મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફન્ડ રજૂ કરે છે મહિન્દ્રા મેન્યુલાઇફ શોર્ટ ટર્મ ડેટ ફન્ડઃ
· ફન્ડનો હેતુ અત્યંત સલામત ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ ધરાવતા ક્વોલિટી ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરવાનો-એકથી ત્રણ વર્ષની મુદત માટે સલામતી, લિક્વિડિટી અને યિલ્ડનું સંતુલન શોધતા રોકાણકારો માટે આદર્શ ફન્ડ
· સારું રિસ્ક એડજસ્ટેડ રિટર્ન આપવાની સંભાવના ધરાવતા પરંપરાગત રોકાણ યોજનાનો વિકલ્પ શોધતા રોકાણકારો માટે આ ફન્ડ શ્રેષ્ઠ
મુંબઇ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ (MMFSL) અને મેન્યુલાઇફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ (સિંગાપોર) પ્રાઇવેટ લિમિટેડ (મેન્યુલાઇફ સિંગાપોર)નું 51:49 સંયુક્ત સાહસ મહિન્દ્રા મેન્યુલાઇફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (અગાઉ મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની પ્રાઇવેટ લિમિટેડ તરીકે જાણીતી)એ ‘મહિન્દ્રા મેન્યુલાઇફ શોર્ટ ટર્મ ફન્ડ’ લોંચ કર્યું છે.
આ ઓપન એન્ડેડ શોર્ટ ટર્મ ફન્ડ ડેટ સ્કિમ એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરે છે જેનાથી 1થી 3 વર્ષમાં પોર્ટફોલિયોમાં સારું વળતર મળે છે. આ સ્કીમ એકથી ત્રણ વર્ષની મુદત માટે સલામતી, લિક્વિડિટી અને યિલ્ડનું સંતુલન શોધતા રોકાણકારો માટે આદર્શ છે. સારું રિસ્ક એડજસ્ટેડ રિટર્ન આપવાની સંભાવના ધરાવતા પરંપરાગત રોકાણ યોજનાનો વિકલ્પ શોધતા રોકાણકારો માટે પણ આ ફન્ડ શ્રેષ્ઠ છે.
મહિન્દ્રા મેન્યુલાઇફ મ્યુચ્યુઅલ ફન્ડના હેડ (ફિક્સ્ડ ઇન્કમ) રાહુલ પાલે જણાવ્યું હતું કે, “મહિન્દ્રા મેન્યુલાઇફ શોર્ટ ટર્મ ફન્ડ એકથી ત્રણ વર્ષના લક્ષ્ય સાથે પોર્ટફોલિયોનો મોટા ભાગનો હિસ્સો ઉચ્ચ ગુણવત્તાસભર સિક્યોરિટીઝમાં રોકશે. ફન્ડ એવી સિક્યોરિટીઝમાં રોકાણ કરશે, જેમાં જે તે સેક્ટર અને ગ્રુપનાં રોકાણ પર સતત નજર રાખીને જોખમ ઘટાડવામાં આવશે અને લિક્વિડિટી માટે તબક્કાવાર અભિગમ
અપનાવવામાં આવશે. મહિન્દ્રા મનુલાઇફમાં અમે એ ભારપૂર્વક કહેવા માગીએ છીએ કે મહિન્દ્રા મનુલાઇફની એક પણ સ્કીમ અત્યાર સુધી ડિફોલ્ટ નથી થઈ. અમે આંતરિક જોખમ સંચાલન પ્રક્રિયા દ્વારા આ સિદ્ધિ હાંસલ કરી છે અને હવે અમે વૈશ્વિક સ્તરની કેટલીક શ્રેષ્ઠ પ્રણાલિ અપનાવી છે.”
મહિન્દ્રા મનુલાઇફ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડના એમડી અને સીઇઓ આશુતોષ બિશ્નોઇએ જણાવ્યું હતું કે, “બજારમાં ચંચળતાનું વર્તમાન વાતાવરણ જોતાં મહિન્દ્રા મનુલાઇફ મ્યુચ્યુઅલ ફન્ડ રિટેલ રોકાણકારોને ડેટ માર્કેટમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરે છે. આ ફન્ડ એકથી ત્રણ વર્ષની મુદત માટે સલામતી, લિક્વિડિટી અને યિલ્ડનું સંતુલન શોધતા રોકાણકારો માટે લોંચ કરવામાં આવ્યું છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પણ તાજેતરમાં રિટેલ રોકાણકારોને સરકારી બોન્ડની સીધી ખરીદી કરવાની મંજૂરી આપી છે. આમ કરનાર તે પ્રથમ એશિયન દેશ અને વિશ્વના જૂજ દેશોમાં સ્થાન પામે છે. નાના રોકાણકારોને સરકારી બોન્ડમાં સીધા રોકાણકાર બનવા પ્રોત્સાહન આપવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ”
આ ન્યુ ફન્ડ ઓફર 9 ફેબ્રુઆરી, 2020નાં રોજ ખૂલે છે અને 16 ફેબ્રુઆરીનાં રોજ બંધ થશે. આ સ્કીમ 25 ફેબ્રુઆરીથી સતત વેચાણ અને પુનઃખરીદી માટે ફરી ખુલશે.
મહિન્દ્રા મનુલાઇફ શોર્ટ ટર્મ ફન્ડ સામાન્ય સંજોગોમાં ડેટ અને મની માર્કેટ સિક્યોરિટીઝમાં 100 ટકા અને REITs અને InvITsના યુનિટ્સમાં 10 ટકા સુધીનું રોકાણ કરશે.