મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે રાજીનામું આપ્યું
મહીસાગર, ગુજરાતમાં વિધાનસભા ચૂંટમી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર ભડકો થયો છે. મહીસાગર જિલ્લામાં કોંગ્રેસના નેતાએ રાજીનામું આપ્યું છે. આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં જાેડાશે. મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ઉદેસિંહ ચૌહાણે રાજીનામું આપ્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ થયું છે.
મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં ૨૦૧૭માં વિધાનસભા માટે ટિકિટ માગી હતી, પરંતુ સગાવાદના કારણે ટિકિટ ન મળ્યા ન લગાવ્યા આક્ષેપ. કોંગ્રેસમાં વિવિધ પદો ઉપર રહી ચૂક્યા છે ઉદેસિંહ ચૌહાણ. આગામી સમયમાં આમ આદમી પાર્ટીમાં જાેડાશે.
જાે કે તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં કાર્યકરો સાથે ચર્ચા વિચારણા કરીને આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે.Hs1MS