મહિન્દ્રા પ્રાઇડ સ્કૂલ્સ એન્ડ ક્લાસરૂમ્સ, સ્માર્ટ એકેડમી જેવી પહેલથી 500,000 યુવાનો કુશળ બન્યાં
મહિન્દ્રા ગ્રુપે વર્ષ 2025 સુધીમાં 10 લાખ વંચિત યુવાનોના કૌશલ્યવર્ધનની કટીબદ્ધતા દર્શાવી
મુંબઇ, મહિન્દ્રા ગ્રૂપે આજે જાહેર કર્યું કે તેના 75માં વર્ષની ઉજવણીમાં મહિન્દ્રા પ્રાઇડ સ્કૂલ્સ એન્ડ ક્લાસરૂમ્સ, સ્માર્ટ એકેડમી, સ્માર્ટ પ્લસ અને સુર્ય મિત્ર જેવી કૌશલ્યવર્ધન પહેલથી 500,000 યુવાનો કુશળ બન્યાં છે તથા એકલાં મહિન્દ્રા પ્રાઇડ સ્કૂલથી જ છેલ્લાં 15 વર્ષોમાં 100,000 રોજગારનું સર્જન કર્યું છે. Mahindra Group Commits to Skilling 1 Million Under-resourced Youth by 2025. It has skilled 500,000 youth and created 100,000 jobs in the last 15 years
તેણે આગામી 5 વર્ષમાં વધુ 500,000 યુવાનોના કૌશલ્યવર્ધનની કટીબદ્ધતા દર્શાવી છે. આજે એક કાર્યક્રમમાં મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ‘ધ જોબ ફેક્ટરી’ કોફી ટેબલ બુકનું અનાવરણ કર્યું હતું, જેમાં મહિન્દ્રા પ્રાઇડ સ્કૂલના 75 યુવા પૂર્વ વિદ્યાર્થીઓની વાર્તા સામેલ છે. રોજગારી માટે કૌશલ્ય અંગે જાગૃતિના પ્રસારના ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર ડિજિટલ ફિલ્મ #SkillHaiTohFutureHai લોંચ કરવામાં આવી હતી.
ભારતની આર્થિક વૃદ્ધિની ગાથાના મુખ્ય પ્રેરકબળ તેના યુવાનો અને વસ્તી વિષયક પરિબળ છે. વળતરયુક્ત રોજગાર ઓછા સ્રોતો ધરાવતા યુવાનોને ગૌરવ, ઓળખ, સશક્તિકરણ પ્રદાન કરે છે, જેથી તેઓ સામાજિક-આર્થિક પડકારોને દૂર કરી શકે. જોકે, કૌશલ્ય-અંતર મુખ્ય પડકાર રહ્યો છે. વર્ષ 2005માં પોતાની 60મી વર્ષગાંઠ નિમિત્તે મહિન્દ્રા ગ્રુપે ભારતના આદરણીય ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામની ઉપસ્થિતિમાં યુવાનોમાં કૌશલ્યવર્ધન માટે સકારાત્મક પગલાં ભરવાનો નિર્ધાર કર્યો હતો
તેમજ પોતાની સીએસઆર પ્રવૃત્તિઓના ભાગરૂપે બે મહિન્દ્રા પ્રાઇડ સ્કૂલ્સ (એમપીએસ) સ્થાપવાની જાહેરાત કરી હતી.મહામારીને કારણે સર્જાયેલા વિક્ષેપ વચ્ચે મહિન્દ્રા ગ્રૂપે અમલીકરણ ભાગીદાર તરીકે નંદી ફાઉન્ડેશન સાથે મળીને અભ્યાસક્રમને ફરીથી તૈયાર કર્યો છે, જેથી કોવિડ બાદના સમયમાં રોજગાર યોગ્ય કૌશલ્યો પ્રદાન કરી શકાય. આ પ્રોગ્રામ તકનીકી ઉપરાંત કૃષિ, આરોગ્ય, વાણિજ્ય, સેવા અને ઉદ્યોગસાહસિકતા જેવાં નવા ક્ષેત્રોમાં અભ્યાસક્રમ વિસ્તારવા ઉપર કામ કરશે. એમપીએસ પણ આગામી પાંચ વર્ષમાં 100,000 વધુ નોકરી પૂરી પાડીને રોજગાર સર્જનની ગતિને બળ આપશે.
