Western Times News

Gujarati News

મહાત્મા મંદિરમાં યોજાયું હોમીયોપેથી પ્રદર્શન: દેશભરના હોમીયોપેથી પ્રેક્ટિસનર્સ સહભાગી થયા

ગાંધીનગરમાં દ્વિ દિવસીય હિમીયોપેથી કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

·        દેશમાં હોલિસ્ટીક હેલ્થકેરનું વાતાવરણ નિર્માણ થતાં ટ્રેડિશનલ મેડિસીન પ્રત્યે મહત્વ અને આકર્ષણ વધ્યાં છે: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

-: મુખ્યમંત્રીશ્રી :-

·        પ્રિવેન્ટીવ અને પ્રાયમરી હેલ્થ કેર એ મજબૂત હેલ્થકેર સિસ્ટમની કરોડરજ્જૂ સમાન છે.  

·        નેશનલ આયુષ મિશન દ્વારા વડાપ્રધાનશ્રીએ હોમીયોપેથીને દેશની સરકારી હોસ્પીટલો અને વેલનેસ સેન્ટરમાં સ્થાન અપાવ્યું છે.

·        જામનગરનું WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસીન સેન્ટર પરંપરાગત ચિકિત્સા પદ્ધતિમાં નવું માઇલસ્ટોન બનશે.

:- કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ:-

ગુજરાત વિશ્વના સૌથી મોટા હોમિયોપેથી સંમેલનનું યજમાન બન્યું છે જે ગૌરવ સમાન

:- આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ :-

ભારતીય આયુષ ચિકિત્સા પદ્ધતિ-પરંપરામાં હોમિયોપેથીનું વિશેષ યોગદાન

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ હોમીયોપેથી દિવસે હોમીયોપેથી ચિકિત્સકોસંશોધકો અને વિદ્યાર્થીઓની બે દિવસની કોન્ફરન્સનો પ્રારંભ કેન્દ્રીય આયુષ રાજ્યમંત્રીશ્રી પ્રતાપરાવ જાધવની પ્રેરક ઉપસ્થિતિમાં કરાવ્યો હતો.

આ કોન્ફરન્સનું આયોજન ભારત સરકારના આયુષ મંત્રાલય અને નેશનલ હોમીયોપેથી કાઉન્સીલના ઉપક્રમે ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે. દેશભરના રાજ્યોના હોમીયોપેથી સાથે સંકળાયેલા તબીબોછાત્રો અને તેમાં રસ ધરાવતા વ્યક્તિઓ-સંગઠનો આ કોન્ફરન્સમાં સહભાગી થવાના છે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રિવેન્ટીવ અને પ્રાયમરી હેલ્થકેરને મજબૂત હેલ્થકેર સિસ્ટમની કરોડરજ્જૂ ગણવાતા સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી દેશમાં હોલીસ્ટીક હેલ્થકેરનું વાતાવરણ ઉભું થયું છે. આના પરિણામે ટેડિશનલ મેડિસીન પ્રત્યેનું મહત્વ અને આકર્ષણ વધ્યાં છે.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે હોમીયોપેથીના પાયાની રચના કરનારા અને માનવસેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દેનારા ડો.સેમ્યુઅલ હેનિમેનને ભાવાંજલી આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે અધ્યયનઅધ્યાપન અને અનુસંધાનની થીમ સાથે આયોજીત આ સંમેલન હોમીયોપેથીના વ્યાપ વિસ્તરણમાં મહત્વપૂર્ણ બનશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે સસ્ટેનેબલ હોમીયોપેથી હેલ્થકેર એપ્રોચ ધરાવતી હોમીયોપેથી સહિતની ટ્રેડિશનલ ઉપચાર પદ્ધતિઓને પહેલાં ક્યારેય મહત્વ મળ્યું ન હતું.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં દેશમાં પ્રથમવાર અલાયદું આયુષ મંત્રાલય કાર્યરત કરાવીને આયુર્વેદયુનાનીનેચરોપેથી અને હોમીયોપેથીના ક્ષેત્રમાં શિક્ષણસંશોધન અને પ્રચારને મહત્વ આપ્યું છે.

નેશનલ આયુષ મિશનના માધ્યમથી હોમીયોપેથીને દેશની સરકારી હોસ્પીટલોમાં અને વેલનેસ સેન્ટર્સમાં સ્થાન મળ્યું છે. એટલું જ નહીં હોમીયોપેથીમાં ક્વોલિટી એજ્યુકેશન માટે હોમીયોપેથી સેન્ટ્રલ કાઉન્સીલ એક્ટમાં બદલાવ પણ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં થયો છે એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આયુષમંત્રાલયના પરિણામે દેશના હેલ્થકેર લેન્ડસ્કેપમાં બદલાવો આવ્યાં છે તેની ભૂમિકા આપતાં કહ્યું કે જામનગરમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડીસીન સેન્ટર પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનો નવો માઇલસ્ટોન છે.

