મહિન્દ્રાએ બોલેરો નિઓ+ લોન્ચ કરી, કિંમત રૂ. 11.39 લાખથી શરૂ
9-સીટર પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં ટોચનું સ્થાન મેળવવાનો લક્ષ્યાંક
- એન્ટ્રી લેવલ P4 અને પ્રિમિયમ વેરિઅન્ટ P10માં ઉપલબ્ધ
- જાણીતા 2.2 લિટર mHawk ડીઝલ એન્જિનથી સજ્જ ઉપરાંત રિઅર-વ્હીલ ડ્રાઇવ કન્ફિગરેશનમાં 6-સ્પીડ ગિયરબોક્સ સાથે
- પ્રિમિયમ ઇટાલિયન ઇન્ટિરિયર્સ જે બ્લ્યૂટૂથ, યુએસબી અને ઓક્સ કનેક્ટિવિટી સાથે 22.8 સેમી ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ સાથેની પ્રિમિયમ ફેબ્રિક ફિનિશ ધરાવે છે
- માઇક્રો-હાઇબ્રિડ ટેક્નોલોજી જે ઉચ્ચ ઇંધણ ક્ષમતા સુનિશ્ચિત કરે છે
- સફળ બોલેરો નિઓ પ્રોડક્ટ લાઇનને વિસ્તારે છે
મુંબઈ, 16 એપ્રિલ, 2024 – ભારતની અગ્રણી એસયુવી ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ આજે બોલેરો નિઓ+ 9 સીટર રજૂ કરી હતી જે બે વેરિઅન્ટ્સ – P4 અને પ્રિમિયમ વેરિઅન્ટ P10માં ઉપલબ્ધ છે. આ એસયુવી એવા ગ્રાહકો માટે તૈયાર કરાઈ છે જેઓ સ્ટાઇલિસ, સ્પેસિયસ અને ટફ એસયુવી ઇચ્છે છે જે ડ્રાઇવર સહિત 9 પેસેન્જર્સને સરળતાથી સમાવી શકે.
બોલેરો નિઓ+ 9-સીટર બોલેરોના ડિપેન્ડેબલ, પાવરફુલ અને ગો-એનીવ્હેર કેરેક્ટર પર બનેલી છે જે સ્ટાઇલિશ બોલ્ડ ડિઝાઇન, પ્રિમિયમ ઇન્ટિરિયર્સ અને નિઓની ટેક્નોલોજીનું મિશ્રણ ધરાવે છે. આ એસયુવી ગ્રાહકોને મોટા પરિવારો, સંસ્થાકીય ગ્રાહકો, ટુર અને ટ્રાવેલ ઓપરેટર્સ તથા કંપનીઓને વાહનો લીઝ પર આપતા કોન્ટ્રાક્ટર્સ માટે અનોખું પ્રપોઝિશન ઓફર કરે છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના સીઈઓ-ઓટોમોટિવ સેક્ટર નલિનીકાંત ગોલ્લાગુંટાએ જણાવ્યું હતું કે બોલેરો ગ્રાન્ડ વર્ષોથી અમારા ગ્રાહકો માટે મજબૂતાઈ અને વિશ્વસનીયતાનું પ્રતીક બની ગઈ છે જે સૌની અપેક્ષાઓથી આગળ જતું સતત પર્ફોર્મન્સ આપે છે. બોલેરો નિઓ+ના લોન્ચ સાથે અમે ટકાઉક્ષમતા, એડવાન્સ્ડ ફીચર્સ અને ઉત્કૃષ્ટ આરામનું વચન ઓફર કરીએ છીએ જે દરેક પરિવાર તેમજ ફ્લીટ ઓનર માટે ડ્રાઇવિંગનો અનુભવ સમૃદ્ધ બનાવે છે.
શક્તિશાળી જે ગમે ત્યાં જવાની ક્ષમતા ધરાવેઃ
બોલેરો નિઓ+ એ મજબૂત 2.2 લિટર mHawk ડીઝલ એન્જિનની શક્તિ ધરાવે છે જેની સાથે માઇક્રો-હાઇબ્રિડ ટેક્નોલોજી છે જે ઉત્કૃષ્ટ ઇંધણ ક્ષમતા તથા પર્ફોર્મન્સ આપે છે. તેની બોડી-ઓન-ફ્રેમ કન્સ્ટ્રક્શન અને હાઇ-સ્ટ્રેન્થ સ્ટીલ બોડી શેલ ઉચ્ચ ટકાઉક્ષમતા અને સુરક્ષા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ એસયુવી એબીએસ વીથ ઈબીડી, ડ્યુઅલ એરબેગ્સ, ISOFIX ચાઇલ્ડ સીટ્સ, એન્જિન ઇમ્મોબિલાઇઝર અને ઓટોમેટિક ડોર લોક્સ સહિતના એડવાન્સ્ડ સેફ્ટી ફિચર્સ ધરાવે છે જે તમામ મુસાફરો માટે સુરક્ષિત અને આરામદાયક સફર સુનિશ્ચિત કરે છે.
