Western Times News

Gujarati News

મહિન્દ્રાએ નવી બોલેરો મેક્સ પિક-અપ રેન્જ સાથે પિકઅપ સેગમેન્ટમાં ખળભળાટ મચાવ્યો

નવી બોલેરો મેક્સ પિક-અપ રેન્જને આકર્ષક કિંમતે અદ્વિતીય સુવિધાઓ અને પ્રદર્શન આપવા માટે બનાવવામાં આવી છે ~

પ્રભાવશાળી 3050 mm કાર્ગો બેડ સહિત 1.3t થી 2t સુધીની પેલોડ ક્ષમતા, આ સેગમેન્ટમાં ઉદ્યોગમાં પ્રથમ શ્રેષ્ઠ પાવર અને ટોર્ક સાથેનું નવું m2Di એન્જિન તેને વધુ ભારને સરળતાથી હેન્ડલ કરવામાં સક્ષમ બનાવે છે

મુંબઈ, ભારતની નંબર વન પિકઅપ બ્રાન્ડ બોલેરો પિક-અપના નિર્માતા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ (M&M) આજે ​​તેની ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જ લોન્ચ કરી છે. રૂ. 7.85 લાખની (એક્સ-શોરૂમ) કિંમતથી શરૂ થતી ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જને ગ્રાહકો અને ઓપરેટરોને અભૂતપૂર્વ મૂલ્ય પૂરું પાડતા શક્તિશાળી ફીચર્સ અને પ્રદર્શન પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવી છે. Mahindra disrupts India’s pickup segment with the All-New Bolero MaXX Pik-Up range; Starting at INR 7.85 Lakh
હળવા, વધુ કોમ્પેક્ટ અને વર્સેટાઈલ ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જ પેલોડ ક્ષમતા, ઇંધણ કાર્યક્ષમતા, સલામતી અને એકંદર ડ્રાઇવિંગ અનુભવ માટે નવા બેન્ચમાર્ક સેટ કરે છે. તે પહેલાં કરતાં વધુ મૂલ્ય પ્રદાન કરવા માટે સ્માર્ટ એન્જિનિયરિંગનો પણ સમાવેશ કરે છે.

નવી બોલેરો મેક્સ પિક-અપ રેન્જ રૂ. 24,999ના ન્યૂનતમ ડાઉન પેમેન્ટ પર બુક કરી શકાય છે, મહિન્દ્રા સરળ ખરીદી અને માલિકી અનુભવ માટે આકર્ષક ધિરાણ યોજનાઓ પણ ઓફર કરે છે.

ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જ એક નવા પ્લેટફોર્મ સાથે ગેમ ચેન્જર બનવાનું વચન આપે છે, જે બોલેરોના ડીએનએ એવા મજબૂતાઈ, કઠિનતા, વિશ્વસનીયતા, ઓછો જાળવણી ખર્ચ અને ઉચ્ચ પુનર્વેચાણ મૂલ્યના સમાનાર્થી એવા મુખ્ય મૂલ્યો અને શક્તિઓને વહન કરે છે. તે બોલેરોની ન્યૂનતમ અને ટાઈમલેસ ડિઝાઇન લેંગ્વેજને પણ જાળવી રાખે છે જે દેશભરના શહેરી રસ્તાઓ અને હાઇવે પર પ્રભુત્વ ધરાવે છે.

M&Mના ઓટોમોટિવ ડિવિઝનના પ્રમુખ શ્રી વિજય નાકરાએ જણાવ્યું હતું કે, “મેક ઇન ઇન્ડિયા પહેલ માટે ખૂબ જ પ્રતિબદ્ધ કંપની તરીકે, અમે અગ્રેસર અને વિકાસશીલ પ્રોડક્ટ્સ માટે ખૂબ જ ગર્વ અનુભવીએ છીએ જે માત્ર ગ્રાહક કેન્દ્રિત જ નથી પરંતુ ભારતના આર્થિક વિકાસમાં યોગદાન આપવાની અમારી પ્રતિબદ્ધતાને પણ છતી કરે છે.

