Western Times News

Gujarati News

મહુઆ મોઈત્રાએ પૂર્વ પ્રેમી પર દેખરેખ રખાવી હોવાનો આરોપ

નવી દિલ્હી, સંસદમાં પૈસા બદલ પ્રશ્નો પૂછવાના કેસમાં સંસદ સભ્યપદ ગુમાવનાર ટીએમસીનેતા મહુઆ મોઈત્રા હવે નવા વિવાદમાં ફસાતા નજર આવી રહ્યા છે. જે વ્યક્તિએ પૈસા બદલ પ્રશ્નો પૂછવાના આરોપો લગાવ્યા હતા તે જ વ્યક્તિએ ફરી મહુઆ મોઈત્રા પર પશ્ચિમ બંગાળ પોલીસની મદદથી ગેરકાયદેસર દેખરેખ કરાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. સુપ્રીમ કોર્ટના વકીલ જય અનંત દેહાદ્રાઈએ આરોપ લગાવ્યો છે કે ટીએમસીનેતા મહુઆ મોઈત્રા તેના પૂર્વ પ્રેમી પર ગેરકાયદેસર દેખરેખ રખાવી રહી હતી.

૨૯ ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને સીબીઆઈડાયરેક્ટર પ્રવીણ સૂદને લખેલા પત્રમાં દેહાદ્રાઈએ જણાવ્યું હતું કે એવી સંભાવના હોઈ શકે છે કે ટીએમસીનેતા મારા ફોન નંબરનો ઉપયોગ કરીને મારા ભૌતિક સ્થાનને ટ્રેક કરી રહી છે.

દેહાદ્રાઈએ પત્રમાં આરોપ લગાવ્યો છે કે મોઈત્રાએ ખાનગી વ્યક્તિઓના કોલ ડિટેઈલ રેકોર્ડ્‌સ (સીડીઆર) પ્રાપ્ત કરવા માટે પશ્ચિમ બંગાળ પોલીસના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ સાથે પોતાનો પ્રભાવ અને સબંધોનો દુરુપયોગ કરવાનો એક ઈતિહાસ રહ્યો છે. દેહાદ્રાઈએ પોતાની ફરિયાદમાં એમ પણ કહ્યું હતું કે અગાઉ પણ ટીએમસીનેતા ૨૦૧૯માં સુહાન મુખર્જી નામના વ્યક્તિને ટ્રેક કરી રહ્યા હતા.

દેહાદ્રાઈનાએ કહ્યું કે, મોઈત્રાએ અગાઉ પણ અનેક વખત મૌખિક અને લેખિત રૂપમાં (૨૬.૦૯.૨૦૧૯ના રોજ વોટ્‌સેપ પર) જણાવ્યું હતું કે, તે પોતાના પૂર્વ પ્રેમી સુહાન મુખર્જી પર સક્રિય નજર રાખી રહી છે કારણ કે, તેને તેના પર એક જર્મન મહિલા સાથે સબંધ હોવાની શંકા હતી.

સુપ્રીમ કોર્ટના વકીલ દેહાદ્રાઈએ પોતાની ફરિયાદમાં કેટલીક ચેટના સ્ક્રીનશૉટ્‌સ અને કથિત સીડીઆરલિસ્ટને જાેડતા કહ્યું કે, મને એ જાણીને આશ્ચર્ય થયું કે, બંગાળના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની મદદથી મોઈત્રા પાસે તેના પૂર્વ પ્રેમીની સમગ્ર કોલ ડિટેલ રેકોર્ડ છે. જેમાં એ વ્યક્તિઓ વિશે સટીક જાણકારી છે જે લોકો તેના પૂર્વ પ્રેમીના સંપર્કમાં હતા અને આ સાથે જ દિવસના તમામ કલાકોની તેમના ફોનમાં સટીક લોકેશનની પણ જાણકારી છે.

બીજી તરફ તાજેતરના આરોપો અને સીબીઆઈતપાસની માંગ પર પ્રતિક્રિયા આપતા મહુઆ મોઈત્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સપર કટાક્ષ કરતા લખ્યું કે, હું ગૃહમંત્રાલયને આગ્રહ કરું છું કે, ભારતના તમામ એક્સ બોયફ્રેન્ડ્‌સની ફરિયાદોની તપાસ માટે એક સ્પેશિયલ સીબીઆઈડાયરેક્ટર નિયુક્ત કરવામાં આવે.

જાેકે, થોડા જ કલાકો બાદ મહુઆએ આ પોસ્ટ ડિલીટ પણ નાખી હતી. તમને જણાવી દઈએ કે, દેહાદ્રાઈ પણ મહુઆ મોઈત્રા સાથે રિલેશનશિપમાં રહી ચૂક્યો છે. SS2SS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.