સ્ટાઇલિશ બોલ્ડ ડિઝાઇન
બોલેરો નિઓ+ એ X-આકારના બમ્પર, ક્રોમ ઇન્સર્ટ્સથી સજાવેલી ફ્રન્ટ ગ્રીલ અને X-આકારનું સ્પેર વ્હીલ કવર જેવા સિગ્નેચર બોલેરો એલિમેન્ટ્સ ધરાવે છે, આ બધું સાઇડ બોડી ક્લેડીંગ દ્વારા પૂરક છે. તેની ઓથેન્ટિક એસયુવી ડિઝાઇન અને પ્રભાવશાળી વલણ સ્ટાઇલિશ હેડલેમ્પ્સ, ફોગ લેમ્પ્સ અને કમાન્ડિંગ હૂડ દ્વારા વધુ વધારવામાં આવ્યું છે. 40.64 સેમી એલોય વ્હીલ્સ અને મજબૂત સાઇડ તથા રિઅર ફૂટસ્ટેપ્સ સાથે, બોલેરો નિઓ+ આત્મવિશ્વાસ અને મજબૂતાઈભરી સુંદરતા પ્રદર્શિત કરે છે અને સુનિશ્ચિત કરે છે કે તે કોઈપણ રસ્તા પર અલગ તરી આવે છે.
રિફાઇન્ડ ઇન્ટિરિયર્સ અને વધુ આરામ
બોલેરો નિઓ+ પ્રિમિયમ ઇટાલિયન ઇન્ટિરિયર્સ અને 22.8 સેમી ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ સાથે અજોડ આરામ આપે છે જેમાં બ્લ્યૂટૂથ, યુએસબી અને ઓક્સ કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે. એન્ટી-ગ્લેર IRVM, ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ORVM અને હાઇટ-એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ વધારાની સગવડ પૂરી પાડે છે. વાહન ફ્રન્ટ અને રિઅર પાવર વિન્ડો, આર્મરેસ્ટ્સ અને પૂરતી બૂટ સ્પેસથી પણ સજ્જ છે, જે આરામ અને વ્યવહારિકતા બંને સુનિશ્ચિત કરે છે. તેની વર્સેટાઇલ સીટિંગ કન્ફિગરેશન, 2-3-4 પેટર્નમાં ગોઠવાયેલી 9 સીટ્સનો સમાવેશ કરે છે અને મુસાફરીની વિવિધ જરૂરિયાતોને પૂરી કરીને પેસેન્જર અને કાર્ગો સ્પેસ બંનેને વધારે છે.
વેરિઅન્ટ્સ અને કિંમતોઃ
બોલેરો નિઓ+ બે નવા વેરિઅન્ટ્સમાં રજૂ કરવામાં આવી છે, P4 અને P10 જે વિવિધ પસંદગીઓને પૂરી પાડે છે. P4 એ એન્ટ્રી-લેવલ વિકલ્પ છે, જ્યારે P10 વધુ પ્રિમિયમ ટ્રીમને સાકાર કરે છે. બંને મુસાફરો અને સામાન માટે પૂરતી જગ્યા આપે છે. ત્રીજી હરોળના મુસાફરો માટે પાછળના ભાગમાંથી ઝંઝટ-મુક્ત પ્રવેશ અને બહાર નીકળવા સાથે તેમાં ડ્રાઇવર સહિત નવ જેટલા મુસાફરોને સમાવી શકાય છે.
રૂ. 11.39 લાખ (એક્સ-શોરૂમ)થી શરૂ થતી સ્પર્ધાત્મક કિંમતે, તે વ્યક્તિગત અને વ્યાપારી જરૂરિયાતોને પૂર્ણ કરે છે, જે દેશભરમાં પોસાય તેવા, ભરોસાપાત્ર સોલ્યુશન્સ ઓફર કરવા માટે મહિન્દ્રાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે.