મહિન્દ્રાએ રૂ. 18.90 લાખથી શરૂ થતી BE 6e અને રૂ. 21.90 લાખથી શરૂ થતી XEV 9e લોન્ચ કરી
દુનિયાભરને મ્હાત કરતી ડિઝાઇન, ટેક અને પર્ફોર્મન્સ સાથે ગ્લોબલ ઇનોવેશનમાં નવા માપદંડો સ્થાપ્યા
ચેન્નાઈ, 26 નવેમ્બર, 2024 – મહિન્દ્રાએ તેની ફ્લેગશિપ ઇલેક્ટ્રિક ઓરિજિન એસયુવી BE 6e અને XEV 9eના લોન્ચ સાથે ઇલેક્ટ્રિક મોબિલિટીના નિયમો નવેસરથી લખ્યા છે. તે ક્રાંતિકારી ઇલેક્ટ્રિક ઓરિજિન આર્કિટેક્ચર INGLO પર બનેલી છે અને વિશ્વમાં સૌથી ઝડપી ઓટોમોટિવ માઇન્ડ MAIA દ્વારા સંચાલિત છે.
આ વ્હીકલ્સ મહિન્દ્રાના “Unlimit India”ના વિઝનને સમાવે છે, એક એવો યુગ જ્યાં ભારતીય ઇનોવેશન અને ડિઝાઇન ન કેવળ ગ્લોબલ બેન્ચમાર્કને પડકારે છે પરંતુ નવા બેન્ચમાર્ક્સ બનાવે છે. BE 6e અને XEV 9eની પ્રારંભિક કિંમતો આજે ગ્લોબલ પ્રીમિયરમાં જાહેર કરવામાં આવી હતી. Mahindra launches BE 6e starting at ₹ 18.90 Lakh and XEV 9e starting at ₹ 21.90 Lakh.
લાઇફસ્ટાઇલ બ્રાન્ડનું નિર્માણ
મહિન્દ્રા બ્રાન્ડ સ્ટ્રેટેજી તેમની આકાંક્ષાઓ અને તેમની સંભાવનાઓને ખુલ્લી કરવા સાથે સંલગ્ન રહીને અનુભવો ઇચ્છતા લોકો સાથે ઘનિષ્ઠપણે જોડાતા વ્હીકલ્સ બનાવવાની પ્રતિબદ્ધતા પર બનેલી છે. તેની સ્પોર્ટી, પર્ફોર્મન્સ સંચાલિત અપીલ સાથે BE 6e જેઓ સીમાઓથી આગળ વધવાનું પસંદ કરે છે તેવા એક્સપ્લોરર્સ અને અચીવર્સ માટે બનાવાઈ છે જે સાહસ અને ચોક્સાઇના રોમાંચને સમાવે છે. બીજી તરફ XEV 9e આરામને નવેસરથી વ્યાખ્યાયિત કરે છે અને અદ્વિતીય લક્ઝરી અને અનેરો વૈભવ પૂરો પાડે છે.
ક્લાસ-લીડિંગ રેન્જ, ઇન્ટેલિજન્ટ રાઇડ ડાયનેમિક્સ, અત્યાધુનિક સેફ્ટી ફિચર્સ અને સિનેમેટિક ઇન-કેબિન અનુભવ સાથે આ ઇલેક્ટ્રિક ઓરિજિન એસયુવી માત્ર વાહનો જ નથી, તે નિર્ભિક, મૂળ જીવનશૈલીની અભિવ્યક્તિ છે.
હાર્ટકોર ડિઝાઇન મહિન્દ્રા ઇલેક્ટ્રિક ઓરિજિન એસયુવી હાર્ટકોર ડિઝાઇન ફિલોસોફી સમાવે છે જે બોલ્ડ ઇનોવેશન અને મોર્ડન લક્ઝરી દ્વારા તેમના માલિકો સાથે લાગણીકીય સંબંધ બનાવે છે. અનેરા એક્સટિરિયર્સ અને કાળજીપૂર્વક બનાવાયેલા ઇન્ટિરિયર્સ સાથે BE 6e અને XEV 9e એસ્થેટિક્સ અને ફંક્શનાલિટીમાં નવા માપદંડો સ્થાપે છે. BE 6e તેજ, એથ્લેટિક સિલહૂટ અને રેસ પ્રેરિત ચપળતા ધરાવે છે જ્યારે XEV 9e પોતાની શાનદાર એસયુવી કૂપે ડિઝાઇન સાથે સોફિસ્ટિકેશનમાં વધારો કરે છે જે ડાયનેમિક પર્ફોર્મન્સ સાથે લક્ઝરીને ભેળવે છે.
