BTPના મહેશ છોટુ વસાવા BJPમાં જોડાવાના હોવાનો તખ્તો તૈયાર
ભરૂચ – નર્મદાના ભાજપ પ્રમુખે BTP રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાની મુલાકાત લીધી
(પ્રતિનિધિ) ભરૂચ, લોકસભાની ચૂંટણી પૂર્વે ભાજપ જોડો યાત્રાનો પ્રારંભ થયો હોય તેવું જણાઈ રહ્યું છે, કોંગ્રેસ ઉપરાંત પ્રાદેશિક પક્ષોના,અપક્ષના ધારાસભ્યો તથા માજી ધારાસભ્યો ભાજપ તરફ પ્રયાણ કરી રહ્યા છે,ગત સપ્તાહે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડીયાપાડાના માજી ધારાસભ્ય,આદિવાસીઓના મસિહા છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ તેમની ટીમ સાથે ભાજપા પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાથે મીટીંગ યોજી હતી.Mahesh Chhotu Vasava of BTP is all set to join BJP
અને મહેશ વસાવાએ ભાજપમાં જોડાવાના સ્પષ્ટ સંકેતો આપ્યા હતા, તેના ભાગરૂપે આજરોજ મહેશ વસાવાના ચંદેરિયા સ્થિત વ્હાઈટ હાઉસ ખાતે ભાજવાના સાંસદ મનસુખભાઈ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા, નર્મદા જિલ્લાના ભાજપના પ્રમુખ અને ધારીખેડા અને દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ સહિતના ડેલિગેટો આજરોજ મહેશ વસાવા સાથે મુલાકાત કરી હતી.સાથે સાથે બીટીપી અને ભાજપના કાર્યકરો પણ આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપના ડેલીગેશનની મહેશ વસાવા સાથેની મીટીંગ બાદ મહેશ વસાવાનો ભાજપમાં જોડાવાનો તખ્તો તૈયાર કરવાના ભાગરૂપે બેઠક યોજાઈ હોય તેવી ચર્ચા થઈ રહી છે,એક તરફ મહેશ વસાવાના પિતા અને ઝઘડિયાના માજી ધારાસભ્ય છોટુ વસાવાએ એમ જણાવ્યું હતું કે મહેશ ના સમજ છે એને કોઈએ ચઢાવ્યો હશે બાકી ભાજપ કે કોંગ્રેસમાં જવાથી આદિવાસી સમાજનું ઉત્થાન થવાનું નથી,
તેવા સંજોગોમાં મહેશ વસાવા પણ પોતાની ટીમ સાથે ભાજપમાં જોડાવા એટલા જ મક્કમ જણાઈ રહ્યા છે,આગામી સપ્તાહે એક મોટું સંમેલન બોલાવી મહેશ વસાવા તેના બીટીપીના તમામ કાર્યકરો સાથે બીજેપી નો કેસરિયો કેસ ધારણ કરશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે,મહેશ વસાવા ના ભાજપમાં જોડાવાના અગાઉના વર્ષોમાં બીટીપી ના રવજી વસાવા, રિતેશ વસાવા, પ્રકાશ દેસાઈ, વિઠ્ઠલ વસાવા સહિતના આગેવાનો પોતપોતાની ટીમ સાથે બીજેપીમાં જોડાઈ ચૂક્યા છે,
ત્યારે બીટીપીના જ બીજા નંબરના કદાવર નેતા મહેશ વસાવા જ પોતે ભાજપમાં જોડાવાની તૈયારીમાં છે, ત્યારે ભરૂચ જિલ્લા ભાજપમાં બીટીપીનુ વજન વજનદાર રહેશે તેમ જણાઈ રહ્યું છે.