મહિન્દ્રાએ BS6 OBD II ટ્રક્સની તેની સંપૂર્ણ રેન્જ માટે માઇલેજ ગેરંટી લોન્ચ કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/07/Mahindra1-1024x768.jpg)
- મહિન્દ્રાની ટ્રક રેન્જ અદ્વિતીય પર્ફોર્મન્સ અને વિશ્વસનીયતા પૂરી પાડવા માટે તૈયાર કરાઈ છે
- કમ્પિટિશન વ્હીકલ્સ સહિત 71 મોડલ્સ સાથે તમામ 21 પ્રોડક્ટ કેટેગરીઝમાં વ્યાપક ફ્લુઇડ એફિશિયન્સી ટ્રાયલ્સ હાથ ધરાયા
પૂણે, 8 જુલાઈ, 2024 – મહિન્દ્રા ગ્રુપનો ભાગ એવા મહિન્દ્રાના ટ્રક એન્ડ બસ ડિવિઝને (એમટીબીડી) તેની એચસીવી, આઈસીવી અને એલસીવી ટ્રકની JAYO રેન્જ અને BLAZO X, FURIO, OPTIMOની સમગ્ર BS6 OBD II રેન્જ માટે ડિસ્રપ્ટિવ કસ્ટમર વેલ્યુ પ્રપોઝિશન જાહેર કરીને કોમર્શિયલ વ્હીકલ ઉદ્યોગમાં આગેકૂચ ચાલુ રાખી છે. ઈંધણની વધતી કિંમતો અને બદલાતા નિયમનકારી ધોરણોને કારણે ઊભા થયેલા પડકારોને પહોંચી વળવા માટે ‘ગેટ મોર માઈલેજ અથવા ગીવ ધ ટ્રક બેક’ની ઉદ્યોગની સૌપ્રથમ પહેલ રજૂ કરવામાં આવી છે.
નવી રેન્જમાં ફ્યુઅલસ્માર્ટ ટેક્નોલોજી સાથે સાબિત થયેલું 7.2 લિટર mPower એન્જિન (એચસીવી) અને mDi ટેક એન્જિન (આઈએલસીવી), ઓછો એડ બ્લ્યુ વપરાશ કરતી પુરવાર થયેલી આફ્ટર ટ્રીટમેન્ટ સિસ્ટમ સાથેની માઇલ્ડ ઈજીઆર તથા બીજા અનેક ટેક્નોલોજીકલ સુધારા, અત્યાધુનિક iMAXX ટેલિમેટિક્સ સોલ્યુશન છે. આ બધા જ ફીચર્સ વધુ માઇલેજની ખાતરી આપે છે. આ માઇલેજ ગેરેંટી ન કેવળ ઇંધણ કાર્યક્ષમતાનો સમાવેશ કરે છે પરંતુ તે સૌથી ઓછા એડ બ્લુ વપરાશનું સંયોજન પણ છે, એટલે ખરા અર્થમાં કહીએ તો મહિન્દ્રાની માઇલેજ ગેરેંટીનો અર્થ છે શ્રેષ્ઠતમ “ફ્લુઇડ એફિશિયન્સી”.
આ વધુ ફીચર્સની અસરકારકતા સુનિશ્ચિત કરવા માટે, મહિન્દ્રાએ સ્પર્ધકોના વાહનો સહિત 71 મોડલ સહિત 21 પ્રોડક્ટ કેટેગરીમાં ઇન્ટેન્સ ફ્લુઇડ એફિશિયન્સી (ડીઝલ + એડ બ્લુ) ટેસ્ટિંગ હાથ ધર્યું હતું. 1 લાખ કિલોમીટરથી વધુ ચાલેલા અને લોડ તથા રોડની વિવિધ પરિસ્થિતિઓ સાથેના આ ટેસ્ટિંગ દરમિયાન મહિન્દ્રાએ અસાધારણ માઇલેજ પર્ફોર્મન્સ પૂરા પાડવાની તેની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી.
આ તમામ ટેસ્ટિંગ સ્વતંત્ર વિશ્વસનીય એજન્સીની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવ્યા હતા અને તેને માન્ય કરવામાં આવ્યા હતા. આ પરિણામોએ કોમર્શિયલ વ્હીકલ ઉદ્યોગમાં નિર્ભરતા અને કાર્યક્ષમતા માટે મહિન્દ્રાની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવી હતી.
