૧૫ વર્ષના માનસીક બિમાર બાળકને પરિવાર સાથે મિલન કરાવતી પોલીસ
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) મહુધા પોલીસ સ્ટેશન હસ્તકના મીનાવાડાના પ્રખ્યાત દશામા મંદિર ખાતે ફરજ ઉપર હાજર જી.આર.ડી.સભ્યો ની સમય સુચકતા તેમજ સંતર્કતાને કારણે ભાવનગર જીલ્લાના મહુવા ગામના ગુમ થયેલ માનસીક બિમાર બાળક ને તેના પરિવાર સાથે મિલન કરાવવુ શક્ય બન્યુ છે .
આ કામે હકીકત એવી છે કે મીનાવાડા મંદીર ખાતે જી.આર.ડી. સભ્યો ( ૧ ) જશુભાઇ હરીભાઇ ( ર ) કાશીબેન રાંમાભાઇ ( ૩ ) ડહીબેન જેઠાભાઇ ( ૪ ) મીનાબેન બાબુભાઇ નાઓ ફરજ ઉપર હાજર હતા તે દરમિયાન તેમની નજર મંદિરની સીડી ઉપર બેઠેલ એક બાળક ઉપર પડી તેની હાલત શંકાસ્પદ જણાતા તેની પુછપરછ કરતા માલુમ પડેલ
કે તેનુ નામ રાહુલભાઇ લાલજીભાઇ રાઠોડ ઉ.વ .૧૫ રહે.મહુવા જી.ભાવનગર નાઓ હોવાનુ જાણવા મળેલ . વિશેષ પુછપરછમા તેણે જણાવેલ કે તે છેલ્લા ચાર દિવસથી ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી ગયેલ છે અને પોતે ભુલો પડેલ છે અને તેને ઘર જવા માટે પોતાની પાસે પૈસા નહિ જણાવેલ .
આ બાળકને સ્નાન કરાવી નવા કપડા પેહરાવી ભોજન કરાવવામા આવેલ અને યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરી મહુવા પોલીસ સ્ટેશન જીલ્લો ભાવનગર ની મદદ લેવામા આવેલ જ્યાથી જાણવા મળેલ કે આ બાળકના વાલી તેણે શોધી રહ્યા છે જ્યાથી તેના વાલીનો સંપર્ક કરી શોધી કાઢવામા આવેલ
અને તેમને મહુધા પોલીસ સ્ટેશન બોલાવી બાળકના ઓળખના આધાર પુરાવા ચકાસી આ બાળકનો કબજાે સોપવામા આવેલ છે . ઈં આમ મીનાવાડા મંદિર તા.મહુધા ખાતે ફરજ ઉપર હાજર જી.આર.ડી.સભ્યો ની ફરજ પ્રત્યેની સભાનતા , સંતાર્કતા
તેમજ સમય સુચકતા થકી પોતાના પરિવારથી ભુલા પડેલ ૧૫ વર્ષના માનસીક બીમાર બાળકને તેના પરીવાર સાથે મિલન કરાવવા બાબતનુ ઉમદા અને સરાહનીય કામ કરેલ છે . ગુજરાત પોલીસનુ સુત્ર- સેવા , સુરક્ષા અને શાન્તિને સાર્થક કરવાનો ઉમદા પ્રયત્ન કરેલ છે.