Western Times News

Gujarati News

ઝઘડીયા બેઠકના બીટીપી ઉમેદવાર મહેશ વસાવાએ ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ્દ કરવા અરજી કરી

(પ્રતિનિધિ)ભરૂચ, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ૧લી ડિસેમ્બરના રોજ યોજાનાર છે.ત્યારે સમગ્ર ગુજરાતમાં ચર્ચામાં રહેલી ભરૂચ જીલ્લાની ઝઘડીયા બેઠક વારંવાર વિવાદમાં સપડાતા ફરી એક વખત ચર્ચામાં આવી છે.ઝઘડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર રિતેશ વસાવાનું ફોર્મ રદ્દ કરવાની માંગ બીટીપી ના ઉમેદવાર મહેશ વસાવા દ્વાર કરાઈ હતી.મહેશ વસાવાએ ભાજપના ઉમેદવાર પર આક્ષેપ મૂકતા તેમણે કહ્યુ કે ભાજપ ઉમેદવાર રિતેશ વસાવા આદિવાસી નથી તેથી તેઓ એસ.ટી આરક્ષિત ઝઘડિયાથી ઉમેદવારી ન કરી શકે, તેમણે રાજ્ય સરકારના ૨૦૦૨ના પરિપત્રને ટાંકીને જણાવ્યું કે રાજ્યમાં વસતા અનુસૂચિત જાતિઓમાંથી ધર્મ પરિવર્તન કરનાર ગુજરાતી ક્રિશ્ચનોનો આદિવાસીમાં સમાવેશ થતો નથી અને તેમનો સમાવેશ શારીરિક શિક્ષણ પછાત વર્ગની જાતિમાં થતો હોવાથી ઝઘડિયા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રિતેશ વસાવાનું ઉમેદવારી પત્ર રદ્દ થવું જાેઈએ.

ઝઘડિયા વિધાનસભા બેઠકના ચૂંટણી અધિકારીએ એક કલાક બાદ સુનાવણી હાથ ધરવાનું જણાવ્યું હતુ. ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં જ્યારે સુનાવણી યોજવામાં આવી ત્યારે ચૂંટણી અધિકારી હુકમ કરવામાં આવ્યો હતો કે ઝઘડિયા વિધાનસભા મતદાન વિભાગ સામાન્ય ચૂંટણી ૨૦૨૨ માં ઉમેદવારી નોંધાવેલ રિતેશકુમાર રમણભાઈ વસવાનો ઉમેદવારી ફોર્મ સ્વીકારવામાં આવે છે અને મહેશભાઈ છોટુભાઈ વસાવાની વાંધા અરજી આગ્રહ રાખવામાં આવે છે તેમ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.