મહેશ બાબૂના પિતા અને દિગ્ગજ અભિનેતા કૃષ્ણાનું નિધન
મુંબઈ, સાઉથ સુપરસ્ટાર મહેશ બાબૂના પિતા કૃષ્ણા હવે આ દુનિયામાં નથી રહ્યા. ૧૫મી નવેમ્બરની રાતે ચાર વાગ્યે હાર્ટ અટેક આવવાને કારણે તેમનું નિધન થયું છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી, જેના કારણે ૧૪મી નવેમ્બરના રોજ હૈદરાબાદની કોન્ટિનેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કહેવામાં આવ્યુ હતું કે તે રેગ્યુલર ચેકઅપ માટે હોસ્પિટલ ગયા છે અને ચિંતાની કોઈ વાત નથી.
પરંતુ ૮૦ વર્ષની ઉંમરે તેઓ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા છે. હોસ્પિટલના ડોક્ટર્સે જણાવ્યું કે, ૧૫મી નવેમ્બરની રાતે સવા એક વાગ્યે તેમને ઈમર્જન્સી ડિપાર્ટમેન્ટમાં લાવવામાં આવ્યા હતા. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, અભિનેતા કૃષ્ણાને સીપીઆર પણ આપવામાં આવ્યું. સારવાર અને ઓબ્ઝર્વેશન માટે તેમને ૈંઝ્રેંમાં પણ શિફ્ટ કરવામાં આવ્યા હતા.
અભિનેતાની સ્થિતિ ગંભીર હતી અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. મહેશ બાબુની જેમ તેના પિતા પણ ટોલિવૂડના સુપરસ્ટાર હતા. તેમનું આખું નામ કૃષ્ણા ઘટ્ટામનેની છે. તેમણે લગભગ ૩૫૦ ફિલ્મોમાં કામ કર્યું છે. તે પોતાના સમયના ટોપ એક્ટર્સમાંથી એક હતા. આ સિવાય તે એક સફળ ડાઈરેક્ટર અને પ્રોડ્યુસર પણ હતા. વર્ષ ૨૦૦૯માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે પણ કૃષ્ણા ઘટ્ટામનેનીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કૃષ્ણાના યોગદાનને યાદ કર્યું. મહેશ બાબુના ફેન્સ પણ આ સમાચાર સામે આવ્યા પછી ભાવુક થઈ ગયા છે.
સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. કૃષ્ણાના નિધનથી મહેશ બાબુનો પરિવાર શોકમાં ગરકાવ છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર મહિનામાં જ મહેશ બાબુના માતા ઈન્દિરા દેવીએ અંતિમ શ્વાસ લીધા હતા.
આટલુ જ નહીં, મહેશ બાબુના મોટા બાઈ રમેશ બાબુનું પણ જાન્યુઆરી, ૨૦૨૨માં નિધન થયુ હતું. વર્ષ ૨૦૧૯માં અભિનેતા કૃષ્ણાના પ્રથમ પત્ની વિજય ર્નિમલાનું પણ અવસાન થયુ હતું. મહેશ બાબુ પોતાના માતા-પિતાથી ઘણાં નજીક હતા. તે સોશિયલ મીડિયા પર પણ માતા-પિતા સાથેની તસવીરો શેર કરતો રહે છે.SS1MS