મહિન્દ્રા ટ્રેક્ટર્સે ભારતીય ખેડૂતોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપીને કિસાન દિવસની ઉજવણી કરી
મુંબઈ, મહિન્દ્રા ગ્રૂપનો ભાગ અને ભારતની નંબર 1 ટ્રેક્ટર બ્રાન્ડ, મહિન્દ્રા ટ્રેક્ટર્સે આજે ભારતીય ખેડૂતોના અભૂતપૂર્વ યોગદાનની ઉજવણી કરતી હૃદયસ્પર્શી ડિજિટલ ફિલ્મ બતાવીને “કિસાન દિવસ” ની ઉજવણી કરી. Mahindra Tractors Celebrates Kisan Diwas with a Heartfelt Tribute to Indian Farmers.
આ અનોખી પહેલ મહિન્દ્રાના પાછલા વર્ષના કિસાન દિવસ અભિયાન, “શું તમે ખેડૂતનો આભાર માન્યો?” ને અનુરૂપ શરુ કરવામાં આવી છે. આ વર્ષે, મહિન્દ્રા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા યુવાનો અને શહેરી રહેવાસીઓને આ પહેલમાં ભાગ લેવા વિનંતી કરવાની સાથે તેમને ભોજન પ્રદાન કરનાર ખેડૂતનો આભાર માનવાનું યાદ અપાવે છે.
આ અભિયાન સમજદારીપૂર્વક, શહેરી જીવનનો એક અભિન્ન અંગ બની ગયેલા ફૂડ ડિલિવરી એપ્સની ભૂમિકા તરફ ધ્યાન દોરે છે. આ એપ્સ વડે આપણે આપણા ઘરે બેસીને શહેરભરના શ્રેષ્ઠ ખોરાકનો આનંદ માણી શકીએ છીએ. આ મુદ્દો મહિન્દ્રા એક આકર્ષક ફિલ્મ દ્વારા બતાવે છે, જેમાં હવે આપણા રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બનેલા અને જેમને આપણે ફૂડ પાર્સલ પ્રાપ્ત કરતી વખતે વારંવાર “આભાર” કહીએ છીએ તેવા ફૂડ ડિલિવરી કર્મચારીઓ, વ્યક્તિઓ બતાવવામાં આવે છે. આ બંને મુદ્દાઓ દર્શાવતા, આ અભિયાન દરેકને કિસાન દિવસે, તેમના ભોજન પાછળના હીરો – એટલે કે ખેડૂતોનો આભાર માનવા વિનંતી કરે છે.
આ પહેલ દ્વારા, મહિન્દ્રા લોકોને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર #ThankYouKisan હેશટેગ સાથે ખેડૂતો પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કરવા પ્રોત્સાહિત કરે છે.
દર વર્ષે 23 ડિસેમ્બરે મનાવવામાં કિસાન દિવસે, એક સ્વપ્નદ્રષ્ટા નેતા અને ખેડૂતોના અધિકારોના હિમાયતી, ભારતના પાંચમા વડા પ્રધાન, ચૌધરી ચરણ સિંહની જન્મજયંતિની ઉજવણી કરે છે. આ દિવસ સમગ્ર દેશમાં ખેડૂતોના પ્રયાસોની ઉજવણી અને સન્માન કરવા માટે સમર્પિત છે.
મહિન્દ્રાની પહેલ નવીન ઉકેલો, મજબૂત અને વિશ્વસનીય ટ્રેક્ટર્સ અને વિવિધ ફાઇનાન્સ સ્કીમ્સ અને સમર્થન દ્વારા ખેડૂતો માટે સમૃદ્ધિને સક્ષમ કરવાના તેના લક્ષ્ય સાથે સંરેખિત છે. આ અભિયાનનો હેતુ શહેરી અને ગ્રામીણ લોકોમાં જાગૃતિ લાવવા અને કૃતજ્ઞતાની ભાવના કેળવવાનો છે.
કેવી રીતે ભાગ લેવો: YouTube, Instagram અથવા Facebook જેવા કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખેડૂતો માટે તમારો પ્રશંસાનો સંદેશ શેર કરીને તેને #ThankYouKisan હેશટેગ સાથે પોસ્ટ કરો.