ મહિલા મતદારો છે.

પ્રથમ વખત મતદારોની સંખ્યા ૨૦.૯૩ લાખ છે. અહીં ૧,૦૦,૧૮૬ મતદાન મથકો છે. મહારાષ્ટ્ર આ વખતે પણ અમ ઁઉડ્ઢ અને મહિલાઓ દ્વારા સંચાલિત બૂથ સ્થાપિત કરીશું.મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, “ઝારખંડમાં કુલ મતદારોની સંખ્યા ૨.૬ કરોડ છે, જેમાંથી ૧.૨૯ કરોડ મહિલા અને ૧.૩૧ કરોડ પુરૂષ મતદારો છે. પ્રથમ વખત મતદારોની સંખ્યા ૧૧.૮૪ લાખ છે. ત્યાં ૨૯,૫૬૨ મતદાન મથકો હશે.

ઝારખંડમાં”આ પહેલા સવારે ચૂંટણી પંચે એક પત્ર જાહેર કરીને કહ્યું હતું કે, રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બપોરે ૩.૩૦ વાગ્યે એક પ્રેસ કાન્ફરન્સ યોજાશે, જેમાં ચૂંટણીની તારીખ અને મત ગણતરીની તારીખની પણ જાહેરાત કરવામાં આવશે.મહારાષ્ટ્રની વાત કરીએ તો અહીં વિધાનસભાના ૨૮૮ સભ્યોને ચૂંટવા માટે મતદાન થવાનું છે.

રાજ્યમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીઓ ઓક્ટોબર ૨૦૧૯ માં યોજાઈ હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના જોડાણ એનડીએને સરકાર બનાવવા માટે સ્પષ્ટ બહુમતી મળી હતી, પરંતુ આંતરિક વિખવાદને કારણે, શિવસેના ગઠબંધન (દ્ગડ્ઢછ) છોડીને રાષ્ટ્રવાદીમાં જોડાઈ હતી. કોંગ્રેસ પાર્ટીએ સાથે મળીને નવું ગઠબંધન કર્યું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પણ સ્ફછ માં જોડાઈ અને અહીં રાજ્ય સરકારની રચના કરી, જેમાં ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા.

૨૦૨૨ માં મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ પછી એકનાથ શિંદેએ ૪૦ ધારાસભ્યો સાથે ભાજપ સાથે સરકાર બનાવી. જે બાદ એકનાથ શિંદે નવા મુખ્યમંત્રી બન્યા. ૨૦૨૩ની રાજકીય કટોકટી પછી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો અજિત પવાર જૂથ પણ સરકારમાં જોડાયું.મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં ૨૬ નવેમ્બરે અને ઝારખંડમાં ૨૯ ડિસેમ્બરે સરકારનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.