મહિન્દ્રાએ નવી BSIV કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ રેન્જ લોન્ચ કરી
અર્થમાસ્ટર SX સ્માર્ટ50 સાથે નીચા HP BHL સેગમેન્ટમાં પ્રવેશની જાહેરાત કરી
22 જૂન, 2021, પૂણે: મહિન્દ્રા ગ્રૂપની કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડએ આજે એના નિર્માણ ઉપકરણ વ્યવસાયના નેજાં હેઠળ મોટર ગ્રેડ મહિન્દ્રા રોડમાસ્ટર G9075 & G9595 તથા બેકહો લોડર – મહિન્દ્રા અર્થ માસ્ટર SX,VX પ્રસ્તુત કરવાની સાથે BSIVનું પાલન કરતા એ નિર્માણ ઉપકરણ પ્રસ્તુત કર્યા હતા.
આ પ્રસંગે મહિન્દ્રા ટ્રક એન્ડ બસ એન્ડ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટના બિઝનેસ હેડ જલજ ગુપ્તાએ કહ્યું હતું કે, “અમારા ગ્રાહકો માટે સમૃદ્ધિની ગેરેન્ટી આપવા નિર્માણ ઉપકરણ વ્યવસાય માટે અમારા બ્રાન્ડના ઉદ્દેશને જાળવીને અમે મહિન્દ્રા અર્થમાસ્ટર બેકહો લોડર્સની અમારી BSIV રેન્જ પ્રસ્તુત કરી છે.
અમે ચેલેન્જર બ્રાન્ડ છીએ તથા અમારો ઉદ્દેશ અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સમાધાનો પ્રસ્તુત કરવાનો છે, જે ઊંચી વિશ્વસનિયતા ધરાવતા હોય તથા માલિકી અને કામગીરીનો ઓછો ખર્ચ ધરાવતા હોય, જેથી તેમની ઉત્પાદકતા અને નફાકારકતા વધે.”
શ્રી ગુપ્તાએ વધુમાં ઉમેર્યું હતું કે, “નિર્માણ ઉપકરણના ઉદ્યોગ માટે ઉત્સર્જનના નવા નિયમો પ્રસ્તુત થવાની સાથે આજે અમને મહિન્દ્રા રોડમાસ્ટર મોટર ગ્રેડર્સની અમારી BSIV રેન્જ પ્રસ્તુત કરવાની ખુશી છે. આ ખડતલ અને વિશ્વસનિય ઉત્પાદનો ઉપભોક્તાઓની જરૂરિયાતોની ઊંડી સમજણ મેળવ્યા પછી ડિઝાઇન કરીને વિકસાવવામાં આવ્યો છે, જે મહિન્દ્રાની પ્રોડક્ટ ડેવલપમેન્ટ પ્રક્રિયાની ઓળખ છે.”
MCE BSIVની સંપૂર્ણ રેન્જ મજબૂત આઇમેક્સ ટેલીમેટિક્સ સમાધાન ધરાવશે, જે ગ્રાહકોને કેટેગરીમાં અન્ય ઉપયોગી ખાસિયતો સાથે ડાઇગ્નોસ્ટિક (ખામીની જાણકારી), પ્રોગ્નોસ્ટિક (ખામીનો સંકેત) અને પ્રીડક્ટિવ ફ્લીટ મેનેજમેન્ટ (કાફલાનું ભવિષ્યલક્ષી વ્યવસ્થાપન) પ્રદાન કરશે. કંપનીની પરિવર્તનકારક સેવાઓ પ્રદાન કરવાની માન્યતા પર ખરાં ઉતરીને અમે શ્રેષ્ઠ કામગીરી, ઊંચા અપટાઇમ તથા કામગીરી અને માલિકીના ઓછા ખર્ચની અમારી ખાતરીને પ્રતિપાદિત કરીએ છીએ, જેથી ગ્રાહકોને વધારે નફો થશે.
મહિન્દ્રા કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ (MCE) ખરાં અર્થમાં ઇન્ડિયન કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ OEM છે, જે વર્ષ 2011થી ભારતીય ગ્રાહકોની જરૂરિયાતો પૂરી કરવા કસ્ટમાઇઝ મશીનોનું ડિઝાઇન કરીને એનું ઉત્પાદન કરે છે. MCE સુનિશ્ચિત ઊંચા નફાની પરિવર્તનકારક કસ્ટમર વેલ્યુ પ્રદાન કરવા કટિબદ્ધ છે અને બેકહો લોડર્સ, અર્થમાસ્ટર અને મોટર ગ્રેડર્સ, રોડમાસ્ટર (17 ટકા બજારહિસ્સો)ની બહોળી રેન્જ ધરાવે છે. અત્યારે 7000થી વધારે અર્થમાસ્ટર અને 700થી વધારે રોડમાસ્ટર ગ્રાહકોને તેમના 24×7 શ્રેષ્ઠ પર્ફોર્મન્સ સાથે ખુશ છે તથા વાજબી ખર્ચ સાથે દેશનું નિર્માણ કરવા કટિબદ્ધ છે, જે ઇકોસિસ્ટમમાં વધારે સમૃદ્ધિ તરફ દોરી જશે.