મહિન્દ્રા ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ લિમિટેડના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ઓટોમોટિવ સેક્ટરના પ્રેસિડેન્ટ વીજય નકરાએ જણાવ્યું હતું કે અમારા બ્રાન્ડ આઇડિયાને પ્રેરિત કરતી ઇનસાઇટ સૌથી શક્તિશાળી માનવીય લાગણી એટલે કે પ્રેમમાં રહેલી છે જે શાશ્વત છે અને અમે જે કંઈ છીએ તેને વ્યાખ્યાયિત કરે છે અને અમારી ગહન પસંદગીઓને પ્રેરિત કરે છે.
અમારી ઇલેક્ટ્રિક ઓરિજિન એસયુવી BE 6e અને XEV 9e અમર્યાદિત પ્રેમ વિશે છે જે અમારા ગ્રાહકોને મર્યાદાથી આગળ વધીને અને તેમને જીવંતતા અનુભવાય તેવા અનુભવો સાથે જીવન જીવવા પ્રેરિત કરશે. યાદગાર હાજરી, અદ્વિતીય ટેક્નોલોજી અને અજેય પર્ફોર્મન્સ માટે બનેલી અમારી ઇલેક્ટ્રિક ઓરિજિન એસયુવી નવા વૈશ્વિક માપદંડો સ્થાપશે. BE 6e તેની આકર્ષક, એથ્લેટિક સિલહૂટ અને રેસ પ્રેરિત ચપળતા સાથે એવા લોકો માટે બનાવાઈ છે જેઓ પર્ફોર્મન્સ અને રોમાંચ ઇચ્છે છે જ્યારે XEV 9e તેની અનેરી એસયુવી કૂપે ડિઝાઇન સાથે સોફિસ્ટિકેશનમાં ઉમેરો કરે છે જે ડાયનેમિક પર્ફોર્મન્સ સાથે શાનદાર વૈભવને ભેળવે છે.
મહિન્દ્રા ઇલેક્ટ્રિક ઓટોમોબાઇલ લિમિટેડના જોઇન્ટ મેનેજિંગ ડિરેક્ટર અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ઓટોમોટિવ પ્રોડક્ટ ડેવલપમેન્ટના પ્રેસિડેન્ટ આર વેલુસામીએ જણાવ્યું હતું કે BE 6e અને XEV 9e નવા ભારતીય આઇકોન છે જે વિશ્વભરમાં છવાઈ જશે. એક ઇલેક્ટ્રિક વ્હીકલ અને આ બંને બોર્ન ઇલેક્ટ્રિક એસયુવીમાં તફાવત એ છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ તમે પહેલા જોઈ ચૂક્યા છો અને આ બંને ઇલેક્ટ્રિક કાર જેવું પહેલા તમે ક્યારેય જોયું નથી.
એક છે જે પર્ફોર્મન્સની બાબતે ઉદ્યોગના ધોરણોને ખાલી મેચ કરે છે જ્યારે બીજા વ્હીકલ્સ ઉદ્યોગમાં પર્ફોર્મન્સની બાબતે નવા માપદંડો સ્થાપે છે. એકમાં એવી ટેક્નોલોજી છે જે ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે અને બીજામાં જે છે તે દરેકને ઇતિહાસ બનાવી દેશે. આ બંને પ્રોડક્ટ્સ અમારા ક્રાંતિકારી ઇલેક્ટ્રિક ઓરિજિન આર્કિટેક્ચર INGLO પર બનેલી છે અને MAIA દ્વારા સંચાલિત છે જે વિશ્વમાં સૌથી ઝડપી ઓટોમોટિવ માઇન્ડ છે જે અનલિમિટ ઈન્ડિયાનું મહિન્દ્રાનું વિઝન ધરાવે છે અને નવા વૈશ્વિક માપદંડો સ્થાપે છે.
