મહીસાગર જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ રથને ખેડાપા ગામે આવકાર્યો

(માહિતી) લુણાવાડા, આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લામાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઇ ડીડોરની ઉપસ્થિતિમાં ખેડાપા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા નીકળી હતી.
આ પ્રસંગે રાજય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે રાજ્ય સરકાર ગામડામાં પણ ૨૪ કલાક લાઈટ ની સુવિધા આપી છે. કન્યા કેળવણી, વિધવા સહાય, પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ, ઊજજ્વલા યોજના જેવી યોજનાઓ લાવીને છેવાડા નાં માનવીની ચિંતા સરકાર કરે છે
જન ધન યોજના દરેકનાં બેન્ક ખાતા ખોલીને લાભાર્થીને સીધો લાભ તેના ખાતામાં જમા થઈ જાય છે. છેવાડાનાં માનવીને ધ્યાનમાં રાખી કામ કરતી સરકાર છે. ભારત એક પ્રજાસત્તાક સંસદીય લોકશાહી ધરાવતું રાષ્ટ્ર હોવાથી અહીં વિકાસના કેન્દ્રમાં પ્રજા સર્વોપરી હોય છે.
સરકારની અનેક યોજનાઓ થકી છેવાડાનો માનવી પગભર બન્યો છે, ઉપરાંત વહીવટી કાર્યોની ઝડપ વધી છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત “વંદે વિકાસયાત્રા”ને સમગ્ર ગુજરાતમાં ભવ્ય લોક પ્રતિસાદ મળી રહ્યો છે.
વંદે ગુજરાત ફિલ્મ નિદર્શનની સાથે સાથે મહીસાગર જિલ્લા આરોગ્ય શાખા કચેરી દ્વારા કોરોના રસીકરણ, પૂરક પોષણ, આરોગ્ય તપાસ જેવા કાર્યક્રમોનું આયોજન પણ સ્થળ પર જ કરવામાં આવ્યું હતું, જેનો લાભ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ બહોળી સંખ્યામાં લીધો હતો.
આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સ્ટેજ પરથી મહાનુભાવોના હસ્તે વિવિધ લાભો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ પછી મહાનુભાવોના હસ્તે વૃક્ષા રોપણ કર્યુ. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી કૌશિક જાદવ,તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શારદાબેન, સંતરામપુર મામલતદારશ્રી સંગાડા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, સરપંચશ્રીઓ, તલાટીશ્રી, શાળાના આચાર્યશ્રી, વિધાથીઓ અને મોટી સખ્યામા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.