મહિન્દ્રા ખાતે, અમે અમારા ગ્રાહકોને વિકાસ અને સમૃદ્ધિને સક્ષમ કરતા અનેકવિધ લાક્ષણિકતાઓ ધરાવતા વાહનો પૂરા પાડીને તેમના જીવનને સમૃદ્ધ બનાવવાનો સતત પ્રયાસ કરીએ છીએ. નવી બોલેરો મેક્સ પિક-અપ રેન્જ અત્યાધુનિક સુવિધાઓ, અદ્વિતીય શક્તિ, મહત્તમ પેલોડ ક્ષમતા અને ઉચ્ચ માઇલેજ પ્રદાન કરે છે,

જે વચન આપે છે કે દરેક મુસાફરી ડ્રાઇવરો માટે ઉત્પાદક અને થાકરહિત છે. તે સાચા અર્થમાં મહત્તમ અનુભવ ઈચ્છતી કોઈપણ વ્યક્તિ માટે યોગ્ય પસંદગી તરીકે બહાર આવે છે. આ પ્રોડક્ટ રેન્જ સાથે ગ્રાહકોને અપ્રતિમ મૂલ્ય પૂરું પાડવા અને પિક-અપ સેગમેન્ટમાં શ્રેષ્ઠતાના નવા ધોરણો સ્થાપિત કરવા માટે મહિન્દ્રાની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવતા અમને આનંદ થાય છે.”

M&Mના ઓટોમેટિવ ટેક્નોલોજી એન્ડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રેસિડેન્ટ શ્રી આર. વેલુસામીએ જણાવ્યું હતું કે, “ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જને શક્તિશાળી બનાવતા અત્યંત બહુમુખી નવા પ્લેટફોર્મનો વિકાસ એ મહિન્દ્રા રિસર્ચ વેલી ખાતે એન્જિનિયરોની સમર્પિત ટીમ દ્વારા ત્રણ વર્ષથી વધુના નવીનતમ કામગીરીનું પરિણામ છે.

આની સફળતાના પાસાં 1.3t થી 2t સુધીની વિવિધ કાર્ગો લંબાઈ અને પેલોડ ક્ષમતાની બે સિરીઝની પ્રોડક્ટ્સ ઓફર કરવાની ક્ષમતા છે, જેનાથી કાર્યક્ષમતા અને ઉત્પાદકતામાં વધારો થાય છે અને તે ડીઝલ અને સીએનજીની પસંદગી પણ ઓફર કરે છે. અમે આ એપ્લીકેશન માટે m2Di એન્જિનને નોંધપાત્ર રીતે અપગ્રેડ કર્યું છે,

જેમાં 2t સુધીના પેલોડ્સને પહોંચી વળવા માટે ટોર્ક અને પાવર વધારવામાં આવ્યો છે અને પ્રભાવશાળી ઇંધણ કાર્યક્ષમતા પણ પ્રદાન કરી છે. સાથેસાથે, અમારી પાસે કાર જેવી ઇન્ટિગ્રેટેડ iMAXX કનેક્ટિવિટી ટેક્નોલોજી છે, જે સેગમેન્ટમાં પ્રથમ છે. આ તમામ અદ્વિતીય વિશેષતાઓ સાથે ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જ અમારા ગ્રાહકો માટે ડ્રાઇવિંગ અનુભવને વધારીને વધુ ઉત્પાદકતા અને કમાણી સંભવિતતા પ્રદાન કરે છે.”

મહિન્દ્રાએ આ બ્રાંડ પ્રથમ વખત લોન્ચ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમાં 20 લાખથી વધુ પિક-અપ યુનિટ વેચ્યા છે. ભારત માટે અને ભારતમાં જ ડિઝાઈન કરેલી અને બનેલી આ વાહનોની રેન્જ દેશની લોજિસ્ટિક્સ જરૂરિયાતોને અનુરૂપ છે, જે તેને દેશના લાસ્ટ-માઇલ લોજિસ્ટિક્સ નેટવર્કની કરોડરજ્જુ બનાવે છે.

ઓલ-ન્યૂ બોલેરો મેક્સ પિક-અપ રેન્જ બે રેન્જમાં આવે છે – HD સિરીઝ (HD 2.0L, 1.7L અને 1.7, 1.3) અને સિટી સિરીઝ (સિટી 1.3, 1.4, 1.5 અને સિટી CNG) – અને તેને ગ્રાહકોને ઉચ્ચ કાર્યકારી અને કમાણી ક્ષમતા તેમજ સરળ અને આનંદદાયક ઓન-રોડ અનુભવ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. વધુમાં, નવી રેન્જ ઉચ્ચ પેલોડ ક્ષમતા, બહેતર માઇલેજ અને પ્રદર્શન, સુધારેલ આરામ અને સલામતી તેમજ અત્યંત વિશ્વસનીય અને કાર્યક્ષમ ટ્રાન્સપોર્ટ સોલ્યુશન પ્રદાન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.