INGLO ઇલેક્ટ્રિક ઓરિજિન આર્કિટેક્ચર
- BE 6e ની 682 કિમીની (MIDC P1+P2) અને XEV 9e ની 656 કિમીની સર્ટિફાઇડ રેન્જ, 79 kWh એડવાન્સ્ડ એલએફપી બેટરી પેક સાથે
- 79 kWh અને 59 kWh બેટરી પેક બંને માટે લાઇફટાઇમ બેટરી વોરન્ટી. પહેલી વખત રજિસ્ટર થતા વાહન માલિકો માટે જ માન્ય અને માત્ર પ્રાઇવેટ રજિસ્ટ્રેશન પર જ લાગુ. માલિકી બદલાય તો હાઇ વોલ્ટેજ બેટરી પરની વોરંટી 10 વર્ષ અથવા 2,00,000 કિમી, જે વ્હીકલની ડિલિવરીની પહેલી તારીખથી વહેલા પૂરું થાય તેના પર રહેશે. સંપૂર્ણ વિગતો બુકિંગના સમયે ઉપલબ્ધ રહેશે.
- 3-ઇન-1 ઇન્ટિગ્રેટેડ પાવરટ્રેન જે 210 kWનો પાવર આપે છે
- BE 6e માટે 0-100 km/h એક્સીલરેશન માટે 6.7 સેકન્ડ અને XEV 9e માટે 6.8 સેકન્ડ
- ફાસ્ટ ચાર્જિંગઃ 20 મિનિટથી ઓછા સમયમાં 20થી 80 ટકા (175 kW ફાસ્ટ ચાર્જર સાથે)
- આઇ-લિંક ફ્રન્ટ સસ્પેન્શન, 5 લિંક રિઅર ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન, ઇન્ટેલિજન્ટ સેમી-એક્ટિવ ડેમ્પર્સ સાથે
- ઇન્ટિગ્રેટેડ ઇલેક્ટ્રોનિક બૂસ્ટર (આઈઈબી) સાથે બ્રેક-બાય-વાયર ટેક્નોલોજી
- 10 એમના ટાઇટ ટીસીડીને સક્ષમ બનાવતા વેરિયેબલ ગિયર રેશિયો (વીજીઆર) સાથે હાઇ પાવર સ્ટીયરિંગ
એમએઆઈએઃ મહિન્દ્રા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આર્કિટેક્ચર, ઓટોમોટિવ વિશ્વમાં સૌથી પાવરફુલ માઇન્ડ
- સોફ્ટવેર ડિફાઇન્ડ વ્હીકલઃ એથરનેટ બેકબોન સાથે નેક્સ્ટ-જેન ડોમેન આર્કિટેક્ચર પર બનેલું
- 80 અબજથી વધુ ટ્રાન્ઝિસ્ટર્સ અને 130 મિલિયનથી વધુ લાઇન્સ ઓફ કોડ સાથે 220 k DMIPS, 51 TOPS
- Qualcomm Snapdragon 8295 – ઓટોમોબાઇલ ટ્રેડમાં સૌથી ઝડપી ચિપસેટ
- 24 જીબી રેમ, 128 જીબી સ્ટોરેજ અને કોકપિટ ડોમેન માટે અલ્ટ્રા-ફાસ્ટ 6 જનરેશન એડ્રેનો જીપીયુ
- વાઇ-ફાઇ 6.0, બ્લ્યૂટૂથ 5.2 અને Quectel 5G સક્ષમ બનાવતી કનેક્ટિવિટી અને રિયલ-ટાઇમ અપડેટ્સ
- 2 જીબી રેમ અને 8 એમપી કેમેરા સાથે Mobileye EyeQTM6 ચિપ સાથે ADAS L2+
- મ્યુઝિક, એન્ટરટેઇનમેન્ટ, ઓટીટી મૂવીઝ, પોડકાસ્ટ, શોપિંગ અને પ્રોડક્ટિવિટી માટે 60થી વધુ એપ
- ઓવર-ધ-એર અપડેટ્સ સુનિશ્ચિત કરે છે કે BE 6e અને XEV 9e બધાથી આગળ રહે
અદ્વિતીય ફિચર્સ
- XEV 9e માં વાઇડ સિનેમાસ્કોપઃ ત્રણ 31.24 સેમી સ્ક્રીન્સ, જે ઇમર્સિવ 110.08 સેમી વાઇડ સ્પેક્ટેકલ બનાવે છે
- BE 6eમાં રેસ-રેડી ડિજિટલ કોકપિટ
