મહુઆ મિત્રાએ સંસદના પોર્ટલનો લોગઇન પાસવર્ડ ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાનીને આપ્યો હતો
સાંસદમાં પ્રશ્ન પૂછવાના બદલામાં ગીફટ મેળવવાના વિવાદિત પ્રકરણમાં લોકસભામાંથી બરતરફ કરાયેલા તૃણમુલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇક્રાએ હકાલપટ્ટીને સુપ્રિમ કોર્ટમાં પડકારી છે. મહુઆ મિત્રાએ સંસદના પોર્ટલનો લોગઇન પાસવર્ડ ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાનીને આપ્યો હતો. પ્રશ્ન પૂછવા બદલ મોંઘી ગીફટ મેળવ્યાનું જાહેર થયું હતું. Mahua Mitra gave the login password of Parliament portal to businessman Darshan Hiranandani
તૃણમુલ નેતાએ બરતરફીના આ પગલાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યું છે. એથિક્સ કમીટીને બરતરફીનો અધિકાર નથી એટલું જ નહીં ઉદ્યોગપતિ પાસેથી નાણાં મેળવ્યાના કોઇ પુરાવા નથી.
એટલું જ નહીં પોતાના પૂર્વ ભાગીદાર અનંત દેહાદી કે હિરાનંદાનીની ઉલટ તપાસ કરવાની પોતાને તક આપવામાં આવી નહતી. બરતરફી બાદ મોઇક્રાએ ભાજપ સામે નિશાન તાક્યું હતું અને આવતા ૩૦ વર્ષ સુધી તેની સામે લડવાની તૈયારી છે.