તેમણે ગુજરાતમાં આ અલ્ટરનેટીવ સારવાર પદ્ધતિને અપાઇ રહેલા મહત્વની વિગતો આપતાં કહ્યું કે દેશભરના રાજ્યોમાં ગુજરાત 48 હોમીયોપેથી કોલેજ સાથે શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે અગ્રેસર રાજ્યમાં સ્થાન પામ્યું છે.    

મુખ્યમંત્રીશ્રીએ હેલ્થકેર ફોર ઓલ ના વડાપ્રધાનશ્રીના ધ્યેયને પાર પાડવામાં આ કોન્ફરન્સ યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.  તેમણે વડાપ્રધાનશ્રી એ આપેલા નવ સંકલ્પોમાં પાણી બચાવોએક પેડ માં કે નામસ્વચ્છતાયોગ અને રમતને જીવનશૈલી બનાવવી જેવાં સ્વાસ્થ્ય સુખાકારી સાથે જોડાયેલા સંકલ્પો સાકાર કરવામાં યોગદાન માટે સૌને આ કોન્ફરન્સનો પ્રારંભ કરાવતાં આહવાન કર્યું હતું. 

      કેન્દ્રીય આયુષ રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવે વિશ્વ હોમિયોપેથી દિવસની સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કેહોમિયોપેથીના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે. તબીબી વિજ્ઞાનના વૈશ્વિક નક્શા પર સ્થાન પામીને ગુજરાત ઇતિહાસ રચવા માટે તૈયાર છે. આયુષ મંત્રાલય હેઠળ સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (CCRH), નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી (NIH) ના સંયુક્ત ઉપક્રમે તા. ૧૦- ૧૧ એપ્રિલ૨૦૨૫ના રોજ ગુજરાત વિશ્વના સૌથી મોટા હોમિયોપેથી સંમેલનનું યજમાન બન્યું છે જે ગૌરવ સમાન છે.

 

વધુમાં મંત્રીશ્રીએ ઉમેર્યું કેઆપણે સૌએ ભારતની હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ ઉપર ગર્વ અનુભવવો જોઈએ. કેન્દ્રીય હોમિયોપેથી અનુસંધાન પરિષદે ઔષધી વનસ્પતિઓને ઉગાડવા તરફ આગેકૂચ કરી છે.

પરિષદે ૩૬૮ દવાઓ ઉપર ફાર્માકોગ્નોસી અઘ્યયન કર્યું છે૩૬૨ દવાઓ ઉપર ભૌતિક અને રાસાયણિક અઘ્યયન અને ૧૫૧ ઔષધિઓ ઉપર અઘ્યયન કર્યું છે. જેના ભાગરૂપે તમિલનાડુના ઉટીમાં કેન્દ્રીય અનુસંધાન સંસ્થામાં ૧૭ હજારથી વધુ હરબેરિયમ શીટ તૈયાર કરવામાં આવી છે અને આ તમામ શીટનું ડિઝિટલાઇઝેશન કરવામાં આવી રહ્યું છેજેના પરિણામ સ્વરૂપે આવનાર ભવિષ્યમાં વનસ્પતિ જ્ઞાનને વધુ સંરક્ષિત કરવામાં આવશે.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ‘રોગ મુક્ત ભારત અભિયાનમાં હોમીયોપેથી ઉપચારને સાથે રાખીને આવનારા સમયમાં કામગીરી કરવાની રહેશે. જેમાં હોમિયોપેથી ડૉક્ટરવિધાર્થીઓઉદ્યોગ જગત તેમજ દેશના ખેડૂતોને પણ આપણે સાથે રાખવા જરૂરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને અન્નદાતા કહીને એમનું સન્માન વધાર્યું છે. ખેડૂતોની મદદ માટે હરહંમેશ વડાપ્રધાન તૈયાર રહે છે. આજે ઉદ્યોગજગત સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓને હું અનુરોધ કરું છું કેવી રીતે આપણે ખેડૂતોને સાથે રાખીને ઔષધિય ખેતી થકી ઉપચાર માટે એમની મદદ લઈ શકીએ તે અંગે આપણે સૌએ તત્વ ચિંતન કરવું જોઈએ.

આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ૧૦મા વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવતાં કહ્યું કેભારતીય આયુષ ચિકિત્સા પદ્ધતિ-પરંપરામાં હોમિયોપેથીનું વિશેષ યોગદાન રહ્યું છે. આજના સમયમાં એલોપથીની જેમ જ હોમિયોપેથીનું પણ મહત્વ વધતું જાય છે હોમિયોપથીમાં દર્દી સાથે આત્મીયતા રાખીને તેમની દિનચર્યાના આધારે ઈલાજ કરવામાં આવે છે.