- VisionX: ઓગમેન્ટેડ-રિયાલિટી હેડ્સ અપ ડિસ્પ્લે (એચયુડી)
- ઇન્ફિનિટી રૂફ અને લાઇટઅપમી
- એક્સપિરિયન્સ મહિન્દ્રા દ્વારા સોનિક સ્ટુડિયોઃ 16 સ્પીકર હર્મન કાર્ડન સાઉન્ડ સિસ્ટમ, ડોલ્બી એટમોસ સાથે
- મૂડ જગાવોઃ એઆર રહેમાન દ્વારા બનાવાયેલી સિગ્નેચર સોનિક ટ્યૂન સાથે પ્રી-સેટ થીમ (Calm, Cozy and Club), કસ્ટમ ડ્રાઇવર સીટ, એમ્બિયન્ટ લાઇટ અને ક્લાઇમેટ કંટ્રોલ એડજસ્ટમેન્ટ્સ
- મલ્ટી-ડ્રાઇવ મોડ્સઃ રેન્જ, એવરીડે અને રેસ
- ADAS Level 2+: 5 રડાર્સ અને 1 વિઝન કેમેરાથી સજ્જ જે પ્રાણીઓ, રસ્તા પર જતા લોકો, અવરોધો અને વિવિધ પ્રકારના વાહનોને ઓળખવાની ક્ષમતા ધરાવે છે
- EyeDentity: Driver and Occupant Monitoring System (DOMS) જે ડ્રાઇવરની સુસ્તતા ચકાસે છે. ફોટો પાડવા અને વીડિયો કોલ કરવા માટે સેલ્ફી કેમેરાથી તેમાં બમણો વધારો થાય છે.
- Secure360: 360 ડિગ્રી કેમેરાથી આસપાસના દ્રશ્યો અને ઇન-કેબિન કેમેરા તથા સ્ટોર્સથી અંદરના દ્રશ્યો ઝડપે છે અને રેકોર્ડ કરે છે. તે મોબાઇલ એપથી લાઇવ વ્યૂ પણ પૂરો પાડે છે.
- Autopark: 12 અલ્ટ્રાસોનિક સેન્સર્સ ધરાવે છે જે રિવર્સ આસિસ્ટ અને રિમોટ-કંટ્રોલ્ડ વિકલ્પની સાથે લંબચોરસ, કોણીય અને સમાંતર પાર્કિંગ સક્ષમ કરે છે
નાણાંકીય વર્ષ 2022-2027ના સમયગાળામાં રૂ. 16,000 કરોડ રોકાણ પૈકી રૂ. 4,500 કરોડ ફાળવાયેલું રોકાણ છે (અગાઉ જાહેર કર્યા મુજબ) જેમાં પાવરટ્રેન ડેવલપમેન્ટ, બે પ્રોડક્ટ ટોપ હેટ્સનો સમાવેશ થાય છે જેમાં સોફ્ટવેર અને ટેક તથા ઉત્પાદન ક્ષમતા સમાવિષ્ટ છે.
ઇલેક્ટ્રિક ઓરિજિન એસયુવી માટે મહિન્દ્રાની ગો-ટુ-માર્કેટ સ્ટ્રેટેજી જાન્યુઆરી 2025ના અંત ભાગમાં તબક્કાવાર જાહેર કરાશે. ડિલિવરી ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચ 2025ના પ્રારંભમાં શરૂ થવાની ધારણા છે.
માલિકીના અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરે છેઃ
- પ્રી-પરચેઝ ડ્રાઇવ અનુભવ પૂરો પાડવા માટે લક્ઝરી અને પ્રીમિયમ બ્રાન્ડ્સના 500 સ્પેશિયાલિસ્ટ્સ
- મહિન્દ્રા રિસર્ચ વેલી (એમઆરવી)ની સમર્પિત સહાય સાથે સરળ ગ્રાહક અનુભવ માટે લગભગ 400 ટેક એક્સપર્ટ્સ
- સરળ પ્રોડક્ટ અને ઓનરશિપ અનુભવ માટે ઓવર ધ એર (ઓટીએ) અપડેટ
- ઝંઝટમુક્ત ચાર્જિંગ અનુભવ માટે ઉદ્યોગ પ્રથમ રિલેશનશિપ મેનેજર અને 350થી વધુ નિષ્ણાંતો સાથે સમર્પિત ચાર્જિંગ વર્ટિકલ CHARGE.IN