મરોલી પ્રાથમિક શાળામાં મહાત્મા ગાંધીની જન્મજયંતિ ઉજવાઇ
સુરત, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ,સુરત હસ્તકની ઓલપાડ તાલુકાની કમરોલી પ્રાથમિક શાળામાં વિશ્વફલક ઉપર અહિંસાનું મહત્વ સમજાવનારા અને દેશને આઝાદી અપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા મહાત્મા ગાંધીની ૧૫૩મી જન્મજયંતિ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાનાં બાળકોએ ગાંધીજીની છબીને ફૂલહાર પહેરાવી સર્વ ધર્મ પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
શાળાનાં મુખ્યશિક્ષિકા શ્રીમતી હેમલતાબેન પટેલ તથા ઉપશિક્ષિકા શ્રીમતી જ્યોતિબેન પટેલે સાબરમતીનાં સંત અને યુગપુરૂષ એવાં ગાંધીજીનાં જીવન પ્રસંગો બાળકો સમક્ષ વર્ણવ્યા હતાં. સાથે જ બાળકોને જય જવાન, જય કિસાનનો નારો આપનાર પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીનાં જીવન ચરિત્રથી માહિતગાર કરવામાં આવ્યા હતાં.