ગુજરાતમાં પણ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપચાર માટે અનેકવિધ નિર્ણય કરવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આયુષ મંત્રાલયની રચના કરીને આરોગ્ય ક્ષેત્રમાં સારવારની નવી તકો ઉભી કરી છે. હોમિયોપથી સેક્ટરમાં નવીન સંશોધન કરીને આપણે વધુ સારી અને સચોટ સારવાર આપી શકીએ તેમમંત્રી શ્રીએ ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે,દેશમાં મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ૪૮ હોમિયોપેથી કોલેજ ગુજરાતમાં છે. હાલમાં ૪૩૬૦ અંડર ગ્રેજયુએટ અને ૩૨૨ પોસ્ટ ગ્રેજ્યુએટની બેઠક સાથે રાજ્યમાં હોમિયોપેથી શિક્ષણ માટેનું ઉત્તમ માળખું ઉપલબ્ધ છે. હાલમાં અંદાજે ૧૫ લાખ જેટલા દર્દીઓ હોમીઓપેથી ચિકિત્સાનો લાભ લ‌ઈ રહ્યા છે જે ગૌરવ સમાન છે.

મંત્રી શ્રી પટેલ કહ્યું હતું કેરાજ્યના સરકારી હોમિયોપેથી કોલેજમાં ચર્મરોગશ્વસનતંત્રસાંધાસ્ત્રીરોગ વગેરે ૧૧ પ્રકારની સ્પેશિયાલિટી ઓપીડી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સિદ્ધપુર ખાતેની સરકારી હોમિયોપેથી કોલેજ અને તેની હાલની 25 બેડની હોસ્પિટલને આગામી 100 બેડ સુધી વિસ્તારમાં આવશે. આયુષ અંતગર્ત આર્યુવેદહોમિયોપેથી વગેરેના વિકાસ માટે રાજ્ય સરકાર તમામ સહયોગ કરવા કટિબદ્ધ તેમમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ જણાવ્યું હતું કેબે શતાબ્દી કરતા વધુ સમયથી હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ દ્વારા સચોટ ઇલાજ કરવામાં આવી રહ્યો છે. હોમિયોપેથીના જનકનો જન્‍મ જર્મનીમાં થયો છે પરંતુ આ ક્ષેત્રમાં સૌથી વધુ કામ ભારતમાં થઈ રહ્યું છે. આ પદ્ધતિમાં નવીન સંશોધન માટે રાષ્ટ્રીય કક્ષાએ અનેક કોલેજોમાં નવા નવા સંશોધન થઈ રહ્યા છે. શ્રી કોટેચાએ ગુજરાતમાં વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે આયોજિત સંમેલનના સફળ આયોજન બદલ ગુજરાત સરકારનો આભાર માની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપથીના મહાનિર્દેશક ડૉ. સુભાષ કૌશિકે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કેસેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી (CCRH), નેશનલ કમિશન ફોર હોમિયોપેથી (NCH) અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી (NIH) દ્વારા સંયુક્ત રીતે તા.૧૦-૧૧ એપ્રિલ૨૦૨૫ના જે સંમેલન યોજવામાં આવી રહ્યું છે તે હોમિયોપેથીના ક્ષેત્રમાં એક મજબૂત નીવ છે.

કાર્યક્રમના અંતે નેશનલ કમિશન ફોર હોમિયોપેથીના ઇન ચાર્જ ચેરમેન ડૉ. પિનાકીન ત્રિવેદીએ આભાર વિધિ કરીને સંમેલનમાં સહયોગ બદલ ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મહાનુભાવોના હસ્તે હોમિયોપેથીની ૦૭ પુસ્તિકા૦૧ સોવિનિયરહોમિયોપેથીને લગતું એક ઇ- પોર્ટલ તેમજ એક ડોક્યુમેન્ટરીનું વિમોચન કરવામાં આવ્યું હતું. વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે હોમિયોપેથીના સ્થાપક ડૉ. સેમ્યુઅલ હેનેમેનની પ્રતિમાને મહાનુભાવો દ્વારા આ પ્રસંગે પુષ્પાંજલિ આપવામાં આવી હતી.

આ પ્રસંગે ગુજરાતના રાષ્ટ્રીય હોમિયોપેથી સંસ્થાના નિર્દેશક ડૉ.પ્રલય શર્માઆયુષ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી મોનાલીસા દાસહોમિયોપેથીના સલાહકાર ડૉ. સંગીતા દુગ્ગલ અને આયુષ મંત્રાલય સાથે સંકળાયેલા ડોકટરોવૈજ્ઞાનિકોસંશોધકોપ્રધ્યાપકોફાર્માસિસ્ટ તેમજ વિવિધ હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.