Western Times News

Gujarati News

મહિન્દ્રા થારના શોખીનો માટે સારા સમાચારઃ આ કિંમતે મળશે નવી થાર

Mahindra introduces a new range of the Thar

મહિન્દ્રાએ રૂ. 9.99 લાખની પ્રારંભિક કિંમત પર થારની નવી રેન્જ પ્રસ્તુત કરી

 હવે રિઅર વ્હીલ ડ્રાઇવ (RWD) તેમજ ફોર વ્હીલ ડ્રાઇવ (4WD) કન્ફિગરેશનમાં ઉપલબ્ધ થશે

  • RWD વેરિઅન્ટની પ્રારંભિક કિંમત પ્રથમ 10,000 બુકિંગ પર લાગુ છે
  • ફોર વ્હીલ ડ્રાઇવની રેન્જ હવે અદ્યતન ઇલેક્ટ્રોનિક બ્રેક લોકિંગ ડિફરન્શિયલ સાથે સજ્જ છે
  • બે નવા રોમાંચક કલર – બ્લેઝિંગ બ્રોન્ઝ અને એવરેસ્ટ વ્હાઇટમાં ઉપલબ્ધ
  • RWD વેરિઅન્ટની ડિલિવરી 14 જાન્યુઆરી, 2023થી શરૂ થશે

 મુંબઈ, 09 જાન્યુઆરી, 2023: ભારતમાં એસયુવી સેગમેન્ટમાં પથપ્રદર્શક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડએ આજે થારની સંપૂર્ણપણે નવી રેન્જ પ્રસ્તુત કરી હતી. સંપૂર્ણપણે નવી રેન્જમાં બે એન્જિન વિકલ્પમાં રિઅર વ્હીલ ડ્રાઇવ (RWD) વેરિઅન્ટ અને ફોર વ્હીલ ડ્રાઇવ (4WD) વેરિઅન્ટમાં સંવર્ધિત ક્ષમતા ધરાવતા વેરિઅન્ટ સામેલ છે.

RWD રેન્જનું ડિઝલ વેરિઅન્ટ સંપૂર્ણપણે નવા D117 CRDe એન્જિનથી ચાલશે, જે મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 117 BHP અને 300 Nm ટોર્ક (87.2 kW@3500 rpm) પેદા કરશે. RWD રેન્જનું ગેસોલિન વેરિઅન્ટ એમસ્ટોલિયન 150 TGDi એન્જિન ધરાવે છે, જે ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 150 BHP અને 320 Nm ટોર્ક (112 kW@5000 rpm) પેદા કરશે.

 થારની નવી રેન્જની કિંમત ₹9.99 લાખથી શરૂ થાય છે, જે એને એસયુવી ગ્રાહકોના બહોળા ગ્રાહકવર્ગ માટે સુલભ બનાવે છે અને જેઓ આ આઇકોનિક એસયુવી ખરીદવાની હંમેશા ઇચ્છા ધરાવે છે તેમની ઇચ્છા પૂર્ણ કરે છે. થાર અતિ વિશિષ્ટ ડ્રાઇવિંગ અને માલિકીનો અનુભવ પૂરો પાડે છે, ‘અશક્ય માર્ગો પર સફર કરવાની’ ખાતરીને ઉત્કૃષ્ટ રીતે પૂર્ણ કરે છે.

 4WD વેરિઅન્ટ હવે અદ્યતન ઇલેક્ટ્રોનિક બ્રેક લોકિંગ વિશિષ્ટતા ધરાવે છે, જે વધારે આક્રમક શરૂઆત કરશે. બોશ સાથે જોડાણમાં વિકસાવેલું આ વેરિઅન્ટ ઓફ-રોડ પ્રેમીઓને વધારે સરળતાપૂર્વક ઓછા ટ્રેક્શનના સ્થિતિસંજોગોમાં વધારે નિયંત્રણ આપશે. જે લોકો હજુ પણ મિકેનિકલ લોકિંગ ડિફરન્શિયલ (એમએલડી) પસંદ કરે છે તેમના માટે આ LX ડિઝલ 4WD વેરિઅન્ટના વિકલ્પો ઉપલબ્ધ કરશે. 4WD પાવરટ્રેન લાઇન-અપમાં કોઈ ફેરફાર નહીં થાય.