આ જાહેરાત અંગે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના ટ્રક્સ, બસીસ, સીઈ, એરોસ્પેસ અન ડિફેન્સ બિઝનેસીસના પ્રેસિડેન્ટ તથા મહિન્દ્રા ગ્રુપના ગ્રુપ એક્ઝિક્યુટિવ બોર્ડના મેમ્બર શ્રી વિનોદ સહાયે જણાવ્યું હતું કે “તમામ ટ્રક રેન્જમાં ‘વધુ માઇલેજ મેળવો અથવા ટ્રક પાછી આપો‘ ની ગેરંટી એ એક સીમાચિહ્નરૂપ પગલું છે જે અમારી શ્રેષ્ઠ હાઇ-ટેક કુશળતા, સેગમેન્ટની ઊંડી સમજ અને અમારા ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને દર્શાવે છે. આ માઇલેજ ગેરેંટી પ્રોગ્રામ વ્યાપક ફ્લુઇડ એફિશિયન્સી ટેસ્ટિંગ દ્વારા સમર્થિત છે, જે ગ્રાહક સંતોષ અને ઓપરેશનલ કાર્યક્ષમતા માટે અમારી અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે. આવી પહેલ સાથે, મહિન્દ્રા ગ્રાહકોનો સંતોષ જીતવા અને ભારતની અગ્રણી કોમર્શિયલ વ્હીકલ કંપની બનવા માટે સારી સ્થિતિમાં છે.”
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડના કોમર્શિયલ વ્હીકલ્સના બિઝનેસ હેડ શ્રી જલજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “અમારા વાહનોની શ્રેષ્ઠ ટેક્નોલોજીકલ ક્ષમતાને કારણે ઊંચી ફ્લુઇડ એફિશિયન્સી પ્રાપ્ત થઈ છે. 2016માં અમે BS3 રેન્જમાં માઇલેજ ગેરંટી લોન્ચ કરી હતી. ત્યારપછી અમે તેને BS4 અને BS6 OBD1માં ચાલુ રાખી અને હવે BS6 OBD2માં લોન્ચ કરી રહ્યા છીએ, જે ટ્રાન્સપોર્ટરોની નફાકારકતા વધારવામાં મદદ કરશે.
અમે ટ્રાન્સપોર્ટ ક્લાયન્ટ્સના માર્જિન પર વધતી અસર જોઈ છે કારણ કે નૂર દરમાં અનુરૂપ વધારો થતો નથી અને ઇંધણની કિંમતો વધે છે. અમે નવા ધોરણોને પહોંચી વળવા અને ગ્રાહકની અપેક્ષાઓ કરતાં આગળ નીકળવા માટે એન્જિનની કાર્યક્ષમતામાં વધુ સુધારો કરવાની જરૂરિયાત જોઈ હતી. નવી માઇલેજ ગેરેંટી, “ઝ્યાદા માઇલેજ નહીં તો ટ્રક વાપસ”ના સૂત્ર દ્વારા રજૂ કરવામાં આવી છે, જે અમારા ગ્રાહકોને અજોડ મૂલ્ય પ્રદાન કરશે.”
વધુમાં, મહિન્દ્રા ટ્રક્સ પાસે iMAXX ટેલીમેટિક્સ ટેક્નોલોજી છે, જેનાથી રિયલ-ટાઇમ મોનિટરિંગ અને ફ્લીટ ઓપરેશનના ઓપ્ટિમાઇઝેશન થઈ શકે છે. આ ટ્રકોમાં ડ્રાઇવર ઇન્ફર્મેશન સિસ્ટમનો પણ સમાવેશ થાય છે, જેનાથી સલામત અને કાર્યક્ષમ કામગીરીની ખાતરી આપતા વાહનની કામગીરી અને ડ્રાઇવરના વર્તણૂકનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ થઈ શકે છે. આ સિસ્ટમ ગ્રાહકોને તેમના ફ્લીટની કામગીરી વિશે મહત્વની માહિતી આપે છે, જેનાથી તેઓ શિક્ષિત નિર્ણયો લઈ શકે છે અને નફાકારકતા વધી શકે છે.
મહિન્દ્રા વર્કશોપમાં 36-કલાકની ગેરંટીવાળી ટર્નઅરાઉન્ડ, mAahshray પ્રોગ્રામ હેઠળ રૂ. પાંચ લાખનો ડ્રાઇવરો માટે અકસ્માત કવરેજ અને કટોકટીની સ્થિતિમાં ટ્રક ડ્રાઇવરો માટે વિવિધ ભાષાઓમાં 24/7 સપોર્ટ જેવી વિવિધ સ્કીમ્સ સાથે અજોડ માનસિક શાંતિ પ્રદાન કરે છે.
MTBDનું સર્વિસ નેટવર્ક સતત વધતી જતી અને વ્યાપક સેવા તથા સ્પેર્સ નેટવર્ક દ્વારા મજબૂત બને છે જેમાં 80 3S ડીલરશીપ્સ અને 2,900થી વધુ રોડસાઇડ આસિસ્ટન્સ સર્વિસ પોઈન્ટ્સ અને સમગ્ર ભારતમાં મુખ્ય ટ્રકિંગ રૂટ પર 1,600થી વધુ રિટેલ આઉટલેટ્સના સ્પેર્સ નેટવર્ક સહિત 400થી વધુ ટચ પોઈન્ટનો સમાવેશ થાય છે.