ટીટોઇના શ્રી કૈલાશ પતિ ટેકરી મહાદેવ મંદિરે મહાશિવરાત્રી ઉજવણી અને ધ્વજારોહણ થશે
(પ્રતિનિધિ) મોડાસા, મોડાસા તાલુકાના ટીંટોઇ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી મહોત્સવ તા.૧૮.૨.૨૦૨૩ને શનિવારે ઉજવાશે.ધ્વજારોહણ સવારે ૮-૦૦ કલાકે થશે. “મહા શિવરાત્રિ”ના શુભ દિને જય ભોલે મિત્ર મંડળ દ્વારા ટીંટોઈ ટેકરી મહાદેવના આ મંદિરે સવારે . મહાકાલેશ્વર દાદા જેવો ભગવાન ટેકરી મહાદેવનો વિશેષ શણગાર તથા મહાઆરતી નું આયોજન કરાયું છે.
આ જરીતે નજીક વાંદિયોલ ગામે વૈજનાથના પ્રાચીન શિવાલયે પણ પૂ.મહંત વાસુદેવજીની સાન્નિધ્યમાં ધામધૂમથી મહાશિવરાત્રી ઉત્સવ ઉજવાશે. મહા આરતી સવારે ૧૧-૦૦ કલાકે થશે.