મહિન્દ્રાએ થાર અર્થ એડિશન લોન્ચ કરી: અનોખો સાટિન મેટ ડ્યુન-બેજ ‘ડેઝર્ટ ફ્યુરી’ કલર
શક્તિશાળી થાર ડેઝર્ટના અદ્વિતીય લેન્ડસ્કેપથી પ્રેરિત આઈકોનિક સ્ટાઇલ
· અદ્વિતીય ડિઝાઈનઃ થાર અર્થ એડિશનમાં અનોખો સાટિન મેટ ડ્યુન-બેજ ‘ડેઝર્ટ ફ્યુરી’ કલર છે જે આ આઈકોનિક એસયુવીને અસાધારણ લૂક આપે છે અને કસ્ટમ ડ્યુન પ્રેરિત ડિકલ્સ અને બી પિલ્લર્સ પર એક્સક્લુઝિવ અર્થ એડિશન બેજિંગ દ્વારા વધારવામાં આવ્યો છે
· બધાથી અલગ તરી આવતી સ્ટાઇલિંગઃ આ સ્પેશિયલ એડિશન મોડલમાં તેની સમગ્ર બોડી, ગ્રીલ અને ઓઆરવીએમ પર ડેઝર્ટ ફ્યુરી કલર રજૂ કરવામાં આવ્યો છે જે નવા સિલ્વર એલોય વ્હીલ્સ અને મેટ-બ્લેક બેજીસ સાથે જોડી જમાવે છે
· સ્પોર્ટી અને કમ્ફર્ટેબલ ઇન્ટિરિયર્સઃ ઇન્ટિરિયર્સમાં ‘શિફ્ટિંગ ડ્યુન્સ’ પેટર્ન સાથેની બેજ લેધર સીટ્સ અને મેચિંગ ડેજર્ટ ફ્યુરી-કલર્ડ ટચીસ છે જે એડવેન્ચરની ભાવના સાથે કમ્ફર્ટને ભેળવે છે.
મુંબઈ, ભારતની અગ્રણી એસયુવી ઉત્પાદક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે આજે થાર અર્થ એડિશનના લોન્ચની જાહેરાત કરી હતી. આ સ્પેશિયલ એડિશન થાર રણપ્રદેશના અફાટ વિસ્તાર અને થારની ક્ષમતાથી પ્રેરિત છે જેથી વ્યક્તિ સરળતાથી તેને શોધી શકે છે. રણપ્રદેશના ભૌગોલિક વિસ્તારથી પ્રેરિત પેલેટ પર્યાવરણ સાથે એકતાની ભાવનાને પ્રોત્સાહિત કરે છે જે સાહસનું પ્રતીક જ નથી પરંતુ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
થાર અર્થ એડિશન સાહસ અને સંશોધનના મહિન્દ્રા થારના વારસા પર બનેલી છે જે થાર ઉત્સાહીઓના સમુદાયને આકર્ષિત કરવા અને વિસ્તારવાનું લક્ષ્ય ધરાવે છે. તેની અનોખી સાટિન મેટ ‘ડેઝર્ટ ફ્યુરી’ ફિનિશ સાથેની આ સ્પેશિયલ એડિશન આ આઈકોનિક એસયુવીને વધુ વિશિષ્ટ બનાવવા માટે ડિઝાઈન કરાઈ છે જે થાર લાઇફને અપનાવવા માટે સાહસિકોના નવા પ્રવાહને પ્રેરિત કરવાનું વચન આપે છે.
પેટ્રોલ અને ડીઝલ બંને વર્ઝનમાં તથા મેન્યુઅલ અને ઓટોમેટિકમાં ઉપલબ્ધ આ અર્થ એડિશન એલએક્સ હાર્ડ ટોપ વેરિઅન્ટમાં એક્સક્લુઝિવ 4×4 અનુભવનું વચન આપે છે.
ડેઝર્ટ ફ્યુરી સાટિન મેટ ફિનિશ તરત જ રણની રેતી અને તેની રચનાની યાદ અપાવે છે અને તેની મેટાલિક ટ્રીટમેન્ટ ખૂબ જ અસરકારક રીતે ‘સેન્ડ સ્પાર્કલ’ને કેપ્ચર કરે છે. દરવાજા અને રિઅર ફેન્ડર પરના ડૂન-પ્રેરિત ડેકલ્સ, સિલ્વર એલોય અને મેટ બ્લેક બેજ તેની વિશિષ્ટતામાં વધારો કરે છે. બી-પિલર્સ પર ગર્વથી રજૂ કરાયેલો અર્થ એડિશન બેજ સ્પેશિયલ એડિશનની વિશિષ્ટતા દર્શાવે છે.
ઇન્ટિરિયર્સ ખૂબ જ પ્રેરણાદાયી છે. બ્લેક કલરના બેઝ અને લાઇટ બેજ એસેન્ટ્સ રેતીની કાયમ બદલાતી, વહેતી રહેતી પ્રકૃતિનો સંકેત આપે છે. થાર અર્થ એડિશન હેડરેસ્ટ્સ પર ડ્યુન ડિઝાઈન્સ દર્શાવતા બેજ લેધર સીટ્સ ઓફર કરે છે. એસી વેન્ટ્સ, સ્ટીયરિંગ વ્હીલ, સેન્ટર કન્સોલ એક્સેન્ટ અને દરવાજા પર થાર બ્રાન્ડિંગ પર ડેઝર્ટ ફ્યુરી ઇન્સર્ટ સાથે કેબિનને વધુ વિસ્તૃત કરવામાં આવી છે. તેની થીમ ડાર્ક ક્રોમ એસેન્ટ્સની સજાવટ સાથે વધારવામાં આવી છે. થાર અર્થ એડિશનની દરેક એસયુવી સિરિયલ નંબર 1થી શરૂ થતી અનન્ય નંબરવાળી ડેકોરેટિવ વીઆઈએન પ્લેટ સાથે આવશે.
થાર અર્થ એડિશન મહિન્દ્રાની ઉત્કૃષ્ટતાની પરંપરાને આગળ ધપાવે છે અને ગ્રાહકોને અસાધારણ અનુભવો પહોંચાડવા માટે બ્રાન્ડની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર છે. તે થારની જબરજસ્ત સફળતાને આગળ વધારે તેવી અપેક્ષા છે, જે સાહસિકો અને ઉત્સાહીઓ માટે પસંદગીના એસયુવી વિકલ્પ તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત કરશે.