કૌશલ્યવર્ધન પહેલની અસર અંગે પ્રતિક્રિયા આપતાં આનંદ મહિન્દ્રાએ કહ્યું હતું કે, “મહિન્દ્રા પ્રાઇડ સ્કૂલની સ્થાપના આપણા સમાજના વંચિત વર્ગોના યુવાનોની સંભાવનાઓને પ્રોત્સાહન આપવાનો અને અનલોક કરવાનો હતો. પ્રાઇડ સ્કૂલના ભુતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે હું જ્યારે વાત કરું ત્યારે મને આશ્ચર્ય થાય છે કે શા માટે આપણે તેમને નબળા વર્ગના યુવાનો તરીકે સંબોધીએ છીએ, તેમનો જુસ્સેદાર અભિગમ હકીકતમાં તેમને આપણા સમાજના મજબૂત વર્ગ બનાવે છે. તેમની સિદ્ધિઓ અને કારકિર્દીનો માર્ગ આ દ્રષ્ટિકોણને પૂરક છે. મહિન્દ્રા પ્રાઇડ સ્કૂલની અસરો અને વર્ષો પહેલાં અમે આપેલી ખાતરીને સાકાર થતાં જોઇ હું અગાઉ આટલો ક્યારેય આનંદિત થયો ન હતો.”
નંદી ફાઉન્ડેશનના સીઇઓ મનોજ કુમારે કહ્યું હતું કે, “આપણા વસ્તી વિષયક લાભો છતાં પણ સામાજિક અને આર્થિક રીતે વંચિત સમુદાયના ભારતના લાખો યુવાનો સંગઠિતક્ષેત્રોમાં રોજગાર બજારમાં પ્રવેશ કરી શકતા નથી. મહિન્દ્રા પ્રાઇડ સ્કૂલ પ્રોગ્રામ દ્વારા અમે વિશિષ્ટ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે, જે આવા યુવાનોને રોજગાર માટે જરૂરી કોર્સિસની એક્સેસ માટે સક્ષમ બનાવે છે અને સુનિશ્ચિત કરે છે કે તેઓ પાંચ આંકડાના પગારમાં નોકરી મેળવી શકે. અમે તૈયાર કરેલા 100,000 રોજગાર સાબિત કરે છે કે કમનસીબને ઉલટાવી શકાય છે. જોકે, તેના માટે આપણે આવા પ્રયાસોને સહયોગ કરવાની જરૂર છે.”
“ધ જોબ ફેક્ટરી” કોફી ટેબલ બુકની કલ્પના અને લેખન મનોજ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે તેમજ તેની ફોટોગ્રાફી અને ડિઝાઇન જાણીતા ફોટોગ્રાફર નવીન જ્હોને કરી છે. તેના ડ્રોઇંગ્સ નિજિના નિલામ્બરમના છે. તે ઓનલાઇન (ક્લિક કરો here) ઉપર ઉપલબ્ધ છે અથવા પ્રિન્ટેડ નકલ માટે to [email protected] ઉપર લખો.
મહિન્દ્રા ગ્રૂપના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ – સીએસઆર શીતલ મેહતાએ કહ્યું હતું કે, “મહિન્દ્રા પ્રાઇડ સ્કૂલ્સમાં હાંસલ કરેલા કૌશલ્યોને આધારે અમારા ગ્રેજ્યુએટ્સને ઓફર થતાં પ્લેસમેન્ટ્સને જોવા સંતોષ પ્રદાન કરે છે. તેમની નોકરી દ્વારા તેમના જીવન ધોરણમાં સુધારો થવાની સાથે-સાથે તેમના સમુદાયોમાં તેમને આદરથી જોવામાં આવશે. અમને વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ અમે માગ આધારિત કૌશલ્ય તાલીમ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને વધુ રોજગારનું સર્જન કરીશું.”
