મંગેતરે સાગરીતો સાથે યુવતીનું અપહરણ કર્યુ

પ્રતિકાત્મક
આમોદ તાલુકાની યુવતી સાથે સગપણ તૂટી જતા
(પ્રતિનિધિ) ભરૂચ, પીડિતા એકટીવા લઈને રોંઢ ગામે ટપાલ આપવા જય રહી તે સમયે તેની સગાઇ થઈ હતી તેવા નયન પટેલ તેના સાગરીતો સાથે મારૂતી અલ્ટો ફોરવ્હીલ કારમાં અચાનક યુવતીની નજીક આવી ચઢ્યો હતો.એકટીવાને આંતરી બળજબરી પૂર્વક મોપેડની ચાવી કાઢી લઈ
સાગરીતોની મદદથી યુવતીને અલ્ટો કારમાં બેસાડી અપહરણ કરી ૫ શખ્શો નાશી હતા. કેટલાક સ્થાનિકોએ આ ઘટના નજરે જાેયા બાદ આમોદ પોલીસને જાણ કરવામાં આવતા ગુનો રજીસ્ટર કરી તપાસ શરૂ કરવામાં આવી હતી.
ગુનાની ગંભીરતા સમજી પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ તથા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલે અપહૃત યુવતીને અપહરણકર્તાઓની ચુંગાલમાંથી તાત્કાલીક છોડાવવા નાયબ પોલીસ અધિક્ષક પી.એલ.ચૌધરી,ઉત્સવ બારોટ પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી અને એ એ ચૌધરી ઈન્સ્પેકટ એસ.ઓ.જીને અલગ અલગ ટીમો બનાવી
આરોપીઓને સત્વરે ઝડપી પાડવા સુચના આપી હતી.તપાસ દરમ્યાન પોલીસને ચોકકસ હકિકત માહિતી મળી હતી કે આરોપીઓ અપહરણ કરી સૌરાષ્ટ્ર તરફ જાય છે જેથી તાત્કાલીક એક ટીમને તપાસમાં મોકલી અમદાવાદ જીલ્લાના બગોદરા નજીક અરણેજ ગામ પાસે હાઈવે ઉપર નાકાબંધી કરાઈ હતી.
પોલીસને સફળતા પણ સાંપડી હતી. પોલીસે અપહૃત યુવતીને ગણતરીના સમયમાં સુરક્ષિત છોડવવામાં સફળતા મેળવી આરોપીઓની ધરપકડ કરી હતી.આ ગુનામાં પકડાયેલ આરોપીઓને વધુ તપાસ માટે આમોદ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.ગુનાનો ભેદ ઉકેલવામાં ઁજીૈં પી.એમ.વાળા, ઁજીૈં આર.કે.ટોરાણી, ઁજીૈં એ.વી.શિયાળીયાએ અલગ અલગ ટીમ બનાવી ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
જેમાં મુખ્ય આરોપી (૧) નયનકુમાર નિતીનભાઈ પટેલ (યુવતીનો મંગેતર) રહે.જેઠોલી ગામ સત્યકેવલ મંદિર ફળીયુ તા.બાલાશિનોર જી.મહીસાગર (૨) ધવલકુમાર નિતીનભાઇ પટેલ રહે.જેઠોલી ગામ સત્યકવલ મંદિર કળીયું તા.બાલાશિનોર જી.મહીસાગર (૩) રૂવલકુમાર રજનીકાંત પટેલ રહે-જેઠોલી ગામ સત્યકેવલ મંદિર ફળીયુ તા.બાલાશિનોર
જી.મહીસાગર (૪) સ્મિતકુમાર ઉર્ફે ચિન્ટુ નિલેશભાઈ પટેલ રહેન્સાકરીયા ગામ પટેલ ફળીયું તા.બાલાશિનોર જી.મહીસાગર (૫) તરંગભાઈ અલ્પેશભાઈ પટેલ રહે.સાકરીયા ગામ પટેલ ફળીયું તા.બાલાશિનોર જી.મહીસાગરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.