આ 2.0L એમસ્ટોલિયન 150 TGDi પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે, જે 150 bhp પાવર અને 320 Nm ટોર્ક પેદા કરે છે તથા 2.2L એમહૉક 130 ડિઝલ એન્જિન 130 bhp પાવર અને 320 Nm ટોર્ક પેદા કરે છે. આ એન્જિનો 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન કે 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશનની પસંદગી પૂરી પાડે છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ઓટોમોટિવ સેક્ટરના સીઇઓ વીજય નાકરાએ કહ્યું હતું કે, મહિન્દ્રા થાર સક્ષમ એસયુવી હોવા ઉપરાંત તેની સાથે એક પ્રકારની લાગણી પણ જોડાયેલી છે. વર્ષ 2020થી અત્યાર સુધી સંપૂર્ણપણે નવી થારે એસયુવી ચાહકોની કલ્પનાઓને સાકાર કરી છે અને દરરોજ 80,000થી વધારે થારપ્રેમીઓ એની સફર કરે છે. અમારી ઓફરને વધારે શ્રેષ્ઠ બનાવવા અમે અમારા ગ્રાહકોના અભિપ્રાયો મેળવ્યાં છે

અને મહત્વપૂર્ણ સંવર્ધનો સાથે થારની નવી રેન્જ બનાવી છે. નવું RWD વેરિઅન્ટ પ્રસ્તુત કરવાની સાથે અમે થાર લાઇફ જીવવા ઇચ્છતાં લોકોને એને ઘણી વધારે સુલભ બનાવી છે, તો 4WD વેરિઅન્ટ પર અમારા ઉમેરાં ખરાં અર્થમાં ઓફ-રોડર્સને રોમાંચ આપવા ડિઝાઇન કરેલા છે. અમને ખાતરી છે કે, થારની નવી રેન્જ અશક્ય કે દુર્ગમ વિસ્તારોમાં સફરનો રોમાંચ વધારશે અને નવા ઉત્સાહીઓને ખરાં અર્થમાં થાર લાઇફસ્ટાઇલ આપશે.

થારની નવી રેન્જ અંગત મનપસંદ એક્સેસરીઝને નવા સ્તરે લઈ જાય છે. બે નવા રોમાંચક કલર – બ્લેઝિંગ બ્રોન્ઝ અને એવરેસ્ટ વ્હાઇટ હવે ઉપલબ્ધ છે, જેમાંથી ગ્રાહકો પસંદગી કરી શકે છે. નવું એક્સેસરીઝ પેક્સ – એક્ષ્ટેરિયર અને ઇન્ટેરિયર સ્ટાઇલિંગ વિકલ્પો ધરાવે છે – જે ચાર અલગ-અલગ ડિઝાઇનો ઓફર કરે છે.

ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આગળ અને પાછળ આર્મરેસ્ટ એક્સેસરીઝ તરીકે ઓફર થયા છે. આર્મરેસ્ટ બિલ્ટ-ઇન સ્ટોરેજ સાથે આવે છે. ઉપરંત પાછળના આર્મરેસ્ટ વધારે સુવિધા અને સાનુકૂળતા માટે કપ-હોલ્ડર્સ અને યુએસબી ચાર્જિંગ સાથે આવશે. RWD રેન્જ હાર્ડ ટોપ ઓપ્શન સાથે જ ઓફર થશે.