મહિન્દ્રા ગ્રૂપની સીએસઆર પહેલ મહિન્દ્રા પ્રાઇડ સ્કૂલ (એમપીએસ)ની સ્થાપના વર્ષ 2005માં કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય ભારતના યુવાનોના કૌશલ્યવર્ધનનો છે. વર્ષો દરમિયાન ચેન્નઇ, પૂણે, ચંદીગઢ, હૈદરાબાદ, શ્રીનગર, પટના અને વારાણસીમાં એમપીએસના સેન્ટર્સ સાથે તે દેશભરમાં ફેલાયું છે.
તે સામાજિક રીતે વંચિત વર્ગ – (એસસી), (એસટી), (ઓબીસી), નોટિફાઇડ ટ્રાઇબ્સ (એનટી) અને ડી-નોટિફાઇડ ટ્રાઇબ્સ (ડીએનટી)ના વિશેષ કરીને યુવાનો (18-25 વર્ષ) માટે છે. તે પુરુષો અને મહિલાઓ બંન્નેને સમાન તકો ઓફર કરે છે, જેમાં ગ્રામીણ યુવાનો ઉપર ધ્યાન અપાય છે. તે બિન-રહેણાંક અને વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આજીવિકાના વિવિધ વિકલ્પો ઓફર કરે છે. એમપીએસ માટે માહિતીના પ્રસાર માટે વધુ એસસી/એસટી/ઓબીસી/એનટી/ડીએનટી વસ્તી ધરાવતા સમુદાયોમાં એક મહિના માટે રોડ શોનું આયોજન કરવામાં આવે છે
તથા સ્કૂલ દ્વારા ઓફર કરાતી તાલીમ માટે નોંધણી કરાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે. યુવાનોને અંગ્રેજી બોલવા, કૌશલ્યવર્ધનની સાથે-સાથે આઇટી આધારિત સેવાઓ, સંગઠિત રિટેઇલ, હોસ્પિટાલિટી અને ક્યુએસઆર તથા ઓટમોબાઇલ સેક્ટર જેવા ક્ષેત્રો માટે વિશેષ તાલીમ પ્રદાન કરવામાં આવે છે.
મહિન્દ્રા પ્રાઇડ પ્રોગ્રામ હબ એન્ડ સ્પોક મોડલ તરીકે સંચાલિત કરવા નંદી ફાઉન્ડેશન સાથે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. હબ તરીકે મહિન્દ્રા પ્રાઇડ સ્કૂલ અને સ્પોક તરીકે મહિન્દ્રા પ્રાઇડ ક્લાસરૂમની સ્થાપના દેશભરમાં પોલીટેકનિક્સ, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ્સ (આઇટીઆઇ) અને આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજોમાં કરવામાં આવી છે. નંદી ફાઉનડેશને 300-400 કોર્પોરેટ્સ સાથે સહયોગ કરીનેરિટેઇલ, હોસ્પિટાલિટી, આઇટીઇએસ અને ઓટોમાં કૌશલ્યવર્ધન અભ્યાસક્રમ તૈયાર કર્યો છે, જેથી વિદ્યાર્થીઓને રોજગાર માટે તૈયાર કરવાનું સુનિશ્ચિત કરી શકાય. મહામારી દરમિયાન મહિન્દ્રા પ્રાઇડ સ્કૂલ્સે રિમોટ લર્નિંગ આધારે કામગીરી નિભાવીને તેના વિદ્યાર્થીઓને સતત તાલીમ પ્રદાન કરવાનું સુનિશ્ચિત કર્યું છે.