Western Times News

Gujarati News

21000 કિલોથી વધુ ગૌમાંસ સાથે બે આરોપીઓની ધરપકડ

મુંબઇ, મહારાષ્ટ્ર પોલીસે પાલઘરના કાસા વિસ્તારમાંથી ૨૧,૦૧૮ કિગ્રા ગૌમાંસ જપ્ત કર્યું છે. આ સાથે જ આ મામલે તમિલનાડુના ૨ શખ્સ (રાજેન્દ્ર અને રંજીત કુમાર)ની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીઓ કથિત રીતે આ ગૌમાંસને એક કન્ટેનર ટ્રકમાં તમિલનાડુથી થાણે લઈ જઈ રહ્યા હતા. પાલઘર પોલીસ દ્વારા પકડવામાં આવેલા બીફની કિંમત ૨૦.૬ લાખ રૂપિયા જેટલી છે. એક અધિકારીએ શનિવારે આ જાણકારી આપી હતી.  from Tamil Nadu, K Rajendra & Ranjit Kumar, who were allegedly transporting it in a container truck. The beef was being transported to Thane from Tamil Nadu: Palghar Police

વરિષ્ઠ નિરીક્ષક અજય વસાવેએ જણાવ્યું કે, એક ગુપ્ત સૂચનાના આધાર પર જિલ્લા ગ્રામીણ પોલીસે પાલઘરમાં મુંબઈ-અમદાવાદ રાજમાર્ગ પર ઘોલ ગામમાં જાળ બિછાવી હતી અને એક કન્ટેનર ટ્રકને અટકાવ્યો હતો. તપાસ દરમિયાન પોલીસને ગૌમાંસ તમિલનાડુથી રાજ્યમાં લાવવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

અધિકારીએ જણાવ્યું કે, ટ્રાન્સપોર્ટર્સે ખેપ અંગે ખોટું નિવેદન આપીને ભાગવા પ્રયત્ન કર્યો હતો પરંતુ તેઓ પકડાઈ ગયા હતા. વાહનમાંથી ૨૦ લાખના મૂલ્યનું કુલ ૨૧,૦૧૮ કિગ્રા ગૌમાંસ જપ્ત કરવામાં આવ્યું હતું અને ગેરકાયદેસર ખેપ તલોજા પહોંચાડવાની હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે બંને આરોપીઓ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. તેઓ બંને તમિલનાડુના અરિયાલુરના રહેવાસી છે. પોલીસે કન્ટેનર ટ્રકના માલિક તથા ગુનામાં સંકળાયેલા અન્ય લોકો વિરૂદ્ધ આઈપીસીની કલમ, મહારાષ્ટ્ર પશુ અધિનિયમ અને પશુ ક્રૂરતા અધિનિયમ સંબંધી ધારાઓ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.