મહીસાગર જિલ્લાના મહામંત્રી રાજેન્દ્રસિંહ બારૈયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું
અમદાવાદ, ગુજરાત વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધ્યો છે. પક્ષોના નેતાઓ સભા તો ગજવી રહ્યા છે તો બીજી તરફ નારાજ નેતાઓ વિવિધ પક્ષોમાં જાેડાઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં વધુ એક ગાબડું પડ્યું છે. મહીસાગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રાજેન્દ્રસિંહ બારૈયાએ પક્ષને અલવિદા કહી દીધું છે.
રાજેન્દ્રસિંહ બારૈયા આમ આદમી પાર્ટીમાં જાેડાતા રાજકીય અટકળો પણ વધી છે.આપના પ્રદેશ અધ્યક્ષના હસ્તે ખેસ ધારણ કર્યો. રાજેન્દ્રસિંહ આપમાંથી બાલાસિનોરની બેઠક પર ચૂંટણી લડશે તેવા સંકેત પણ આપ્યા છે.રાજેન્દ્રસિંહ આપમાં જાેડાતા મહીસાગર જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
રાજેન્દ્રસિંહ બારૈયાની વાત કરીએ તો તેઓ કોંગ્રેસમાં મહીસાગર જિલ્લા કોંગ્રેસના મહામંત્રી તરીકે કાર્યરત હતા. તેઓ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહીસાગર જિલ્લા પ્રમુખ તરીકે પણ કાર્યરત છે. ગુજરાત કોંગ્રેસને વિધાનસભા ૨૦૨૨ની ચૂંટણીમાટે કપરા ચઢાણ સામે આવ્યા છે. પ્રદેશના નેતઓએ મહામંથન કરવાની જરૂર છે.HS1MS