Western Times News

Gujarati News

મહિન્દ્રાએ વીરો CNGના વેચાણનો પ્રારંભ કર્યો, કિંમત રૂ. 8.99 લાખથી શરૂ

મુંબઇ29 જાન્યુઆરી2025: ભારતના અગ્રણી યુટિલિટી વ્હિકલ નિર્માતા અને એલસીવી <3.5 t સેગમેન્ટમાં અગ્રેસર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે તેના વીરો લાઇટ કમર્શિયલ વ્હિકલ (એલસીવી)ના સીએનજી વેરિઅન્ટની કિંમત જાહેર કરી છે. Mahindra Commences Sales of Veero CNG; Prices Start at ₹ 8.99 Lakh.

વીરો સીએનજી બે ટ્રીમમાં ઉપલબ્ધ બનશે જેની શરૂઆત બેઝ 1.4 XXL SD V2 વિકલ્પ માટે એક્સ-શોરૂમ કિંમત રૂ. 8.99 લાખ અને 1.4 XXL SD V4 (A) સીએનજી ટ્રીમની કિંમત એક્સ-શોરૂમ રૂ. 9.39 લાખથી શરૂ થાય છે. સપ્ટેમ્બર ૨૦૨૪માં સૌપ્રથમ વખત પ્રદર્શિત કરાયેલ વીરો સીએનજીનું વેચાણ આજથી શરૂ થશે.

મહિન્દ્રાના મોડ્યુલર અર્બન પ્રોસ્પર પ્લેટફોર્મ (યુપીપી) દ્વારા વીરો સીએનજી નિર્મિત છે. તે સેગમેન્ટને પુનઃવ્યાખ્યાયિત કરવા માટે ડિઝાઇન કરાયું છે તથા માલીકીના ખર્ચસુરક્ષાક્ષમતાકેબિન આરામ અને ડિઝાઇનમાં નવા ધોરણો સ્થાપિત કરવા માટે સજ્જ છે. તે ટકાઉ અને સ્વચ્છ મોબિલિટી પ્રત્યે મહિન્દ્રાની કટીબદ્ધતા દર્શાવે છે.

મહિન્દ્રા વીરો સીએનજી 19.2 કિમી/કિલોગ્રામ*ના જબરદસ્ત માઇલેજ સાથે બેજોડ મૂલ્ય પ્રદાન કરે છે અને 150-લિટર સીએનજી ટેન્ક 480 કિમીની શ્રેષ્ઠ સીએનજી રેન્જ પૂરી પાડે છે. આ ઉપરાંત તેમાં કટોકટી માટે 4.5-લિટર પેટ્રોલની ટાંકી છે, જે સાથે તેની કુલ રેન્જ 500 કિમીથી વધુ સુધી લંબાવશે. આમ તે શહેરની અંદર અને બહાર ઉપયોગ માટે આદર્શ છે.

1.4 ટનની પેલોડ ક્ષમતા અને 3035 મીમી કાર્ગો લંબાઈ તેને કોઈપણ પ્રકારના કાર્ગો માટે યોગ્ય બનાવે છે. તેનું ટર્બો સીએનજી એન્જિન 67 કે kWની શ્રેષ્ઠ શક્તિ અને ૨૧૦ Nm ટોર્ક પ્રદાન કરે છે જે તમારા માલસામાનની સમયસર ડિલિવરી કરવામાં અને સારો નફો મેળવવામાં મદદ કરે છે.

ડ્રાઇવર-સાઇડ એરબેગ, AIS096 ક્રેશ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સનું પાલન, ઉચ્ચ-શક્તિવાળા સ્ટીલ કન્સ્ટ્રક્શન અને ફોલ્સ સ્ટાર્ટ એવોઇડન્સ સિસ્ટમ તેમજ શ્રેષ્ઠ-ઇન-ક્લાસ ડ્રાઇવર વિઝિબિલિટી જેવી સુવિધાઓ સાથે વીરો ગ્રાહક સલામતી પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. કેબિન મહત્તમ આરામ માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં ડ્રાઇવર અને બે મુસાફરોને બેસવાની સુવિધા છે અને તેમાં એર કન્ડીશનર, રિક્લાઇનિંગ ડ્રાઇવરની સીટ અને સેગમેન્ટમાં પ્રથમ ટીએફટી ક્લસ્ટરનો સમાવેશ થાય છે.

20,000 કિમી સર્વિસ ઇન્ટર્વલ તેમજ એન્જિન સ્ટોપ સ્ટાર્ટપાવર મોડ અને ડ્રાઇવર ફ્યુઅલ કોચિંગ સિસ્ટમ જેવી વિશેષતાઓ સાથે વીરો સીએનજી માલીકીનો નીચો ખર્ચ સુનિશ્ચિત કરે છે.

વિશિષ્ટ ગ્રિલ અને વર્ટિકલ હેડલેમ્પ્સ જેવા બોલ્ડ અને આધુનિક ડિઝાઇન તત્વો વીરો સીએનજીને રોડ ઉપર એક મજબૂત હાજરી આપે છે, જે તેને એલસીવી સેગમેન્ટમાં અલગ પાડે છે અને સોચ સે આગે‘ બનવાના તેના વચનને મૂર્તિમંત કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.