ટૂંકમાં જ બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે મહેશ બાબુ

મુંબઈ, મહેશ બાબુ સાઉથ સિનેમાના મોટા કલાકારોમાંથી એક છે. તેણે પોતાના કરિયરમાં ઘણી હિટ અને સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
થોડા સમય પહેલા, તેની પ્રોડક્શન ફિલ્મ ‘મેજર’ના ટ્રેલર લૉન્ચ ઈવેન્ટના પ્રસંગે, જ્યારે તેને હિન્દી સિનેમામાં કામ કરવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે મહેશ બાબુએ કહ્યું હતું કે બોલિવૂડ તેને પોસાય તેમ નથી, (બોલીવુડ મને અફોર્ડ નહી કરી શકે), તેથી તે સમય વેડફવા માંગતો નથી. તેને સાઉથ તરફથી ઘણો પ્રેમ મળ્યો છે અને તે આ ઈન્ડસ્ટ્રીને આગળ લઈ જવા માંગે છે.
આ નિવેદન બાદ વિવાદ વધતો જાેઈને મહેશ બાબુ તરફથી સ્પષ્ટતા પણ રજૂ કરવામાં આવી હતી. જાે કે આ વિવાદ શાંત થયા બાદ હવે કેટલાક મીડિયા અહેવાલમાં કહેવાઈ રહ્યું છે કે, મહેશ બાબુ બોલિવૂડમાં એન્ટ્રી કરવાનો છે.
સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ વિશે બોલિવૂડ લાઈફના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તે ટૂંક સમયમાં હિન્દી સિનેમામાં ડેબ્યૂ કરશે. એવું માનવામાં આવે છે કે મહેશ બાબુ પ્રખ્યાત નિર્દેશક એસએસ રાજામૌલીની ફિલ્મમાં જાેવા મળશે. જાે કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
નોંધનીય છે કે, મહેશ બાબુ તાજેતરમાં જ તેલુગુ ફિલ્મ ‘સરકારુ વારી પાટા’માં જાેવા મળ્યો હતો, પરંતુ તેની ફિલ્મ બોક્સ ઓફિસ પર અપેક્ષાઓ પર ખરી ઉતરી શકી ન હતી અને ચાહકોને પણ પ્રભાવિત કરી શકી ન હતી.
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ ૧૨ મે ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જેનું નિર્દેશન પરશુરામ દ્વારા કરવામાં આવ્યું હતું. જાે કે હવે જાેવાનું એ રહેશે કે મહેશ બાબુના હિન્દી સિનેમા ડેબ્યુ વિશે વધુ વિગતો બહાર આવે છે કે કેમ.SS1MS