 સંપૂર્ણપણે નવી થાર – રેન્જ

  • નવા રિઅર વ્હીલ ડ્રાઇવ (RWD) વેરિઅન્ટ
    • ડિઝલ: મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે સંપૂર્ણપણે નવું D117 CRDe એન્જિન 117 bhp અને 300 Nm પેદા કરે છે
    • ગેસોલિનઃ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે એમસ્ટોલિયન 150 TGDI એન્જિન 150 bhp અને 320 Nm પેદા કરે છે
  • અદ્યતન બ્રેક લોકિંગ વિશિષ્ટતા સાથે હાલના 4WD વેરિઅન્ટની સંવર્ધિત ક્ષમતા
  • હવે 4WD રેન્જ સરળતાપૂર્વક જે તે વિસ્તારના પડકારોને સફળતાપૂર્વક ઝીલવા અદ્યતન ઇલેક્ટ્રોનિક બ્રેક લોકિંગ વિશિષ્ટતા સાથે આવશે
  •  બે નવા રોમાંચક કલર
    • બ્લેઝિંગ બ્રોન્ઝ અને એવરેસ્ટ વ્હાઇટ
  • નવી એક્સેસરી પેક્સ
  • થાર સ્પોર્ટ્સ આઇકોનિક ડિઝાઇન ધરાવે છે, પણ હવે બીસ્કોપ (ગ્રાહકની જરૂરિયાત પ્રમાણે) એક્સેસરીઝની નવી રેન્જ સાથે વધારે અંગત સ્વરૂપ આપી શકાશે
  • ચાર અલગ-અલગ ડિઝાઇનોમાં એક્ષ્ટેરિયર અને ઇન્ટેરિઅર સ્ટાઇલ પેક્સ
  • ડ્રાઇવની સુવિધા વધારવા સ્ટોરેજ સાથે આગળ અને પાછળ આર્મરેસ્ટ. ઉપરાંત પાછળના આર્મરેસ્ટ વધારે સુવિધા અને સાનુકૂળતા માટે કપ-હોલ્ડર્સ અને યુએસબી ચાર્જિંગ પોર્ટ્સ સાથે સજ્જ હશે

કિંમતની વિગત (એક્સ-શોરૂમ) નીચે મુજબ છેઃ

 

AX (O) RWD – Diesel MT – Hard Top INR 9.99 Lakh
LX RWD – Diesel MT – Hard Top INR 10.99 Lakh
LX RWD – Petrol AT – Hard Top INR 13.49 Lakh

*પ્રારંભિક કિંમત પ્રથમ 10,000 બુકિંગ્સ પર લાગુ છે

 સંપૂર્ણપણે નવી થાર વિશે

વર્ષ 2020માં પ્રસ્તુત થયેલી પોતાની કેટેગરીમાં લીડર થાર રોજિંદી સુવિધા, આધુનિક ટેકનોલોજી અને સલામતીની ખાસિયતો સાથે પ્રભાવશાળી હાજરી, આઇકોનિક ડિઝાઇન, રોમાંચક પર્ફોર્મન્સમાં હરણફાળ સાથે ગ્રાહકો અને ઉત્સાહીઓને આકર્ષે છે.

  • પ્રભાવશાળી હાજરી: આઇકોનિક ડિઝાઇન પર આધુનિક સુવિધાઓ સાથે સજ્જ સંપૂર્ણપણે નવી થાર પહોળી અને આઇકોનિક લાઇન્સ ધરાવે છે, જે દરેક જગ્યાએ આકર્ષણનું કેન્દ્ર બને છે.
  • સુવિધા સાથે યાદગાર સફરઃ સંપૂર્ણપણે નવું ઇન્ટેરિઅર્સ દરેક સફરને સુવિધાજનક અને આનંદદાયક બનાવવા તમામ સુવિધાઓ ધરાવે છે. આ સ્પોર્ટી ફ્રન્ટ સીટ, રિક્લાઇનિંગ રિઅર સીટ, રુફ-માઉન્ટેડ સ્પીકર્સ વગેરે સાથે સજ્જ છે.
  • નવી ટેકનોલોજી સાથે રિટ્રો કૂલનો સમન્વયઃ સંપૂર્ણપણે-નવી થાર તેમની થાર, તેમના મિત્રો અને આઉટડોર્સ સાથે ગ્રાહકોને જોડાયેલા રાખે છે. તેમાં રિસ્પોન્સિવ ટચસ્ક્રીન, ટાયરટ્રોનિક્સ વગેરે સામેલ છે.
  • ઉત્કૃષ્ટ સલામતીઃ ગ્લોબલ એનસીએપી દ્વારા પુખ્તો અને બાળકની સલામતીમાં 4-સ્ટાર રેટિંગ. ઇએસપી, રોલ કેજ, એબીએસ અને એરબેગ્સ સાથે થાર તમામ અશક્ય સંભવિતતા ચકાસવા સલામતીના તમામ ગીઅર સાથે સજ્જ.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.