મહાઠગ સુકેશ ચંદ્રશેખર અને તેની પત્નીને મંડોલી જેલમાં શિફટ કરાશે

નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે કોનમેન અને ભારતીય બિઝનેસમેન સુકેશ ચંદ્રશેખરને દિલ્હીની જ મંડોલી જેલમાં શિફ્ટ કરવાનો આદેશ જારી કર્યો છે. કોર્ટના આદેશમાં સુકેશ અને તેની પત્ની લીના મારિયા પોલને પણ તે જ જેલમાં શિફ્ટ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે આ બંને હાલમાં તિહાર જેલમાં બંધ છે, પરંતુ તિહારમાં તેઓએ કહ્યું હતું કે તેમને જીવનું જાેખમ છે, ત્યારબાદ કોર્ટે તેમને મંડોલી શિફ્ટ કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટના આદેશ મુજબ બંનેને એક સપ્તાહમાં મંડોલી જેલમાં શિફ્ટ કરવામાં આવશે.સુકેશ અને તેની પત્નીને મંડોલી જેલમાં શિફ્ટ કરવાનો આદેશ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસઆર ભટ અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની બેન્ચે આપ્યો છે. જાે કે, બંનેએ કોર્ટમાં માંગ કરી હતી કે તેમને દિલ્હીની બહારની જેલમાં ખસેડવામાં આવે.
તમને જણાવી દઈએ કે સુકેશ ચંદ્રશેખરને મની લોન્ડરિંગ અને ઘણા લોકોને છેતરવાના આરોપમાં કથિત રીતે લોક-અપ પાછળ મોકલવામાં આવ્યા હતા. બેન્ચે કહ્યું કે રેકોર્ડ પર ઉપલબ્ધ તથ્યોને ધ્યાનમાં રાખીને અને ૧૭ જૂન, ૨૦૨૨ના આદેશને ધ્યાનમાં રાખીને, કોર્ટનું માનવું છે કે પ્રતિવાદી દ્વારા ૨૩ જૂન, ૨૦૨૨ના રોજ આપેલા નિવેદનના આધારે, અરજદારોને મંડોલી જેલમાં ખસેડવામાં આવે.HS1MS