નાયકપુર ગામના લોકોને વિકસિત ભારતનો સંકલ્પ લેવા પ્રોત્સાહિત કરતા મહેન્દ્ર મુંજપરા
માંડલ તાલુકાના નાયકપુર ગામના લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળ વિવિધ સરકારી યોજના વિષે જાણકારી મેળવી
નાયકપુરના નિવાસીઓએ વિકસિત ભારત સંકલ્પ લીધો, ‘મેરી કહાની, મેરી જુબાની’ સાથે સરકારી યોજનાના લાભાર્થીઓએ પોતાના અનુભવો લોકો સમક્ષ મુક્યા
પ્રાકૃતિક ખેતી ઉપરના અનુભવોની ચર્ચા, સોઇલ હેલ્થ કાર્ડ અને ડ્રોનનું નિદર્શન, આયુષ્માન કાર્ડ કેમ્પ વગેરે જેવા કાર્યક્રમો માંડલ તાલુકાના નાયકપુર ગામ ખાતે યોજાયા
અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના નાયકપુર ગામ ખાતે આયુષ તથા મહિલા અને બાળ વિભાગના કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્ર મુંજપરાની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
નાયકપુર ગામમાં અંદાજિત 586 લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો હતો. સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 242 લોકોના આરોગ્ય અને ટીબીની તપાસ પણ કરવામાં આવી હતી. ‘માય ભારત’ હેઠળ 10 સ્વયંસેવકોના રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ 5 લોકોને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મહિલાઓ, વિદ્યાર્થીઓ, લોકલ રમતવીરો, લોકલ કલાકારોને તેમના ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મંત્રી શ્રી મહેન્દ્ર મુંજપરાના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યા હતા. સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને મંત્રીશ્રીના હસ્તે લાભ વિતરણ કરવામાં આવ્યું હતું.
‘મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ લાભાર્થીઓએ પોતાના અનુભવો લોકો સમક્ષ રજૂ કર્યા હતા. ખેડૂતોના સોઇલ હેલ્થ કાર્ડનું અને ડ્રોન નિદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાકૃતિક કૃષિ કરતાં 14 ખેડૂતોએ પોતાના પ્રાકૃતિક કૃષિને લગતા અનુભવો ઉપર ચર્ચા કરી હતી. આ ઉપરાંત, સ્થળ પર આયોજિત આયુષ્માન કાર્ડ કેમ્પમાં 119 લોકોના આયુષ્માન કાર્ડ બનાવી તેમાંથી 102 લોકોને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડ્રોન પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્ર મુંજપરાની ઉપસ્થિતિમાં ગામના સૌ કોઈએ વિકસિત ભારતનો સંકલ્પ લીધો હતો.
આ કાર્યક્રમમાં વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી મેહુલભાઈ દવે, માંડલ તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપરાંત વિવિધ સરકારી વિભાગોના કર્મચારીઓ અને નાયકપુર ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.